Breaking News

16 કરોડ હોવા છતાં રાહુલ ગાંધીએ લોકો પાસેથી લઇ રાખ્યા છે ઉધાર પૈસા, માતા સોનિયાના માથે પણ છે દેવું…

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અનુસાર તેઓ એકદમ સાધારણ જિંદગી જીવે છે અને તેમની પાસે પોતાની કાર પણ નથી. આટલું જ નહીં તેઓ દેવાથી ડૂબેલા છે. દેશની સૌથી મોટી કોંગ્રેસ પાર્ટી ના અધ્યક્ષ રહી ચુકેલા રાહુલ ગાંધીની વાત પર વિશ્વાસ કરવામાં આવે તો તેમની પાસે ફક્ત 40 હજાર રૂપિયા સુધીની બચત છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ થોડાક વર્ષો પહેલાં પોતાનું નામાંકન દાખલ કરતી વખતે કહ્યું હતું કે તેમની પાસે ફક્ત 15.88 કરોડની સંપત્તિ છે.

ગઈ લોકસભાની ચુંટણી દરમિયાન રાહુલે નામાંકન માટે પ્રસ્તુત કરેલા સોગંદનામામાં લખ્યું હતું કે તેમની પાસે 15.88 કરોડ રૂપિયાની આસપાસ સંપત્તિ છે. જ્યારે વર્ષ 2014માં લોકસભા ચૂંટણી દરમિયાન રાહુલે પોતાની કુલ સંપત્તિ 9.40 કરોડ રૂપિયા બતાવી હતી, એટલે કે 2014 થી 2019 રાહુલ ગાંધી ની સંપત્તિ માં 6,4877,000 હજાર રૂપિયાનો વધારો થયો છે.

સોગંદનામામાં રાહુલ ગાંધીએ કહ્યું કે તેમની પાસે કાર પણ નથી. આ સાથે તેઓએ ઘણી જગ્યાએથી ઉધાર પૈસા લઈ રાખ્યા છે. રાહુલ અનુસાર તેમના પર વિવિધ બેંકો અને પૈસાદાર સંસ્થાઓનું 72 લાખ રૂપિયા સુધીનું દેવું છે. રાહુલના કહ્યા અનુસાર તેમની માતાએ તેમને પાંચ લાખ રૂપિયાનું દેવું આપ્યું છે. આ સિવાય તેમની પાસે 40 હજાર રૂપિયા સુધીની રોકડ છે અને વિભિન્ન બેંકોમાં તેમને 17.93 લાખ રૂપિયા જમા કરાવી રાખ્યા છે.

રાહુલ ગાંધીએ 5.19 કરોડ રૂપિયા અલગ-અલગ કંપનીઓના બ્રાન્ડ અને શેરોમાં લગાવી રાખ્યા છે. તેમની પાસે 333.3 ગ્રામ સોનું છે. આ સાથે તેમની જમીન વિશે વાત કરીએ તો રાહુલ પાસે દિલ્હીના સુલતાનપુર ગામમાં ખેતી લાયક જમીન છે. સોગંદના અનુસાર રાહુલ પાસે ગુરુગ્રામ માં બે કાર્યાલય છે. તેની વિરુદ્ધ પાંચ કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. એમાંથી બે મામલાઓ મહારાષ્ટ્રમાં પેન્ડિંગ છે અને એક એક મામલો ઝારખંડ, અસમ અને નવી દિલ્હીમાં પેન્ડિંગ છે.

તેમની આવકનો મુખ્ય સ્ત્રોત ભાડુ, રોયલ્ટી, બ્રાન્ડ માંથી મળનાર વ્યાજ, મ્યુચ્યુઅલ ફંડ સહિત બીજી અન્ય વસ્તુઓ છે. સોગંદનામા અનુસાર વર્ષ 2017-18 માં તેમની કુલ આવક 1 કરોડ 11 લાખ 85 હજાર 570 રૂપિયા હતી.

નોંધપાત્ર રીતે ચૂંટણી લડતા પહેલા દરેક ઉમેદવાર વ્યક્તિએ પોતાનું સોગંદનામું ભરવું પડે છે. આ ચૂંટણીના સોગંદનામામાં ઉમેદવારોએ પોતાના અભ્યાસ, આવક, સંપતિ સહિત બીજી અંગત જાણકારી આપવાની હોય છે. જો કોઇ ઉમેદવાર તેમાં ખોટી જાણકારી ભરે છે તો તેને ચૂંટણી આયોગ દ્વારા સજા આપવાનો પણ અધિકાર છે અને જેલમાં પણ જવું પડી શકે છે.

About gujju

Check Also

આ દેશમાં મળ્યા ભગવાન રામ સાથે જોડાયેલ ખાસ પુરાવા, જાણો શું છે આખી બાબત…

આપણા દેશમાં ભગવાન રામની પૂજા અર્ચના કરવામાં આવે છે ભગવાન રામને લઈને આપણા દેશમાં ઘણી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *