Breaking News

ટાઇટલ – લખનઉ ઘંટાઘર પાસે CAAના વિરોધમાં ઉતરી હતી અખિલેશ યાદવની દીકરી, જાણો શું થયું હતું.

આમ તો આ વાત થોડી જૂની છે પણ જાણવી ખુબ જ જરૂરી છે. વાત એ સમયની છે જયારે આખા દેશમાં મોદી સરકારે નાગરિકતા સંશોધન કાનૂન એટલે કે CAA લાગુ કર્યું હતું. તેના વિરોધમાં ઘણા બધા લોકો પ્રદર્શન કરતા હોય છે.

જ્યાં એક તરફ લોકો વિરોધ કરી રહ્યા હતા તો બીજી તરફ ઘાણ લોકો આ નિયમન સમર્થનમાં પણ હતા. જે લોકો વિરોધ કરી રહ્યં હતા તેમનું માનવું હતું કે સરકાર આ નિયમ પાછો લઇ લે. દિલ્હીમાં છેલ્લા ઘણા દિવસોથી શાહીન બાગમાં થઇ રહેલ પ્રદર્શન વિષે તો બધા જાણે જ છે. હવે આવી રીતે જ લખનઉ સ્થિત ઘંટાઘર પાસે પણ ઘણી મહિલાઓ આ CAA એ NRCના વિરોધમાં પ્રદર્શન કરી રહી હતી.

આ પ્રદર્શન કરી રહેલ મહિલાઓના સપોર્ટમાં ત્યારે ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવની દીકરી ટીના યાદવ પણ આગળ આવી છે. વાત એમ હતી કે એ સમયે CAAના વિરોધ કરવા દરમિયાન અખિલેશ યાદવની દીકરીના ફોટો ખુબ જ ઝડપથી વાઇરલ જઈ રહ્યા હતા.

જણાવવામાં આવી રહ્યું છે કે ટીના યાદવ આ વિરોધમાં 18 જાન્યુઆરીથી સામેલ થઇ હતી પણ તેમના ફોટો ઘણા સમય પછી વાઇરલ થઇ રહ્યા હતા. અખિલેશ યાદવની દીકરી જેવી ઘટના સ્થળ પર આવી તો તેમણે જોયું કે તેને જોઈને ઘણા લોકો ચોંકી ગયા હતા. પછી અમુક મહિલાઓ તેની પાસે આવે છે અને સેલ્ફીઓ પડાવે છે.

તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ વિરોધના પ્રદર્શન કરતા યુપી પોલીસે શાયર મુન્નવર રાણાની દીકરીઓ સુમૈયા અને ફૉજીયાને આરોપી કારક આપી દીધા હતા તેમની પર ધારા 144 ઉલ્લંઘન કરવા માટે અને ગવર્મેન્ટ કર્મચારી પર હુમલો કરવા માટે એફઆઈઆર નોંધવામાં આવી હતી.

તમને જણાવીએ કે CAA અને NCRનો વિરોધ્ધ કરવાની શરૂઆત લખનઉમાં થોડા સમય પહેલા જ કરવામાં આવી હતી. વિરોધ કરી રહેલ મહિલાઓની માંગ હતી કે જ્યાં સુધી CAA અને NCR પરત નહિ લેવામાં આવે ત્યાં સુધી તેઓ અહીંયા આંદોલન કરશે.

તો બીજી તરફ આની પહેલા પ્રદર્શન કરી રહેલ મહિલાઓએ પોલીસ પાર આરોપ લગાવ્યો હતો તેમણે આટલી ઠંડી હોવા છતાં પણ તેમની પાસે રહેલ ઓઢવાના બ્લેન્કેટ જમા કરી લીધા હતા. આ બાબતના સફાઈમાં પોલીસ જણાવે છે કે અમુક સામાજિક સંગઠન એ મહિલાઓને બ્લેન્કેટ વિતરણ કરી રહ્યા હતા અને આના લીધે ત્યાં ગહન બધા લોકો બ્લેન્કેટ લેવા માટે આવી ગયા હતા અને અફરાતફરી ના થાય એટલે તેમણે ત્યાંથી બ્લેન્કેટ હટાવી લેવડાવ્યા હતા.

About gujju

Check Also

8 કરોડ ખર્ચ્યા બાદ પણ કોરોનાથી ખેડૂતનું મોત…

દેશભરમાં કોરોના વાયરસનું સંક્રમણ વધી રહ્યું છે અને આ બધાની વચ્ચે મધ્યપ્રદેશના રીવામાં એક દુ:ખદ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *