Breaking News

સલામ !! સાયકલ લઈને 20 મિનિટમાં 9 કિલોમીટર દૂર ભોજન લઈને પહોંચ્યો ઝોમેટો બોય, ભાવુક થઈને વ્યક્તિએ અપાવી દીધી બાઈક…

ઓનલાઇન ફૂડ ડિલિવરીનું પ્રચલન બહુ જલદી વધી રહ્યું છે. દરેક વ્યક્તિ ઘરે બેઠા બેઠા મનપસંદ ભોજનનો ઓર્ડર આપી રહ્યો છે પરંતુ ઘરે બેઠા આપણે જે ભોજનનો આનંદ ઉઠાવી રહ્યા છીએ, તેની પાછળ ઘણા લોકોની મહેનત જવાબદાર છે. જેની કિંમત આપણે આસાનીથી સમજી શકતા નથી. પહેલા તો ખેડૂત કે જે રાત દિવસ મહેનત કરીને અન્નને ઉગાડે છે અને બીજા એ લોકો કે જેવો ભોજનને મહેનત કરીને સુરક્ષિત રીતે આપણી પાસે પહોંચાડે છે. હકીકતમાં અમે વાત કરી રહ્યા છીએ એક ડિલિવરી બોય વિશે કે જેને નવ કિલોમીટર દૂર રહેલો ઓર્ડર સાઇકલ દ્વારા પૂરો કર્યો હતો. જેના પછી બધા જ લોકોની ડિલિવરી બોય પ્રત્યેની ભાવના ઘણી વધી ગઈ છે.

તમને જણાવી દઇએ કે આ સમગ્ર મામલો હૈદરાબાદના કિંગ કોટી વિસ્તારનો છે. જ્યાં એક ડીલેવરી બોયે ફક્ત 20 મીનીટની અંદર ઓર્ડર ડીલીવર કરી દીધો હતો. હૈદરાબાદમાં રહેનાર મુકેશે ગુરુવારની રાતે સાડા દસ વાગે ભોજન માટે ઓર્ડર કર્યો હતો અને આ ઓર્ડરને મોહમ્મદ અકીલ અહમદ નામના એક વ્યક્તિએ સાઇકલ દ્વારા 20 મિનિટમાં રોબીનના લોકેશન સુધી પહોંચાડી દીધો હતો હતો.

અકીલની આ જોરદાર મહેનત જોઈને રોબિન ખૂબ પ્રભાવિત થયા હતા અને તેઓએ અકીલ સાથે એક તસવીર ક્લિક કરીને ફેસબુક પર શેર કરી હતી. જેના પછી આ મામલો ખૂબ જ વાયરલ થઈ ગયો હતો. આ ફેસબુક પોસ્ટમાં રોબિને અકીલની સમગ્ર કહાની જણાવી હતી. જેને વાંચ્યા પછી ઘણા લોકોએ ડીલેવરી બોડી પ્રશંસા કરી હતી. આ સાથે અમુક લોકોએ તો સુઝાવ આપ્યો હતો કે તેઓને અકીલ માટે કંઈક કરવું જોઈએ.

લોકો તરફથી સારી પ્રતિક્રિયા મળ્યા બાદ રોબિને 15 જુનના દિવસે પોતાના મિત્રો સાથે મળીને એક અભિયાનની શરૂઆત કરી હતી અને આ અભિયાનની સારી અસર થઈ અને જોતજોતામાં 10 કલાકની અંદર 70 હજારથી વધારે પૈસા ભેગા કરી લીધા હતા. તેઓએ આ પૈસાથી એક બાઇક ખરીદી અને બાકી વધેલા પૈસા દ્વારા અકીલની કોલેજની ફી જમા કરાવી હતી.

જ્યારે આ મિશન પૂરું થયું ત્યારે ગયા શુક્રવારે રોબિને ફેસબુક પોસ્ટમાં બતાવ્યું કે અકીલને એક ચમકદાર બાઈક મળી ગઈ છે અને અમે અમારું વચન પૂરું કર્યું છે. અમે અખિલ ને રેનકોટ, હેલ્મેટ, માસ્ક પેકેટ અને સેનેટાઈઝર સાથે ટીવીએસ બાઈક પણ આપી છે. આ સાથે બાકી વધેલા પૈસા અકીલ ને આપ્યા છે.

તમને જણાવી દઈએ કે અકીલની ઉંમર ફક્ત 21 વર્ષ છે અને તે એન્જિનિયરનો વિદ્યાર્થી છે. જોકે અકીલે કહ્યું કે તેની આર્થિક સ્થિતિ સારી ન હોવાને કારણે તે સાયકલ ઉપર ફૂડ ઑર્ડર ડીલેવરી કરતો હતો અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેને સાઇકલ ની આદત થઈ ગઈ હતી. આ સાથે તેની પાસે ગાડી નહોતી અને તે પોતાની ચિંતા કર્યા વગર કામ કરી રહ્યો હતો. જોકે આજે ગાડી મળવાને કારણે અકીલ ખૂબ ખુશ છે અને લોકો ની ઉદારતા માટે ખુબ જ આભાર માની રહ્યો છે.

About gujju

Check Also

શુ ઐશ્વર્યા બનશે તારક મહેતા ની નવી દયા ભાભી જાણો અહીં…

દરેકનો મનપસંદ શો અને બહુ જાણીતો સિરિયલ સ્ટાર મહેતાકા વિપરીત ચશ્મા સાથે ખૂબ જ સારા …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *