Breaking News

બિગ બોસમાં સલમાન ખાને ઉડાવી હતી સિદ્ધાર્થ ના મોત ની મજાક, હવે ચાહકો લઈ રહ્યા છે ભાઈજાનની ક્લાસ….

સામાન્ય રીતે મજાક કરવાની પણ એક રીત હોય છે. આ સાથે મજાક હંમેશા પોતાની હદમાં રહીને કરીએ તો તે સારું લાગે છે. એવી ઘણી વસ્તુઓ છે, જેની આપણે ક્યારેય મજાક ના કરવી જોઈએ પરંતુ કેટલાક લોકો એવા હોય છે જે દરેક સ્થિતિમાં કોમેડી કરતા રહે છે. સલમાન ખાને પણ હાલમાં કંઈક આવું જ કર્યું હતું. હકીકતમાં સલમાને બિગ બોસ 13 ની સિઝનમાં સિદ્ધાર્થ શુક્લા ના મૃત્યુ ની મજાક ઉડાવી હતી. આ ઘટનાના આશરે બે વર્ષ બાદ તેમની મજાક સાચી પડી છે. આવામાં ચાહકો સલમાન ખાનથી બહુ નારાજ છે. તમને જણાવી દઈએ કે સિધ્ધાર્થના મૃત્યુ ની મજાક ઉડાવનાર ભાઈજાન નો એક જુનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

નોંધપાત્ર રીતે સિદ્ધાર્થ શુક્લા નું ગુરૂવારના દિવસે સવારે અચાનક નિધન થઈ ગયું હતું. તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક બતાવવામાં આવી રહ્યું છે. સિદ્ધાર્થને સ્મોકિંગ કરવાની ખરાબ આદત હતી. આ વાતનો ખુલાસો ખુદ અભિનેતાએ બીગ બોસની સિઝનમાં કર્યો હતો. તેઓ પોતાના ફેફસામાંથી બધો જ કાર્બન બહાર કાઢવા માગતા હતા પરંતુ તેના પહેલાં જ ભગવાને તેઓને પોતાની પાસે બોલાવી લીધા.

આશરે 40 વર્ષની ઉંમરે દુનિયા છોડી દેનાર સિદ્ધાર્થ ના ચાહકો ખૂબ દુઃખી છે. સિદ્ધાર્થ આ સમય દરમિયાન સફળતાની ટોચ પર હતો અને ફેન્સ તેને બીજા ઘણા શોનો ભાગ બનતા જોવા માંગતા હતા. બિગ બોસની સિઝન જીત્યા પછી તેની લોકપ્રિયતામાં ઘણો વધારો થયો હતો. સિદ્ધાર્થ પોતાની ઈમાનદારી, સમજદારી અને ગુસ્સાને લીધે ચર્ચામાં આવ્યા હતા. આ સાથે શોમાં તેમનું નામ શહેનાઝ ગીલ સાથે જોડાયું હતું. તેઓ બંને એકબીજા પર ફિદા થઇ ગયા હતા પરંતુ જ્યારે શહેનાઝ ને સિદ્ધાર્થના મૃત્યુની ખબર મળી ત્યારે તે એકદમ દુઃખી થઈ ગઈ હતી. તેણીની સિદ્ધાર્થના અંતિમ સંસ્કારમાં પણ રડતા જોવા મળી હતી અને તેની હાલત ખૂબ જ ખરાબ હતી.

સિધ્ધાર્થના મૃત્યુ પછી તેમની જિંદગી સાથે જોડાયેલા ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યા છે. આ પૈકી એક સલમાન ખાન અને સિદ્ધાર્થ શુક્લા નો વિડીયો પણ જોરદાર ટ્રેડ કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે બિગ બોસ 13 માં સિદ્ધાર્થ શુક્લાની તબિયત અચાનક ખરાબ થઈ ગઈ હતી. આવામાં તેઓને ઘરની બહાર રહીને પોતાનો ઈલાજ કરાવવો પડયો હતો. તેઓ હોસ્પિટલ બેડ પર હતા. જો કે ઘરમાંથી દૂર રહ્યા પછી પણ તેમનો શોમાં દબદબો કાયમ હતો. આ શોમાં સલમાન સિદ્ધાર્થની આ દુનિયા છોડીને જવાની મજા કરી હતી અને હવે તેમના મૃત્યુ પછી લોકો સલમાનની મજાક પસંદ કરી રહ્યા નથી.

આ વીડિયોમાં સલમાન સિદ્ધાર્થની મજાક કરતા નજરે પડે છે. તેઓએ કહે છે કે લોકોએ તો તમને સેફ કરી દીધા, હવે જોઈએ કે ઉપરવાળો તમને સેફ કરે છે કે નહીં. આ વાત સલમાનને ત્યારે કરી હતી જ્યારે સિદ્ધાર્થ હોસ્પિટલમાં ભર્તી હતા અને લોકો તેમને વોટ કરીને બચાવી રહ્યા હતા. આ દરમિયાન સલમાને બિગ બોસના સેટ પર વીડિયો કોલની માધ્યમથી અસ્પતાલ માં બેડ પર રહેલા સિદ્ધાર્થ સાથે વાત કરી હતી. જોકે સલમાને આ બધું મજાકમાં કહ્યું હતું અને સિદ્ધાર્થ પણ તેમના પર કરવામાં આવેલી મજાક સાંભળી હસી રહ્યો હતો પરંતુ હવે આ મજાક સાચી પડી છે ત્યારે લોકોનો ગુસ્સો કાબુ બહાર જઇ રહ્યો છે.

About gujju

Check Also

ટ્રેનમાં બાજુવાળાની બકબકથી કંટાળી જાવ છો હવે નહિ થવું પડે હેરાન…

ટ્રેનમાં મુસાફરી કરવી એ આમ તો બહુ સુખદ હોય છે પણ ઘણીવાર બાજુની સીટ પર …

Leave a Reply

Your email address will not be published.