Breaking News

74 વર્ષની એક વૃદ્ધ મહિલાએ બે બાળકોને આપ્યો જન્મ, બની ગયો અદભુત વિશ્વ રેકોર્ડ, જાણો આ રસપ્રદ વાત…

માતા બનવાનું સુખ મહિલાઓ સિવાય બીજું કોઇ જાણી શકતું નથી. જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ભારતીય સંસ્કૃતિમાં માતાનું સ્થાન સર્વોપરિ છે. દરેક વ્યક્તિ ની પહેલી ગુરુ માતા હોય છે અને તે પોતાના સંતાનોમાં સંસ્કારોનું બીજ રોપે છે. માતા એક એવી વ્યક્તિ છે જે પોતાના બાળકોના દુઃખ અને મનની વાત મોઢેથી બોલ્યા વગર સાંભળી લે છે. આવામાં જો કોઇ મહિલાને માતા બનવાનું સુખ પ્રાપ્ત થાય છે તો તે દુનિયાનો સૌથી ખાસ અનુભવ હોય છે.

મોટે ભાગે મહિલાઓ લગ્ન કર્યાના થોડાક જ વર્ષોમાં માતા બનવાની ઈચ્છા ધરાવે છે પંરતુ કેટલીક મહિલાઓ એવી પણ હોય છે કે જેઓ 45 થી 48 વર્ષ સુધી બાળકોને જન્મ આપે છે. જેના પછી અંડાશયમાં કોશો બનવાનું બંધ થઇ જાય છે. જેના લીધે બાળકો ની ઉત્પત્તિ થઇ શકતી નથી. જોકે હાલમાં એક એવો મામલો સામે આવ્યો છે, જેને વિજ્ઞાનને પણ આશ્ચર્યચકિત કરી દીધું છે. હકીકતમાં 74 વર્ષની વૃદ્ધ મહિલાએ એક નહીં પરંતુ બે જુડવા બાળકોને જન્મ આપ્યો છે, આ અદ્ભુત ચમત્કાર વિશે જાણીને બધા જ લોકો આશ્ચર્યચકિત છે.

પ્રાપ્ત થયેલી માહિતી અનુસાર માતા બનનાર મહિલાનું નામ એરામતી મંગયામ્મા છે અને તેમના પતિ રાજારામ હીરા છે. તેઓ હાલમાં નેલાપારથીપાડુ વિસ્તારમાં રહે છે. તેમના લગ્ન 22 માર્ચ 1962ના રોજ થયા હતા. એવું માનવામાં આવી રહ્યું છે કે જ્યારે બંનેના લગ્ન થયા ત્યારે તેમને કોઈ સંતાન થયું નહોતું અને તેઓ ચારે દિશામાંથી કોશિશ કરી રહ્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી.

આવી સ્થિતિમાં એરામતી અને તેમના પતિ રાજા રાવ ખૂબ જ નિરાશ થઇ ગયા હતા. તેઓએ સંતાન પ્રાપ્તિની આશા પણ છોડી દીધી હતી પરંતુ કહેવામાં આવે છે કે ભગવાન ના ઘરે દેર છે પરંતુ અંધેર નથી. લગ્નના 54 વર્ષ બાદ 74 વર્ષની ઉંમરે મહિલાએ જુડવા બાળકોને જન્મ આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે વધારે ઉંમરમાં માતા બનવાનો વિશ્વ રેકોર્ડ તેમના નામે જાય છે. આ ખબર સાંભળ્યા પછી બધા જ લોકો હેરાન રહિ ગયા છે.

જો સામાન્ય રીતે જોવામાં આવે તો 74 વર્ષની ઉંમરમાં માતા બનવું કોઈ ચમત્કાર કરતા ઓછું નથી. લગ્નના વર્ષો પછી આ કપલે એક સાથે આ ચમત્કાર જોયો છે. તમને જણાવી દઈએ કે કોઇ દંપતીને સંતાન થઈ રહ્યું નથી તો તેઓ આઈવીએફ તકનિકીનો ઉપયોગ કરી શકે છે. જે ખૂબ જ કારગર માનવામાં આવે છે. આ મહિલાએ પણ આઈવીએફનો સહારો લીધો હતો અને તેની સહાયતાથી 74 વર્ષની ઉંમરમાં તેને બે બાળકોને જન્મ આપ્યો છે. તમને જણાવી દઈએ કે આ બંને બાળકો ઓપરેશન દ્વારા થયા છે.

ડોક્ટરો કહે છે કે બાળકો હાલમાં ખૂબ જ સ્વસ્થ છે. આ સાથે ડોક્ટરે આગળ કહ્યું કે આ પ્રકારનો કેસ બહુ જ મુશ્કેલીથી આવે છે અને ઓપરેશન કરવું પણ ખૂબ જ મુશ્કેલ હોય છે. ડોક્ટરે આગળ કહ્યું કે મહિલા અને બાળકો બંને સ્વસ્થ છે.

About gujju

Check Also

આ હતો દુનિયાનો સૌથી અદભુત વ્યક્તિ, જેનાં હતાં બે ચહેરા, એક સુઈ જતો ત્યારે બીજો ઉઠી જતો પરંતુ…

વિશ્વમાં તે એકમાત્ર વ્યક્તિ હતો જેના બે ચહેરા હતા. આ વિચિત્ર માણસ ઈંગ્લેન્ડનો વતની હતો. …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *