Breaking News

અલ્લુ અર્જુન પાસે છે ભારતની સૌથી મોંઘી વેનિટી વેન, જાણો સલમાન અને શાહરુખની વેનની કિંમત…

વેનિટી વેન વિશે તમે આજ પહેલા ઘણી વખત સાંભળ્યું હશે. મોટા મોટા સિતારાઓ પોતાની વેનિટી વેનમાં ફરતા હોય છે. વેનિટી વેનમાં દુનિયાભરની તમામ સુવિધાઓ મળી રહે છે. આ સાથે જો દુનિયાની સૌથી મોંઘી વેનિટી વેન વિશે વાત કરવામાં આવે છે તો તેની કિંમત 18 કરોડ રૂપિયા છે.

જેને ઓસ્ટ્રેલિયન કંપની માર્ચી મોબાઈલ દ્વારા તૈયાર કરવામાં આવી છે. ભારતમાં શાહરુખ ખાન, ઋતિક રોશન, સલમાન ખાન, સંજય દત્ત, રિતેશ દેશમુખ અને કપિલ શર્મા સહિત ઘણા સિતારાઓ પાસે વેનિટી વેન છે, જેની કિંમત જાણીને તમારા હોશ ઉડી જશે.

અલ્લુ અર્જુન :- સાઉથ સુપરસ્ટાર અલ્લુ અર્જુનની સ્ટાઈલ, એક્શન અને એક્ટિંગ બોલિવૂડ સુપરસ્ટાર કરતાં ઘણી વધારે છે. તેમની વેનિટી વેન ની કિંમત પણ કોઈ કરતાં ઓછી નથી. ભારતમાં સૌથી મોંઘી વેનેટી વિશે વાત કરવામાં આવે તો તે તેમની પાસે છે. જેની કિંમત સાત કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે.

સંજય દત્ત :- સંજય દત્ત પણ આ યાદીમાં નામ ધરાવે છે. તેમની પાસે દુનિયાભરની સુખ સુવિધાઓથી સજ્જ વેનેટી વાન છે. જેનું નામ નામ “VAN AXL” છે, સંજય દત્ત ની વેનેટિ વાન રોજ બોસ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. જેની કિંમત 3.5 કરોડ હોવાનું સામે આવ્યું છે.

શાહરુખ ખાન :- બોલિવૂડના કિંગ ખાન પણ આ યાદીમાં કોઇ કરતાં પાછળ નથી. કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન પાસે VOLVO BR9 નામની વેનેટી વાન છે. જેની કિંમત 5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. જે ૧૪ મીટર લાંબી છે અને તેની અંદર દરેક સુખ સુવિધાઓ આપવામાં આવી છે.

રિતિક રોશન :- રિતિક રોશનની વેનેટી વાન મર્સિડીઝ વી ક્લાસ છે. આ 12 મીટર લાંબી વેનિટી વાન ત્રણ વિભાગમાં વિભાજીત છે. જેમાં પહેલા વિભાગમાં ઓફીસ, બીજામાં રિતિકનો બેડરૂમ અને ત્રીજામાં ટોયલેટ બાથરૂમ છે.

સલમાન ખાન :- સલમાન ખાનની વેનિટી વાન પણ ચાર કરોડ રૂપિયાની છે. સલમાનની આ વૈભવી વેનિટી વાનમાં બે રૂમો, એક હોલ અને એક હોલ અને ટોયલેટ બાથરૂમ છે. ભાઈ જાની વેનેટી વાન પણ દિલીપ છાબરીયા દ્વારા ડિઝાઈન કરવામાં આવી છે.

રિતેશ દેશમુખ :- બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ પાસે પણ મોંઘી વેનિટી વાન છે. જેની કિંમત 2.5 કરોડ રૂપિયા હોવાનું સામે આવ્યું છે. તેમાં બેડરૂમ ટોયલેટ, હોલ, રૂમ સિવાય બાળકો માટે બેબી રૂમ પણ છે.

અક્ષય કુમાર :- અક્ષય કુમારને ખિલાડી કુમાર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેઓ પણ આ બાબતે કોઈ કરતા પાછળ નથી. અક્ષય કુમારની વેનિટી વેન ની કિંમત 2.9 કરોડ રૂપિયા છે, જે 14 મીટર લાંબી છે.

અજય દેવગન :- અજય દેવગણને મોંઘી ગાડીઓ નો ખૂબ શોખ છે. તેમની પાસે પણ લગભગ 3 કરોડ રૂપિયાની વેનેટી વાન છે, જેને હમેશાં તેઓ શૂટિંગ પર સાથે લઈ જાય છે.

About gujju

Check Also

ધર્મેન્દ્ર અને હેમાના નામથી કંટાળી ગઈ હતી દીકરી ઈશા, તેમના જીવનની ખોલી દીકરીએ પોલ.

હેમા માલિની અને ધર્મેન્દ્ર  બોલીવુડની ખુબ જ પ્રસિદ્ધ જોડી છે. આ જોડીને હિન્દી સિનેમા અવનવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *