Breaking News

વિરાટ કોહલીએ ઈન્સ્ટાગ્રામ પર તોડી નાખ્યા બધા રેકોર્ડ, બન્યા આ પહેલા ભારતીય….

ભારતીય ક્રિકેટ ટીમના કપ્તાન વિરાટ કોહલી પરફોર્મન્સની બાબતમાં ભલે ગમે તેવા રહ્યા હોય પરંતુ તેઓ સોશિયલ મીડિયા પર સૌથી હિટ રહે છે. તેની સાબિતી શુક્રવારે મળી ગઈ હતી, જ્યારે વિરાટે ઇન્સ્ટાગ્રામ પરના બધા જ રેકોર્ડ તોડી નાખ્યા હતા.

હકીકતમાં વિરાટ કોહલીના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 150 મિલિયન ફોલોવર્સ થઈ ગયા છે. આ સફળતા પ્રાપ્ત કરનાર વિરાટ કોહલી એકમાત્ર ભારતીય છે અને તેઓ રમત જગત ની દ્રષ્ટિએ દુનિયાના સૌથી વધુ ફોલોવર્સ ધરાવતા લોકોમાં ચોથા સ્થાન પર સ્થાન ધરાવે છે.

ટોપ પર ક્રિસ્ટિયાનો રોનાલ્ડો :- 337 મિલિયન ફોલોવર્સની સાથે ફેમસ ફૂટબોલર રોનાલ્ડો આ યાદીમાં ટોચ પર સ્થાન ધરાવે છે. જ્યારે બીજા નંબર પર લિયોનેલ મેસ્સી છે, જેઓના ઈન્સ્ટાગ્રામ પર 260 મિલિયન ફોલોવર્સ છે. આ સાથે નેમાર જુનિયર 160 મિલિયન ફોલોવર્સની સાથે ત્રીજા નંબર પર છે.

ટીમ ભારતના કેપ્ટન વિરાટ કોહલી ના ઈન્સ્ટાગ્રામ ફોલોવર્સની બાબતમાં એશિયન સેલેબ્સ ની યાદીમાં સૌથી આગળ છે. કોહલી ઈન્સ્ટાગ્રામ પર 75 મિલિયન ફોલોવર્સ સુધી પહોંચનાર એકમાત્ર એશિયન વ્યક્તિ બન્યા હતા.

ઈન્સ્ટાગ્રામ સિવાય વિરાટ કોહલી ટ્વીટર કર અને ફેસબુક જેવા બીજા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જબરદસ્ત ફેન ફોલોવિંગ ધરાવે છે. અત્યાર સુધી તેમના ટ્વીટર પર 43.4 મિલિયન અને ફેસબુક પર 48 મિલિયન ફોલોવર્સ છે.

હાલમાં ભારતીય ક્રિકેટર વિરાટ કોહલી અને બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર અને રણવીર સિંહ જેવા દિગ્ગજ સેલેબ્સ ને પછાડીને આગળ નીકળી ગયો છે અને ઈન્સ્ટાગ્રામ પર એશિયન લોકોની યાદીમાં સૌથી પહેલા નામ બનાવ્યું છે.

About gujju

Check Also

નોરા ફતેહીના શેર થઇ રહેલ આ બોલ્ડ અને બિન્દાસ ફોટો તમે જોયા કે નહિ?

પોતાના ડાન્સથી આજે લાખો લોકો તેના દિવાના છે પોતાની સુંદરતાથી આજે અનેક લોકો તેના ચાહકો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *