Breaking News

6 મહિનાથી જ બોલતા સીખી ગઈ હતી આ બાળકી, તેને પૂછવામાં આવેલ સવાલના જવાબ સાંભળીને તમે ચોંકી જશો.

આજે અમે વાત કરવાના છે એક એવી બાળકી વિષે કે જેની બુદ્ધિ કોઈપણ પહોંચી શકે એમ નથી. આ 11 વર્ષની બાળકી કોઈપણ સામાન્ય ટોપર બાળક કરતા વધારે બુદ્ધિમાન છે. તે એટલી હોશિયાર છે કે તેનો આઈક્યૂ અલબર્ટ આઈન્સ્ટાઈન અને સ્ટીફન હોકીંગ જેવા મહાન વૈજ્ઞાનિકોથી પણ તેજ આવે છે.

તે બાળકીના ટેલેન્ટનો અંદાજો એ વાત પરથી તમે લગાવી શકો છો કે આ બાળકી આખા પિરીયોડીક ટેબલ ફક્ત 440 મિનિટમાં યાદ કરી શકે છે. આમ તો આ બાળકી અત્યારે લંડનમાં રહે છે પણ તે મૂળ ભારતીય જ છે. તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ બાળકી કે જેનું નામ અનુષ્કા છે તે વિશ્વના સૌથી જ્ઞાની અને બુદ્ધિમાન એવા સાયન્ટિસ્ટ સ્વર્ગીય સ્ટીફન હોકીંગને મળ્યા હતા એટલા આઈક્યૂ અંક 160 તેણે પણ મેળવ્યા છે.

અનુષ્કાની માતાનું કહેવું છે કે તેમની દીકરી પહેલાથી જ ખુબ જ તેજ અને હોશિયાર છે. જયારે તે 6 મહિનાની હતી ત્યારે તેણે બોલવાની શરૂઆત કરી દીધી હતી. તે ટીવી પર આવતી જાહેરાત જોતી અને તેમાં જે બોલવામાં આવતું એ સાંભળતી અને પછી એ જ તે બોલ્યા કરતી. આટલું જ નહિ તે જયારે એક વર્ષની હતી ત્યારે તેને બધા દેશના નામ અને તેમની રાજધાનીઓ પણ યાદ કરવાનું શરૂ કરી દીધું હતું.

અનુષ્કાએ પોતાનો આઈક્યૂ ટેસ્ટ ફક્ત 4 મિનિટમાં 28 અઘરા સવાલના જવાબ આપીને પૂરો કર્યો હતો. આ વિષે અનુષ્કા જણાવે છે કે તેના માટે આ કોઈ અઘરી વાત નહોતી થોડી મુશ્કેલ હતી. સમયના અભાવને કારણે તે થોડી પ્રેશરમાં હતી પણ જયારે તેને ફૂલ માર્ક્સ મળ્યા ત્યારે તે જાતે જ ખુબ નવાઈમાં ડૂબી ગઈ હતી. તેની આંખો આંસુથી ભરાઈ ગઈ હતી કેમ કે તેને એવું લાગતું હતું કે તેને એક સવાલનો જવાબ ખોટો આપી દીધો હતો. તમને જણાવીએ કે ટેસ્ટ Mensa IQ Test યુનિવર્સીટી ઓફ ઇસ્ટ લંડન તરફથી 20 એપ્રિલના દિવસે કરવામાં આવ્યો હતો. આના રિજલ્ટમાં અનુષ્કા એ સૌથી નાની ઉંમરની હતી તેની સાથે ટેસ્ટના રિઝલ્ટમાં બધા ખેલાડીઓની ઉમર 30 થી 60 વર્ષની વચ્ચે જ હતી.

આટલા સારા માર્ક્સ મેળવ્યા પછી અનુષ્કા એ હવે હાઈ આઈક્યૂ સોસાયટીની એક સભ્ય બની ગઈ છે. અનુષ્કા મોટી થઈને એક ડોક્ટર બનવા માંગે છે તેમની 45 વર્ષની માતા આરતી એક હાઉસ વાઈફ છે જયારે પિતા નીરજ એ પ્રવર્તન અધિકારી છે. ભણવા સિવાય અનુષ્કાને ડાન્સ કરવાનું ખુબ પસંદ છે. તેને કવિતાઓ પણ ખુબ પસંદ છે. બધા વિષયમાંથી તેને અંગ્રેજી વિષય સૌથી વધુ પ્રિય વિષય છે.

બીજી તરફ સોશિયલ મીડિયામાં જયારે લોકોએ આ 11 વર્ષની દીકરીને આઈક્યૂ લેવલ વિષે ખબર પડે છે તો બધા હેરાન થઇ ગયા છે. બધા તે બાળકીને તેના એક ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામના આપી રહ્યા છે. અમે પણ તે નાનકડી બાળકી અનુષ્કાને શુભેચ્છાઓ આપીએ છીએ તે ખુબ આગળ વધે અને સુખી થાય.

About gujju

Check Also

રસ્તા પર ધૂત પડેલ વ્યક્તિની રક્ષા કરી રહ્યો હતો તેનો કૂતરો તમે જોયો કે નહિ વિડિઓ…

આજકાલના સમયમાં એક વ્યક્તિ કરતા મૂંગા પ્રાણીઓ પણ વધુ ભરોસો કરવામાં આવે છે. આજે ઘણાબધા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *