Breaking News

આટલા સમય કરતાં વધારે સ્નાન કરતા હોય તો થઈ જાવ સાવધાન, જાણો નાહવાની આયુર્વેદિક રીત…

સામાન્ય રીતે દરરોજ સવારે સ્નાન કરવું એક સારી આદત છે, જેનાથી શરીર અને મગજ બંને રિફ્રેશ થઈ જાય છે અને ફોકસમાં વધારો થાય છે પરંતુ શું તમે જાણો છો કે નાહવાની આયુર્વેદિક રીત શું છે? તમને જણાવી દઈએ કે જો તમે વધારે સમય સુધી સ્નાન કરો છો તો તે શરીર માટે ખતરનાક બની શકે છે, જેનાથી ડ્રાય સ્કિન જેવી સમસ્યાઓ પણ પેદા થાય છે. આવી સ્થિતિમાં આયુર્વેદિક ડોક્ટર રેખા આજે આપણને નાહવાની આયુર્વેદિક રીત જણાવવા જઈ રહ્યા છે. તો ચાલો આપણે જાણીએ કે આ રીત કઈ છે.

ડોક્ટરે રેખાના કહ્યા અનુસાર સ્નાન કરવાના 10 મિનિટ પહેલા અભંગ્ય કરવું જોઈએ. અભંગ્ય એટલે કે માથામાં તેલની માલિશ કરવી જોઈએ. જેનાથી મગજ સક્રિય બને છે સાથે સાથે તમારી ત્વચા પણ એકદમ કોમળ અને મુલાયમ બની જાય છે.

આયુર્વેદ પ્રમાણે 10 મિનિટથી વધારે શરીરનું પાણીના સમ્પર્કમાં રહેવું હાનિકારક માનવામાં આવે છે. કારણ કે જેટલો સમય તમે સ્નાન કરવાના પાણીમાં રહેશો એટલી જ તમારી ત્વચા માંથી પ્રાકૃતિક તેલ દૂર થવાનો ભય વધે છે.

આર્યુવેદની સ્નાન કરવાની એક નાનકડી ટિપ્સ છે, જે અનુસાર સ્નાન માટે ઠંડા પાણી કરતા વધારે નવશેકું પાણી ફાયદાકારક છે. આ સાથે વધારે ગરમ અથવા ઠંડા પાણીથી સ્નાન કરવાથી સ્કિન ડ્રાય થઇ જાય છે.

આર્યુવેદ ફુવારા થી સ્નાન કરવાને બદલે ડોલથી સ્નાન કરવાની સલાહ આપે છે. કારણ કે ડોલ થી સ્નાન કરવાથી પાણી માથાથી લઈને પગ સુધી ધીમે ધીમે જાય છે, જે ત્વચાને કોમળ અને ચમકદાર બનાવે છે. જ્યારે ફુવારામાં પાણીનો તેજ બહાવ હોવાને લીધે કુદરતી ઓઇલ શરીર પર રહેતું નથી.

સ્નાન કરવા માટે પ્રાકૃતિક સાબુનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય તમે પ્રાકૃતિક સાબુની જગ્યાએ હર્બલ પાવડર નો પણ ઉપયોગ કરી શકો છો. આર્યુવેદિક નિષ્ણાતો અનુસાર સ્નાન કરવા હર્બલ પાવડર બનાવવા માટે ત્રિફળા પાવડર નો પાવડર, બેલનો પાવડર અને લીલા ચણા નો પાવડર બરાબર મિક્સ કરી લેવો જોઈએ.

આર્યુવેદિક નિષ્ણાતો કહે છે કે સ્નાન કરીને છેલ્લે ભીની ત્વચા પર થોડા તલ નું તેલ લગાવવું જોઇએ. જેના પછી મુલાયમ રૂમાલની મદદથી ત્વચાને સૂકવી જોઈએ. આ બજાર વાળા મોશ્ચરાઈઝર કરતા સારો વિકલ્પ છે.

About gujju

Check Also

આ દેશમાં મળ્યા ભગવાન રામ સાથે જોડાયેલ ખાસ પુરાવા, જાણો શું છે આખી બાબત…

આપણા દેશમાં ભગવાન રામની પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન રામને લઈને આપણા દેશમાં ઘણી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *