Breaking News

એક કૂતરાએ વાઘથી બચાવ્યો પોતાના માલિકનો જીવ, જાણીને નવાઈ લાગશે….

મધ્યપ્રદેશમાં એક પાલતુ કૂતરાએ એક વાઘથી પોતાના માલિકનો જીવ બચાવ્યો હતો. જણાવવામાં આવી રહ્યું છે કે એક યુવક પર રાત્રે અચાનક વાઘ હુમલો કરે છે પણ તે યુવક સાથે હોવાથી વાઘ તે વ્યક્તિનું કશું બગાડી શકતો નથી. તો બીજી તરફ એ યુવકને કોઈ ગંભીર ઇજા થઇ નથી. વાત એમ હતી કે જયારે વાઘ વ્યક્તિ પર હુમલો કરી રહ્યો હતો ત્યારે કૂતરો ભસવાનું શરુ કરે દે છે અને પછી આખરે એ વાઘ ત્યાંથી ભાગી જાય છે.

જાણવામાં આવી રહ્યું છે કે હમણાં જ આ રાજ્યના સીવની જિલ્લાના પારસપાની ગામમાં એક પંચમ નામનો યુવક રાત્રે શૌચ માટે જંગલ તરફ જાય છે અને તેની સાથે તેના ભાઈનો પાલતુ કૂતરો પણ હોય છે. તે જંગલમાં જતા સમયે એક વાઘ પંચમ સામે આવી જાય છે અને એ વાઘે આ યુવકને એકલો જોઈને તેની પર હુમલો કરે છે.

જે સમયે વાઘ પંચમ પર હુમલો કરી રહ્યો હતો ત્યારે તે કૂતરો સતત વાઘ પર ભસતો રહે છે. તો બીજી બાજુ કુતરાના ભસવાના અવાજથી ગામના લોકો પણ જંગલ તરફ ભાગી આવે છે, જેના કારણે વાઘ ડરી જાય છે અને પંચમને છોડીને ભાગી જાય છે. પંચમના માથા પર અને હાથ પર વાઘે હુમલો કર્યો હતો અને આ હુમલાને કારણે પંચમને માથા પર અને હાથ પર થોડું જ વાગ્યું હતું.

આ હુમલા વિષે વનમંડળના અધિકારી ટી એસ સૂલિયા જણાવે છે કે શનિવારના એક 22 વર્ષનો યુવક પોતાના કુતરા સાથે જંગલમાં શૌચ માટે જાય છે. આ દરમિયાન તેની સામે એક વાઘ આવે કે અને તેની પર હુમલો કરે છે પણ વ્યક્તિ સાથે રહેલ કૂતરો વારંવાર ભસતો હોય છે તેના લીધે ગામના લોકો જંગલમાં આવી જાય છે અને બધાને આવતા જોઈને તે વાઘ ભાગી જાય છે. તો બીજી તરફ ગામના લોકોને પંચમ જખ્મી હાલતમાં મળે છે અને તેને પ્રાથમિક તપાસ માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે. દવાખાનથી થોડી જ વારમાં તેની સારવાર કરીને રજા આપવામાં છે.

વનમંડળ અધિકારી ટી એસ સૂલિયા પંચમ પર થયેલ હુમલા વિષે જણાવે છે કે તે વાઘ કોઈ આદમખોર વાઘ નથી જો પંચમ સાથે કોઈ ના હોત તો પણ તેને વધુમાં વધુ ઘાવ રહેત પણ તેને મારી નાખેત નહિ.

વાત એમ છે કે જે જગ્યાએ આ ગામ આવેલ છે ત્યાંથી થોડેક જ દૂર એક જંગલ આવેલ છે અને આ જંગલમાં બીજા ઘણા પ્રાણીઓ રહે છે. પણ વાઘ દ્વારા કોઈ વ્યક્તિને નુકશાન થાય એવું પહેલા ક્યારેય બન્યું નથી. આ બનાવથી ગામના લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.

About gujju

Check Also

અડધી રાત્રે દીવાલ માંથી આવતો હતો અવાજ,પણ દીવાલ તોડ્યા બાદ જે નીકળ્યું એ જોઈને પરિવારના ઉડી ગયા ……

પ્રોપર્ટીમાં રોકાણ હંમેશા લોકોની પ્રથમ પસંદગી રહી છે. તમે તમારા લોહી અને પરસેવાથી ભેગા કરેલા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *