Breaking News

ભેંસનું દૂધ પીવાથી થાય છે ગજબના ફાયદા, કાયમ માટે દૂર થઈ જાય છે આટલી બધી બીમારીઓ, જાણીને તમે પણ પીવા લાગશો….

દોસ્તો આજના આ લેખમાં અમે તમને ભેંસનું દૂધ પીવાથી થતા ફાયદાઓ વિશે માહિતગાર કરવા જઈ રહ્યા છીએ. ભેંસનું દૂધ આપણને ઘણી બીમારીઓથી બચાવવા માટે મદદ કરે છે. આમ તો ગાયના દૂધની સરખામણીમાં હંમેશા માટે ભેંસનું દૂધ સ્વાસ્થ્યવર્ધક માનવામાં આવ્યું છે. જોકે કેટલાક લોકોને એવું લાગે છે કે ગાયનું દૂધ ફાયદાકારક હોય છે અને ભેંસનું દૂધ નુકસાનકારક… જોકે એવું નથી ભેંસનું દૂધ પણ આપણને ઘણા ફાયદા આપી શકે છે.

ડાયટિશિયન ડોક્ટર રંજના સિંહના કહ્યા અનુસાર ભેસના દુધની ખાસ વાત એ છે કે તેમાં વિટામિન અને મિનરલ્સ મળી આવે છે, જે આપણી રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા સાથે હાડકા, ત્વચા, દાંત સહિત ઘણી સમસ્યાઓથી બચાવે છે. આ સાથે તેમાં મળી આવતા એન્ટી તત્વો તમારો તણાવ ઓછો કરીને ઘણી ગંભીર બિમારીઓથી બચાવે છે.

ભેંસનુ દૂધ સ્વાસ્થ્ય માટે જબરજસ્ત લાભ આપી શકે છે. તેમાં મળી આવતા પોષક તત્વો પર નજર નાખીએ તો 100 ml દૂધમાં 237 કેલરી હોય છે. આ સાથે 17.3 ટકા કેલ્શિયમ, 7.8 ટકા પ્રોટીન, 1.5 ટકા વિટામિન એ મળી આવે છે, આ સિવાય તેમાં પોટેશિયમ, ફોસ્ફરસ, કેલ્શિયમ જેવા તત્વો પણ મળી આવે છે, જે સ્વાસ્થ્ય માટે ખૂબ જરૂરી માનવામાં આવે છે.

ભેંસના દૂધમાં મળી આવતું પ્રોટીન માંસપેશીયોમાં વધારો કરે છે અને તેના વિકાસમાં મદદ કરે છે. જો તમે દરરોજ સવારે ભેંસનું દૂધ પીવાની આદત બનાવો છો તો તમે લાંબા સમય સુધી પેટ ભરેલું અનુભવો છો. આ સાથે પ્રોટીન ખરાબ પેટને સુધારવામાં પણ મદદ કરે છે અને તમે લાંબા સમય સુધી સ્વસ્થ રહી શકો છો.

ડાયટ એક્સપર્ટ કહે છે કે જે લોકો વજન વધારવા માંગે છે તેઓએ પણ ભેંસના દૂધનું સેવન કરવું જોઈએ. કારણ કે તેમાં કેલરીની માત્રા સૌથી વધારે હોય છે. જેના લીધે શરીરનું એનર્જી લેવલ વધે છે. તેથી દૂબળા-પાતળા લોકોએ તો દૂધનું સેવન કરવું જ જોઈએ.

ભેંસના દૂધમાં કેલ્શિયમ સારી માત્રામાં હોય છે, જે હાડકાના વિકાસમાં મદદ કરે છે. આ સાથે તેમાં પેપ્ટાઇડ્સ પણ મળી આવે છે, જે હાડકાના સ્વાસ્થ્યમાં વધારો કરે છે અને તમને ઘણી બીમારીઓથી બચવામાં મદદ કરે છે. જો તમને સાંધાના દુખાવા, હાથ-પગ ના દુખાવા, સંધિવા વગેરેની સમસ્યા રહેતી હોય તો તમારે ભેંસના દૂધનું સેવન કરવું જોઈએ.

ભેંસના દૂધમાં કોલેસ્ટ્રોલની માત્રા બહુ ઓછી હોય છે, જે લાંબા સમય સુધી આપણા લોહીને પાતળું બનાવીને શરીરમાં પરિભ્રમણ કરવામાં મદદ કરે છે. આ સાથે હ્રદય રોગની સમસ્યાઓ જેમ કે હાર્ટ એટેક, હાર્ટ ડિસીઝ વગેરેથી પણ રાહત આપે છે. ભેંસના દુધના સેવનથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને હાઇ હાઇ બ્લડપ્રેશરનું જોખમ પણ ઓછું કરી શકાય છે.

About gujju

Check Also

12 ફૂટ લાંબા મગરના પેટમાંથી 71 વર્ષના એક વ્યક્તિના…

દરેક વ્યક્તિ જાણે છે કે મગર કેટલા ખતરનાક છે, પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *