Breaking News

90 હજાર દર્દીઓની દવા કરવાવાળા ડોક્ટરની થઇ ધરપકડ, નકલી ડિગ્રી સાથે કમાતો હતો અઢળક.

આ વિશ્વમાં ઘણા લોકો સારા હોય છે તો ઘણા લોકો ખરાબ પણ હોય છે. એક એવા લોકો હોય છે જે બીજાની વસ્તુઓનો ખુબ ફાયદો ઉઠાવતા હોય છે. ઘણાને બીજાની મજબૂરીનો ફાયદો ઉઠાવવાથી અટકતા નથી.

ઘણા લોકો મહેનત કરીને આગળ આવવામાં માનતા હોય છે તો ઘણીવાર અમુક લોકો ગમેતેમ કરીને પોતાનું કામ જ પાર પાડવા માટે કાંઈ પણ કરી જતા હોય છે. આજે વાત એવા ડોક્ટરની જે છે તો નકલી અને કરે છે ઈલાજ પણ આજસુધી 90 હજાર લોકોની દવા કરી ચુક્યો છે.

90 હજાર દર્દીઓનો ઈલાજ કરવાવાળા નકલી ડોક્ટરની ધરપકડ.

રાજસ્થાન પોલીસે હમણાં સીકરમાં એક પ્રાઇવેટ દવાખાનના નકલી ડોક્ટરને પકડી લીધો છે અને આ ડોક્ટરની એક મહિનાની સેલરી 1 લાખ રૂપિયા હતી. માનસિંહ બધેલ નામનો આ વ્યક્તિ કૃષ્ણ કનૈયા કેયર હોસ્પિટલમાં ડોક્ટર પદ પર હતો.

માનસિંહની ઉમર 44 વર્ષ છે ને તે છેલ્લા 9 વર્ષથી દર્દીઓને દવા આપી રહ્યો છે. તે દિવસમાં 25 જેટલા દર્દીઓને જોતો હતો અને બદલામાં તેમને 1 લાખ રૂપિયા સેલેરી મળતી હતી. એક દર્દીની હાલત ખરાબ થઇ ગઈ અને હોસ્પિટલ પ્રસાશનના લોકોએ તપાસ કરી તો ત્યારે આ વ્યક્તિ વિષે ખુલાશો થયો. આ વ્યક્તિ માનસિંહ ફક્ત 12 ભણેલું હતો અને તે 5 મહિનાથી સીકરમાં નોકરી પર હતા.

આની પહેલા તેઓ આગ્રામાં ક્લિનિક ચલાવતા હતા. બંને જગ્યાઓ મળીને તેમણે આજ સુધી 90 હજાર જેટલા દર્દીઓને ચકાસ્યા હતા. તેમનો દાવો છે કે પાંચ વર્ષ પહેલા જયારે તેઓ ટ્રેનમાં મથુરા જઈ રહ્યા હતા ત્યારે તેમને ડોક્ટર મનોજ કુમારની ડિગ્રી પડેલી મળે છે તો તેનો અઢાર લઈને તે નકલી ઓળખપત્ર બનાવે છે અને સીકર દવાખાનામાં લોકોની મદદ કરે છે.

તમને જણાવી દઈએ કે આ ડોક્ટર દર્દીઓને ઘરેલુ નુસ્ખા વધારે જણાવતો હતો અને પછી જૂનના બીજા અઠવાડિયામાં એક મહિલા હૃદયની માટે દવા લેવા તેમની પાસે હોસ્પિટલ આવે છે. તો આ નકલી ડોક્ટર એ મહિલાને ડ્રિપ ચઢાવે છે, પછી તે મહિલાની હાલત વધારે બગડે છે એટલે તેઓ તેને બીજા હોસ્પિટલ મોકલે છે.

હોસ્પિટલના પ્રસાશન દ્વારા વોટિંગ કાર્ડ ચેક કરવામાં આવે છે તો તેમાં આ વ્યકિની બીજી જ ઓળખ નીકળે છે. માનસિંહ એ આગરામાં રહેવાસી છે અને તે દર્દીઓને પેરાસીટેમોલ દવા આપી દેતા હતા અને જો દર્દી વધારે ગંભીર હોય તો એને બીજા દવાખાના મોકલી આપે છે.

અસલી ડોક્ટર મનોજ કુમાર એ હરિયાણામાં પલવલ જિલ્લા સહારા હોસ્પિટલ ચલાવે છે અને તેમની પત્ની પણ ડોક્ટર છે. તેમની ડિગ્રી પર એક નકલી ડોક્ટર કામ કરી રહ્યો છે સાંભળે છે તો તેઓ તરત જ સીકર આવી જાય છે. તેમને વર્ષ 2005માં એક બેગ ખોવાઈ જવાની ફરિયાદ પણ નોંધાવી છે. હવે પોલીસ એ મૂંઝવણમાં છે કે બેગની ચોરીની રિપોર્ટ 2005માં નીકળે છે અને આ વ્યક્તિને બેગ મળે છે આજથી 5 વર્ષ પહેલા આ કેવીરીતે શક્ય છે?

About gujju

Check Also

ભારતીય સીમામાં 400 મીટર ઘુસ્યુ નેપાળી વિમાન, સુરક્ષા એજન્સીઓ…

ફરી એક વખત નેપાળના વિમાનો ભારતીય સરહદમાં ઘૂસ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સશસ્ત્ર સરહદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *