Breaking News

શુક્રવારના દિવસે ઘોડાની નાળ સાથે કરો આ ઉપાય, થશે…

ઘોડાની નાળને ઘરના મુખ્ય દરવાજા પર લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે અને એવી કહેવામાં આવે છે કે જે ઘરના મુખ્ય દરવાજા પર બહારની તરફ ઘોડાની નાળ લગાવવામાં આવી હોય છે એ ઘરમાં ખરાબ શક્તિ ક્યારેય પ્રવેશ કરી શકતી નથી. વાસ્તુશાસ્ત્રમાં ઘોડાની નાળને ખુબ જ શુભ માનવામાં આવે છે અને તેના બીજા ઘણા બધા ફાયદા પણ તેમાં બતાવવામાં આવ્યા છે.

શું તમે જાણો છો કે ક્યાં લગાવવી જોઈએ ઘોડાની નાળ : વાસ્તુ શાસ્ત્ર પ્રમાણે ઘોડાની નાળને મુખ દરવાજાના પ્રવેશ દ્વારની બહારની બાજુએ લગાવવી ખુબ શુભ માનવામાં આવે છે જે ઘરના દરવાજા ઉત્તર, ઉત્તર-પશ્ચિમ અથવા પશ્ચિમ દિશામાં લગાવવું ખુબ શુભ માનવામાં આવે છે.

દરવાજાની ઉપરની તરફ તેને લગાવવી જોઈએ. એકવાત ખાસ ધ્યાન રાખજો એક આ દિશામાં નાળ લગાવો ત્યારે શનિદેવના વાર એટલે કે શનિવારના દિવસે ક્યારેય આ કામ કરશો નહિ. આને તમારા એક સારા દિવસે સારો સમય જોઈએ નાળ લગાવી દેવી જોઈએ.

ચાલો હવે તમને જણાવી દઈએ ઘોડાની નાળ લગાવવાના ફાયદા.

1. જ્યોતિષ અને વાસ્તુ શાસ્ત્ર મુજબ જે લોકોના ઘરના મુખ્ય દરવાજા પર ઘોડાની નાળ લગાવવામાં આવી હોય છે એ ઘરને ક્યારેય કોઈની પણ ખરાબ નજર લાગતી નથી. અને ઘરમાં હંમેશા બરકત રહે છે.

2. ઘરમાં ઘોડાની નાળ હશે તો તમે શનિદેવના પ્રકોપથી બચી શકશો અને ઘરમાં ઘોડાની નાળ લગાવવાથી ઘર પર શનિદેવની કૃપા પણ બની રહે છે. આ વસ્તુ એક તો લોખંડની હોય છે અને કાળો રંગ એટલે આ બંને વસ્તુઓ શનિદેવને ખુબ પ્રિય છે. એટલે જ આ ઘર અને તેમાં રહેતા લોકો પર શનિદેવ તેમની કૃપા બનાવી રાખે છે.

3. ઘોડાની નાળને અનાજના ડબ્બામાં મુકવામાં આવે તો તે શુભ સાબિત થાય છે. એવું કહેવામાં આવે છે કે ઘોડાની નાળને લાલ કપડામાં લપેટીને અનાજના ડબ્બામાં મૂકી દેવામાં આવે તો ઘરમાં ક્યારયે અનાજ ખૂટતું નથી આવા ઘરનું રસોડું હંમેશા ખાવાની વસ્તુઓથી ભરપૂર રહે છે.

4. જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે કાળા ઘોડાની નાળને ઘરની તિજોરીમાં રાખવું ખુબ શુભ મનાય છે આવું કરવાથી ઘરમાં પૈસાની આવક થાય છે. તમારે ફક્ત શુક્રવારના દિવસે ઘોડાની નાળને લાલ કપડામાં લપેટીને ઘરની તિજોરીમાં મૂકી દો. આવું કરવાથી ઘરમાં બરકત બની રહે છે.

5. ઘરમાં ઘોડાની નાળ હોય તો કોઈપણ નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ કરી શકતી નથી. ઘરમાં હંમેશા શાંતિ અને સુખ બની રહે છે આ સિવાય જો ઘરમાં ઘોડાની નાળ રાખશો તો દુર્ભાગ્ય તમારાથી હંમેશા દૂર જ રહેશે.

6. ઘોડાની નાળને ઘર સિવાય દુકાનની બહાર પણ લગાવવામાં આવે છે દુકાન બહાર લગાવામાં આવે તો વેપારમાં વૃદ્ધિ થાય છે અને તમે ઈચ્છો તો આને દુકાનની બહાર પણ લગાવી શકો છો.

About gujju

Check Also

સદીઓ બાદ થયુ આવુ મહા ચંદ્રગ્રહણ શું મચાવશે ભારે ઉથલ-પાથલ?…

વર્ષ 2021નું છેલ્લું ચંદ્રગ્રહણ રાજકીય ઉથલપાથલનું કારણ બનશે. આ લગભગ 6 સદીઓનું સૌથી લાંબુ આંશિક …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *