Breaking News

પોતાના બંને બાળકોની ભારતમાં જ પરવરિશ કરવા માંગતી હતી માધુરી દીક્ષિત, જાણો તેની પાછળનું રસપ્રદ કારણ…

જ્યારે પણ બોલિવૂડની ટોચની અભિનેત્રીઓના નામ લેવામાં આવે છે ત્યારે તેમાં માધુરી દીક્ષિતનું નામ સૌથી ઉપર લેવામાં આવે છે. માધુરીએ પોતાના ફિલ્મી કરિયર દરમિયાન ઘણી હિટ ફિલ્મો આપી છે અને પોતાના આકર્ષક સ્મિતથી લાખો લોકોને પોતાના દીવાના બનાવ્યા છે. માધુરી હાલમાં પારિવારિક જીવન જીવી રહી છે અને તેમના બે બાળકો આરીન અને રાયન છે. માધુરીએ લગ્ન પછી 12 વર્ષ બાદ બે બાળકોને જન્મ આપ્યો હતો અને હાલમાં તે પોતે બાળકોના પાલન પોષણ માટે ભારત પરત ફરી છે.

તમને જણાવી દઈએ કે માધુરીએ લગ્નના બાર વર્ષ સુધી ડેનવરમાં સમય વીતાવ્યો હતો. જ્યાં તેણે પતિ અને બાળકો સાથે ખૂબ મજા માણી હતી. આ દરમિયાન તે સોશિયલ મીડિયાથી પણ ઘણી દૂર હતી અને ખૂલીને પોતાની જિંદગીની મજા માણી રહી હતી. માધુરી પોતાના બાળકો સાથે પાર્કમાં જતી હતી અને ખૂબ મજાક કરતી હતી. એક ઇન્ટરવ્યૂ દરમિયાન માધુરીને જ્યારે પૂછવામાં આવ્યું કે તેને ડેનવરમાં વધારે સમય સુધી રોકાવું પડ્યું હોત તો? માધુરીએ આ સવાલનો જવાબ આપતાં કહ્યું કે જો હું યુ.એસ.એ.માં રોકાતી તો મારા બાળકો પશ્ચિમી સંસ્કૃતિની અપનાવી લેતા અને ભારતીય સંસ્કૃતિથી દૂર થઈ જતા. ત્યારબાદ દેશની બદલી કરવી ખૂબ જ મુશ્કેલ ભર્યુ કામ થઈ જતું.

રસપ્રદ વાત એ છે કે માધુરી એક સિક્રેટ મધર તરીકે ઓળખવામાં આવે છે. તે પોતાના બાળકોને હંમેશા સારા સંસ્કારો આપતી રહે છે. માધુરી કહે છે કે જ્યારે બાળકોને નાની ઉંમરથી સારી આદતો શીખવાડી દેવામાં આવે છે તો તેઓ આગળ જઈને ખૂબ જ સારા વ્યક્તિ બને છે. માધુરીએ પોતાના બાળકોના ઉછેર માટે ભારત દેશ ની પસંદગી કરી હતી કારણ કે અહીંના રિવાજો અને સંસ્કૃતિ બાળકોને સારા સંસ્કાર શીખવે છે. માધુરી નું માનવું છે કે તેણીની બાળકોને સંસ્કારની સાથે સાથે યોગ્ય નિર્ણય લેવાની સમજ પણ આપવા માંગે છે.

માધુરી એક ફેમસ અને ધનવાન અભિનેત્રી હોવા છતાં પોતાના બાળકોને લઇને ખૂબ ચિંતા કરે છે. જેનાથી તેમના બાળકોને સારા વ્યક્તિ બની શકે.. એકબાજુ જ્યાં પૈસા આવવા પર લોકો પોતાના બાળકોને બગાડી દે છે તો માધુરી દીક્ષિત આવું કરવાનું પસંદ કરતી નથી. માધુરી દીક્ષિત દરેક માતાની જેમ બાળકોને દરેક જગ્યાએ નવું નવું શીખવાડતી રહે છે. તેણીની બાળકોમાં નાની ઉંમરથી સંસ્કાર અને સારી આદતોની સમજ શીખવાડવા માંગે છે.

About gujju

Check Also

વિશ્વના આવા ઘણા દેશો જેમની પોતાની સેના નથી તેઓ પોતાની સરહદોનું આ રીતે રક્ષણ કરે છે…

કોઈપણ દેશની સુરક્ષા તે દેશની સેના દ્વારા કરવામાં આવે છે. દરેક દેશની સુરક્ષાની જવાબદારી દળો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *