Breaking News

તમારી પિતા બનવાની ઈચ્છા અધુરું રાખી શકે છે આ ચીજવસ્તુઓ, પરણિત પુરૂષોએ ભુલથી પણ ન કરવું જોઈએ સેવન…

આજની ભાગદોડ ભરી જીંદગીમાં પુરુષો પોતાના કામના દબાણને લીધે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખી શકતા નથી. આ સાથે બહારના ભોજન અને અયોગ્ય જીવનશૈલીને લીધે લોકો વધુ બીમાર પડી રહ્યા છે. જે પુરુષોના યૌન સ્વાસ્થ્ય માટે નુકસાનકારક છે. જો તમે બહારના ભોજનનું સેવન કરો છો તો તેનાથી વજન વધારો, યૌન શક્તિ નબળી પડવી, હાડકાની સમસ્યા, હૃદય રોગની સમસ્યાઓ વગેરેનો સામનો કરવો પડે છે.

ફેમસ આયુર્વેદ ડૉક્ટર અબરાર મુલતાનીના કહ્યા અનુસાર જો યૌન શક્તિ સારી ન હોય તો તમે પોતાના શારીરિક જીવનમાં સારું પ્રદર્શન કરી શકતા નથી. આ માટે યૌન સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. આ સાથે તમે રોજબરોજના જીવનમાં કેટલીક એવી ભૂલો પણ કરી બેસો છો, જે તમારા પિતા બનવાની ઇચ્છા અધૂરી રાખી શકે છે

તો ચાલો આપણે જાણીએ કે એવી કઈ-કઈ આદતો છે, જે પિતા બનવામાં અવરોધ પેદા કરે છે અને તેને વહેલી તકે છોડી દેવી જોઈએ.

સિગારેટનું સેવન :- પુરુષો માટે સિગારેટનું સેવન હાનિકારક સાબિત થઈ શકે છે. તેના સેવનથી શરીરમાં ઓક્સિજન લેવલ ઓછું થઈ જાય છે. જે પુરુષોની પ્રજનન શક્તિ નબળી બનાવે છે. તેથી પુરુષોએ સિગારેટનું સેવન ન કરવું જોઈએ.

સોડિયમ થી ભરપુર ચીજવસ્તુઓ:- જે લોકો સોડિયમ ની અધિક માત્રામાં સેવન કરે છે, તેઓએ તેના પર કાબૂ મેળવવો જોઈએ. કારણ કે સોડિયમ શરીરમાં બ્લડ સર્ક્યુલેશનમાં મુશ્કેલી પેદા કરે છે, જે પાછળથી ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ બને છે. તેથી પુરૂષોએ અથાણું, સનેકસ સહિત ઘણી વસ્તુથી અંતર બનાવી રાખવું જોઈએ.

ગરમ પાણીથી સ્નાન :- જો તમે પણ ખૂબ જ ગરમ પાણીથી સ્નાન કરો છો તો સાવચેત રહો. ઘણા અભ્યાસોમાં એવું બહાર આવ્યું છે કે શુક્રાણુ ઉત્પાદન માટે નીચું તાપમાન ખૂબ જ જરૂરી છે. હકીકતમાં ગરમ પાણીથી સ્નાન કરતી વખતે તમારા અંડકોષનું તાપમાન ખોરવાઈ જાય છે અને તેની સીધી અસર શુક્રાણુઓની સંખ્યા પર પડે છે.

આ પીણાં પીશો નહીં :- સ્વાદમાં ગળ્યા ડ્રીંક પુરુષોના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડી શકે છે. જો તમે પણ સોડા, એનર્જી ડ્રિંક્સ અને કાર્બોહાઈડ્રેટ પીણાં પીતા હોવ તો સાવચેત રહો, કારણ કે તેના વધુ પડતા સેવનથી લોકોમાં હૃદયરોગ, લોહીનો પ્રવાહ ઓછો થવો અને બ્લડ પ્રેશરની સમસ્યા થઈ શકે છે.

About gujju

Check Also

PM મોદી સાથેની બેઠકમાં બાઇડેને કહ્યું કે તેઓ ભારતીય મૂળની મહિલા સાથે લગ્ન કરવા માંગતા હતા…

અમેરિકાની મુલાકાતે આવેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ​​વ્હાઇટ હાઉસની પ્રથમ મુલાકાત લીધી હતી. બંને નેતાઓએ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *