Breaking News

સ્કૂલોની 28 લાખ રૂપિયા દેવું ઉતારવા બે બહેનો વેચી રહી છે લીંબુપાણી, વાર્તા જાણીને…..

અમેરિકામાં બે બહેનો લીંબુ પાણી વેચીને ઘણી બધી સ્કૂલનું દેવું ઉતારવાના કામમાં લાગી છે. આ બંને બહેનોના નામ હેલી અને હન્ના હૈગર છે. આ બને બહેનો જ્યાં રહે છે ત્યાં ઘણીબધી સ્કૂલ દેવાના દબાણ હેઠળ છે અને આ બંને બહેનો દિવસ રાત મહેનત કરીને આ સ્કૂલના દેવા પુરા કરવા માટે લાગેલ છે.

નોર્થ કૈરોલિનામાં રહેવાવાળી હેલીની ઉમર ફક્ત 13 વર્ષ છે જયારે તેની બહેન હન્ના એ 11 વર્ષની જ છે. આ બંને બહેનનો ટાર્ગેટ છે કે તેમને 41 હજાર ડોલર એટલે કે 28 લાખ રૂપિયા ભેગા કરવા છે. હેલી અને હન્નાની માતા પ્રમાણે આ બને પોતાના જિલ્લાની એ સ્કૂલનું દેવું ઉતારવા માંગે જે સ્કૂલ ગરીબ બાળકોને ફ્રીમાં જમવાનું આપે છે અને આ સ્કૂલના દેવાને પૂરું કરવા માટે તે બંને લીંબુ પાણી વેચવાનું કામ કરે છે. આની માટે તેમણે એક સ્ટોલ પણ ખોલ્યો છે.

હેલી અને હન્નાની માતાના જણાવ્યા પ્રમાણે દીકરીઓને ખબર પડી કે તેમના જિલ્લાની ઘણી સ્કૂલો ઉપર 41 હજાર ડોલરનું દેવું છે તો તેમણે એ દેવાને પૂરું કરવા માટે નિર્ણય કરી લીધો. આ દેવું પૂરું કરવા આ બંને બહેનોએ લીંબુ પાણી વેચવાનું કામ શરુ કર્યું. આ બંનેને આશા છે કે એકદિવસ તેઓ જરૂર આ રકમ ભેગી કરી લેશે અને તે બધી સ્કૂલોનું દેવું ચૂકવી દેશે.

એરિન હૈગર જણાવે છે પહેલા તેમની દીકરો પોતાના દાદાના દવાખાના માટે પૈસા ભેગા કરવા માંગતી હતી પણ હવે જયારે તેમને ખબર પડી છે કે તેમના જિલ્લાની ઘણી સ્કૂલો પર સરકાર પાસેથી લેવામાં આવેલ પૈસા ચૂકવવાના બાકી છે તો તેમને પહેલા આ સ્કૂલોનું દેવું પૂરું કરવાની વિચારી લીધું. આખા જિલ્લાની વાત કરીએ તો ટોટલ 28 લાખ રૂપિયા દેવું છે. તેમના કહેવા મુજબ આ બધી સ્કૂલો એ બધા બાળકોને જમવાનું આપે છે જેમની પાસે પૈસા નથી અને તેને લીધે જ સ્કૂલ પર દેવું થઇ ગયું છે.

હેલી અને હન્ના હૈગરના આ પ્રયાસના બધા લોકો વખાણ કરી રહ્યા છે અને જેમ જેમ લોકોને ખબર પડી રહી છે તેમ તેમ લોકો આ બંને બહેનોની મદદ કરવા આગળ આવી રહ્યા છે. એરિન હૈગર જે આ બંને દીકરીઓની માતા છે તે જણાવે છે કે ફેસબુક પર ચલાવવામાં આવેલ મુહિમથી તેમને ઘણી મદદ મળી હતી. ઘણા લોકો અમુક વસ્તુઓ પણ ડોનેટ કરી રહ્યા છે.

તમને અમારી આ માહિતી કેવી લાગી કોમેન્ટમાં જરૂર જણાવજો. આવી જ રસપ્રદ માહિતી માટે જોડાયેલા રહો અમારી સાથે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *