Breaking News

તમારા ચહેરાને ચમકદાર બનાવવા માટે લગાવી દો આ ખાસ વસ્તુ, ખીલ ડાઘ વગેરેથી મળી જશે તરત જ છુટકારો….

દોસ્તો ખીલ, ડાઘ અને બ્લેક હેડ્સ ચહેરાની સૌથી સામાન્ય સમસ્યા છે. જેનાથી રાહત મેળવવા માટે મહિલાઓ બ્યુટી પાર્લરમાં જતી હોય છે પરંતુ ખીલ અને ડાઘથી રાહત મેળવવી ખૂબ જ અઘરી છે. જોકે તમે ત્વચા પર બેકિંગ સોડાજો ઉપયોગ કરો છો તો તમને તરત જ રાહત મળી જાય છે.

તમને જણાવી દઈએ કે બેકિંગ સોડા ત્વચાની મોટાભાગની બીમારીઓમાં રાહત આપે છે. આજ પહેલા તમે બેકિંગ સોડાનો ઉપયોગ ખોરાકમાં કર્યો હશે પરંતુ તમે તેનો ઉપયોગ ખીલ, હઠીલા ડાઘ અને બ્લેક હેડ્સ દૂર કરવા માટે પણ કરી શકો છો.

તમે જણાવી દઈએ કે બેકિંગ સોડા ખીલ તથા બ્લેક હેડ્સ દૂર કરવા માટે ખૂબ કારગર છે. તે ત્વચા પરથી ખરાબ કોષોને દૂર કરીને છિદ્રોને સાફ કરે છે. આ માટે 1 ચમચી બેકિંગ સોડાને 1 ચમચી પાણી જોડે મિક્સ કરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. ત્યારપછી તમારા ચહેરાને ધોઈ અને સૂકવી દો. ત્યારબાદ ખીલથી પ્રભાવિત ત્વચા પર પેસ્ટની માલિશ કરો. જેના પછી તેને 2 થી 3 મિનિટ સુધી રહેવા દો. હવે ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. આ પછી ચહેરા પર મોઇશ્ચરાઇઝરનો ઉપયોગ કરવાનું ભૂલશો નહીં. જો તમે અઠવાડિયામાં 2 થી 3 દિવસ આ ઉપાય કરો છો તો ખીલ ડાઘ કાયમ માટે દૂર થઈ જશે.

જો તમે ચહેરાને ચમકદાર બનાવવા માંગો છો તો તમારે 1 ચમચી બેકિંગ સોડાની અંડર 2 ચમચી નારંગીનો રસ ઉમેરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. ત્યારબાદ હાથ અને ચહેરો ધોઈને સારી રીતે સુકાવો. આ પછી પેસ્ટને જેમ ચહેરા પર લગાવો છો એજ રીતે હાથ ઉપર પણ લગાવી દો. ત્યારબાદ 15 મિનિટ પછી હળવા પાણીથી મસાજ કરો. આવું કરવાથી તમારી ત્વચા એકદમ ચમકદાર બની જશે.

જો તમારા ચહેરા પર કાળા ડાઘ થઈ ગયા છે તો તમારે 1 ચમચી બેકિંગ સોડા અને 1 ચમચી લીંબુનો રસ ભેગું કરીને પેસ્ટ બનાવી લેવી જોઈએ. ત્યારબાદ ચહેરો સારી રીતે ધોઈને તેને સુકાવો. હવે આ પેસ્ટને ફોલ્લીઓ પર લગાવો. જેના પછી જ્યારે 1 થી 2 મિનિટ સુધી સુકાઈ જાય ત્યારે ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો. તમે સપ્તાહમાં 2 થી 3 વખત આ ઉપાય કરી શકો છો.

જો તમારા ચહેરા પર વધારાના વાળ આવી ગયા છે તો તમારે 200 મિલી ઉકળતા પાણીની અંદર 1 ચમચી બેકિંગ સોડા ભેગું કરીને જ્યારે તે ઠંડુ થાય ત્યારે કપાસની મદદથી ચહેરા પર લગાવી દો અને સૂઈ જાઓ. ત્યારબાદ સવારે ઉઠ્યા બાદ પેસ્ટ દૂર કરીને ચહેરો ધોઈ લો અને મોઈશ્ચરાઈઝર લગાવો. તમે વાળ દૂર ના થાય ત્યાં સુધી આ ઉપાયનો ઉપયોગ કરી શકો છો.

નોંધ- તમને જણાવી દઈએ કે ચહેરા અથવા ત્વચા પર કંઈપણ લગાવતા પહેલા પેચ ટેસ્ટ કરવો ખુબ જ જરૂરી છે. પેચ ટેસ્ટ કરવા માટે તે વસ્તુને હાથ પરના ખૂબ નાના વિસ્તાર પર લગાવવાનો પ્રયાસ કરો. જો થોડા સમય પછી કોઈ સમસ્યા ન હોય તો તમે તેનો ઉપયોગ ચહેરા પર કરી શકો છો.

About gujju

Check Also

શુ ઐશ્વર્યા બનશે તારક મહેતા ની નવી દયા ભાભી જાણો અહીં…

દરેકનો મનપસંદ શો અને બહુ જાણીતો સિરિયલ સ્ટાર મહેતાકા વિપરીત ચશ્મા સાથે ખૂબ જ સારા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *