Breaking News

શો હોસ્ટ કરવા માટે દમદાર થી વસૂલે છે આ સિતારાઓ, એક એપિસોડ માટે ચાર્જ કરે જે કરોડો રૂપિયા…

ટીવી પર ઘણા રિયાલિટી શો જોવા મળી જાય છે અને આ રિયાલિટી શો હિટ થવા પાછળનું કારણ તેમાં કામ કરતા હોસ્ટ છે. આ ફેમસ હોસ્ટ શોની હોસ્ટિંગ કરવા માટે સિતારાઓ મોટી ફી ચાર્જ કરે છે, જેના વિશે જાણીને તમને અવશ્ય નવાઈ લાગશે. તો ચાલો આપણે જાણીએ કે ટીવી જગતમાં ફેમસ રિયાલિટી શો હોસ્ટ કરવા માટે સિતારાઓ કેટલી ફી ચાર્જ કરે છે.

ભારતી સિંહ અને હર્ષ લીમ્બાચીયા :- ભારતી અને હર્ષ લીમ્બાચીયા ની જોડી લોકોને ખૂબ જ પસંદ આવે છે. આ બંને એકસાથે ઘણા શો હોસ્ટ કરી ચૂક્યા છે. ભારતી જ્યાં એક એપિસોડના 6 થી 7 લાખ રૂપિયા ચાર્જ કરે, ત્યાં તેમના પતિ હર્ષ લીમ્બાચીયા એક એપિસોડ માટે 3 થી 4 લાખ રૂપિયા ચાર્જ કરે છે.

આદિત્ય નારાયણ :- આદિત્ય નારાયણે ઘણા સિંગિંગ રિયાલિટી શો હોસ્ટ કર્યા છે. હાલમાં તેઓ ઇન્ડિયન આઇડલની હોસ્ટિંગ કરી રહ્યા છે. અત્યાર સુધી હોસ્ટિંગ માટે આદિત્ય લાખોમાં ચાર્જ કરે છે. એક રિપોર્ટ પ્રમાણે ઇન્ડિયન આઇડલ 12ના એક એપિસોડ માટે આદિત્ય 2 થી 2.5 લાખ રૂપિયા ચાર્જ કરવાના છે.

મનીષ પોલ :- મનીષ પોલ ટીવી જગતની દુનિયાના ફેમસ હોસ્ટ છે અને ઘણા શો નો ભાગ રહી ચૂક્યા છે. મનિષે પોતાના હોસ્ટિંગ કરિયરની શરૂઆત વર્ષ 2010માં કરી હતી અને ત્યારબાદ તેઓ ઘણા રીયાલીટી શોને હોસ્ટ કરતા જોવા મળ્યા હતા. રિપોર્ટ અનુસાર મનીષ શો હોસ્ટ કરવા માટે કરોડો રૂપિયા ચાર્જ કરે છે. તેમની ફી 1.5 કરોડને આસપાસ છે.

સલમાન ખાન :- સલમાન ખાન બિગ બોસને ઘણા વર્ષોથી હોસ્ટ કરતા આવ્યા છે અને ટીવી જગતમાં સૌથી મોંઘા સ્ટાર છે. તેઓ દરેક સીઝન પછી પોતાની ફીમાં વધારો કરે છે અને તેમને એક સિઝનને હોસ્ટ કરવા માટે કરોડોમાં પૈસા આપવામાં આવે છે. રિપોર્ટ પ્રમાણે બિગ બોસ 14 માટે સલમાન ખાને પ્રતિ એપિસોડ 20 કરોડ ચાર્જ કર્યા હતા. જો આ પ્રમાણે ગણતરી કરવામાં આવે તો તેઓએ બિગ બોસ 14 ની સમગ્ર સિઝન દરમિયાન સલમાનને 250 કરોડ રૂપિયાની કમાણી થઇ હતી.

અમિતાભ બચ્ચન :- અમિતાભ બચ્ચન કોન બનેગા કરોડપતિ શોને હોસ્ટ કરતા આવ્યા છે. રિપોર્ટ પ્રમાણે અમિતાભ બચ્ચન જ્યારે આ શોનો ભાગ બન્યા હતા ત્યારે તેમની ફી પ્રતિ એપિસોડ 25 લાખ રૂપિયા હતી પરંતુ હવે તેમની ફીમાં વધારો થયો છે. હવે અમિતાભ બચ્ચન પ્રતિ એપિસોડ 3થી 5 કરોડ ચાર્જ કરે છે.

રોહિત શેટ્ટી :- રોહિત શેટ્ટી ખતરો કે ખિલાડી શોને ઘણા વર્ષોથી હોસ્ટ કરી રહ્યા છે. તેઓ આ શોના હોસ્ટ માટે પ્રતિ એપિસોડ 49 લાખ રૂપિયા ફી ચાર્જ કરે છે. રોહિત આ શોની લગાતાર 6 સિઝન હોસ્ટ કરી ચૂક્યા છે. આ સમયે તેઓ ખતરો કે ખીલાડીની 11મી સિઝન હોસ્ટ કરી રહ્યા છે.

About gujju

Check Also

એક સામાન્ય સાયકલ લઈને શપથ લેવા પહોંચે છે આ મંત્રી, તેમના વિષે જાણીને તમને નવાઈ લાગશે…..

ચૂંટણી પછી એક મંત્રી કે જે પહોંચે છે સાયકલ લઈને. અનેક નેતાઓ અને મંત્રીઓ તેમની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *