Breaking News

મહેનત કરીને સિદ્ધાર્થે કમાવ્યા હતા કરોડો રૂપિયા, જાણો અભિનેતાની કેટલી નેટવર્થ હતી…

ટીવી ના ફેમસ અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું નિધન થઈ ગયું છે. 40 વર્ષની ઉંમરે તેમણે દુનિયાને અલવિદા કહી દીધું છે. તેમના મૃત્યુની ખબર આવતાની સાથે જ ફેન્સ દુઃખી થઈ ગયા છે. કોઈપણ વ્યક્તિને એ વાત પર વિશ્વાસ થઈ રહ્યો નથી કે સિદ્ધાર્થ શુક્લાનું હાર્ટ એટેકને લીધે મૃત્યુ થયું છે. હાલમાં સિદ્ધાર્થના મૃત્યુથી તેમની માતા ખૂબ જ ખરાબ સમયમાંથી પસાર થઇ રહી છે.

સિદ્ધાર્થના ગયા પછી તેમની માતા એકલી થઈ ગઈ છે. જો કે સિદ્ધાર્થે માતા માટે કરોડો રૂપિયાની સંપત્તિ છોડી દીધી છે. તો ચાલો આપણે જાણીએ કે સિદ્ધાર્થ ની સંપત્તિ કેટલી છે.

એક રિપોર્ટ પ્રમાણે અભિનેતા સિદ્ધાર્થ શુક્લાની કુલ સંપત્તિ 15 લાખ ડોલર એટલે કે 11.25 કરોડ રૂપિયાથી ઉપર છે. આ રકમ તેઓએ ટીવી સિરિયલો માં અભિનય કરીને કમાઈ છે. જ્યારે તેઓ બિગ બોસના વિજેતા બન્યા ત્યારથી તેમની જિંદગીમાં એકદમ બદલાવ આવી ગયો હતો અને તેઓ ફેમસ થઈ ગયા હતા. આ શો બાદ તેઓને ઘણા પ્રોજેકટ પણ મળવા લાગ્યા હતા, જેનાથી તેઓ દર મહિને લાખોની કમાણી કરી લેતા હતા.

બિગ બોસ સિવાય તેઓ ઝલક દિખ લા જા, સાવધાન ઈન્ડિયા, ઇન્ડિયા ગોટ ટેલેન્ટ જેવા ઘણા રિયાલિટી શોમાં પણ નજર આવી ચૂક્યા છે. તમને જણાવી દઈએ કે ખતરો કે ખિલાડીની સીઝન 7 માં સિદ્ધાર્થ શુક્લાને 25 લાખ રૂપિયાની પ્રાઈઝ મની મળી હતી. જ્યારે બિગ બોસ જીતવા પર તેમને 50 લાખ રૂપિયાનું ઇનામ મળ્યુ હતું.

સિદ્ધાર્થનું મુંબઈમાં એક ઘર હતું, જ્યાં તેઓ પરિવાર સાથે રહેતા હતા. તેઓએ પોતાની મહેનતથી આ ઘર ખરીદ્યું હતું. તેમની માતા પણ આ જ ઘરમાં સિદ્ધાર્થ સાથે રહેતી હતી. સિદ્ધાર્થ શુક્લા ને ગાડીઓનો પણ ખૂબ શોખ હતો. તેમની પાસે BMW એક્સ 5થી લઈને હાર્લી ડેવિડસન જેવી વૈભવી બાઈક હતી. હાલમાં સિદ્ધાર્થના ગયા પછી તેમની બધી જ સંપત્તિ તેમની માતાને મળી જશે.

બુધવારના દિવસ સિદ્ધાર્થ શુક્લા એકદમ સ્વસ્થ હતા પરંતુ સાંજે આઠ વાગ્યાની આસપાસ સિદ્ધાર્થ શુક્લા પોતાની માતા સાથે ઓશિવારા માં સ્થિત બિલ્ડિંગના પરિસરમાં ફરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ અચાનક પોતાના ફ્લેટમાં ચાલી ગયા હતા અને પોતાની તબિયત સારી ન હોવાની વાત માતાને કરી હતી. ત્યારબાદ તેઓ ગોળી ખાઈને સૂઈ ગયા હતા.

ત્યારબાદ ગુરૂવાર સવારે 9:30 વાગે તેમના પરિવારે તેઓની બેહોશ હાલતમાં જોયા હતા. ત્યારબાદ 10:30 વાગ્યે તેઓને કપૂર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા પરંતુ સિદ્ધાર્થ હોસ્પિટલ જતા પહેલા જીવ છોડી ચૂક્યા હતા. ડોક્ટરની ટીમ દ્વારા 11:30 વાગ્યે તેઓ મૃત ઘોષિત કરવામાં આવ્યા હતા.

હાલમાં પોલીસ સિદ્ધાર્થ શુક્લા ની તપાસ કરી રહી છે. ત્યાર બાદ તેઓને પોસ્ટમોર્ટમ માટે લઈ જવામાં આવશે. જ્યાં પોલીસ સિદ્ધાર્થના પરિવારના લોકોનું નિવેદન નોધશે.પોસ્ટમોર્ટમ પછી સિદ્ધાર્થના પરિવારના લોકોને તેમનું શબ સોંપી દેવામાં આવશે.

About gujju

Check Also

નોરા ફતેહીના શેર થઇ રહેલ આ બોલ્ડ અને બિન્દાસ ફોટો તમે જોયા કે નહિ?

પોતાના ડાન્સથી આજે લાખો લોકો તેના દિવાના છે પોતાની સુંદરતાથી આજે અનેક લોકો તેના ચાહકો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *