Breaking News

બબીતાજી નહીં પરંતુ આ ખૂબસૂરત અપ્સરા સાથે ડેટિંગ કરવાના સપના જુએ છે આપણા જેઠાલાલ, જાણીને લાગશે નવાઇ….

ચેનલના ફેમસ શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા ખૂબ જ લોકપ્રિય છે. આ શો લગભગ ચાર વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહ્યો છે. આ સાથે જેટલો ફેમસ આ શો છે એટલા જ ફેમસ આ શોમાં કામ કરતા કલાકારો પણ છે. આ બધા જ કલાકારોને ખૂબ પસંદ કરવામાં આવે છે અને દરેક વ્યક્તિ તેમના વ્યક્તિગત જીવન વિશે જાણવા માંગે છે.

હકીકતમાં દિલીપ જોશી આ શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવી રહ્યા છે. દિલીપ જોશીને તેમના મનોરંજક અંદાજ માટે દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવે છે. આ સાથે જેઠાલાલ અને બબીતાજી ની કેમેસ્ટ્રી પણ પસંદ આવે છે. આમ જોવા જઈએ તો જેઠાલાલ બબીતાજી પાછળ પોતાની જાન આપવા માટે પણ તૈયાર રહે છે પંરતુ જ્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે તેમની ડ્રીમ ગર્લ કોણ છે? તો દીલીપ જોશીએ એક એવી વ્યક્તિનું નામ લીધું હતું કે જેના વિશે જાણીને તમે પણ હેરાન રહી જશો.

તમને જણાવી દઈએ કે જેઠાલાલ બબીતાજી ને ખૂબ પ્રેમ કરે છે પરંતુ રસપ્રદ વાત એ છે કે વાસ્તવિક જીવનમાં તેમની ડ્રીમ ગર્લ બબીતાજી નહીં પરંતુ બીજું કોઈ છે. દિલીપ જોષીની હમસફર જયમાલા જોશી છે, જેમના સાથે તેઓ રોમેન્ટિક ડેટ પર જવા માંગે છે. દિલીપ જોષીએ કહ્યું કે હું મારી પત્ની સાથે નદી કિનારે જવા માંગુ છું. આ સાથે ઇટાલિયન અથવા લેબનીઝ ભોજન ખાવા માંગીએ છીએ. આ સાથે તેઓએ પોતાના ફેવરિટ વેકેશન વિશે પણ જણાવ્યું હતું. તેઓએ કહ્યું કે જ્યારે અમે લંડન ગયા હતા ત્યારે તો અમે રસોઈ ના નામ પર એક રેસ્ટોરનટ મળી હતી, જેનું ભોજન અમને બહુ પસંદ આવ્યું હતું.

રસપ્રદ વાત એ છે કે જેઠાલાલનો કિરદાર ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થાય છે. આ શો સાથે જોડાયેલી ઘણી વસ્તુઓ ઇન્ટરનેટ પર ધમાલ મચાવે છે. જેમાંથી કેટલાક લોકો મિમ્સ બનાવે છે તો કેટલાક લોકો તેના વિડીયો બનાવીને શેર કરે છે. જો આપણે દિલીપ વિશે વાત કરીએ તો તેઓએ આ શોમાં જેઠાલાલનું પાત્ર નિભાવ્યું છે. તેઓ શરૂઆતથી જ આ શોનો હિસ્સો બની જ ગયા છે અને દર્શકોનો પણ તેમને ખૂબ પ્રેમ મળી રહ્યો છે.

About gujju

Check Also

એક સામાન્ય સાયકલ લઈને શપથ લેવા પહોંચે છે આ મંત્રી, તેમના વિષે જાણીને તમને નવાઈ લાગશે…..

ચૂંટણી પછી એક મંત્રી કે જે પહોંચે છે સાયકલ લઈને. અનેક નેતાઓ અને મંત્રીઓ તેમની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *