Breaking News

કોરોનાથી થયું માતાનું મૃત્યુ, માતાની યાદમાં શરૂ કરી ઓક્સિજન ઓટો, 800થી વધુ લોકોને બચાવ્યો જીવ…

આપણે બધા જાણીએ છીએ કોરોના વાયરસ આપણા દેશમાં સંકટ બનીને આવ્યો છે. કોરોનામાં ઘણા લોકોના જીવન અસ્તવ્યસ્ત બની ગયા છે. જ્યારે કોરોના વાયરસની ભારતમાં પહેલી લહેર આવી હતી, ત્યારે તે દરમિયાન લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેના લીધે ઘણા લોકોને રોજગાર ઠપ થઇ ગયો હતો. લોકડાઉનમાં રોજગાર ના મળવાને કારણે લોકો આર્થિક પરેશાનીઓ પણ સામનો કરી રહ્યા હતા પરંતુ સમય સાથે બધું સારું થઇ ગયું અને અચાનક કોરોનાની બીજી લહેર આવી ગઈ હતી.

કોરોનાની બીજી લહેર સામે ઘણા લોકો નબળા પડી ગયા હતા. દરરોજ કોરોનાથી મૃત્યુ પામનાર લોકોની સંખ્યા વધતી જતી હતી. હોસ્પિટલમાં પણ બેડની કમી હતી. આ સાથે લોકો પાસે ઓક્સિજન સિલિન્ડરની પણ સગવડ નહોતી અને તેઓ આમતેમ ભટકી રહ્યા હતા એટલું જ નહીં કેટલાક લોકો તો ઓક્સિજન સિલેન્ડર ભરાવવા માટે સવારથી લઇને સાંજ સુધી લાંબી લાઈનોમાં ઊભા રહેતા હતા.

કોરોનાની બીજી લહેરે ઘણા પરિવારના લોકોને ગુમાવી દીધા હતા. આવી જ એક વ્યક્તિ સીતા દેવી હતી. જેને ઓક્સિજનની ઉણપને લીધે માતાને ગુમાવી દીધી હતી પરંતુ પોતાની હિંમતને લીધે સિતાદેવીએ અન્ય 800 લોકોનો જીવ બચાવ્યો છે.

તમને જણાવી દઈએ કે સીતા ચેન્નઇની રહેવાસી છે. તેની ઉંમર 36 વર્ષે હોવાનું સામે આવ્યું છે. સીતાદેવીની 65 વર્ષની માતા વિજીયા ડાયાલિસિસ પેશન્ટ હતી, જોકે કોરોનાની બીજી લહેર દરમિયાન તેણીની સંક્રમિત થઈ ગઈ હતી. આવી સ્થિતિમાં તેને રાજીવ ગાંધી જનરલ હોસ્પીટલમાં લઇ જવામાં આવી હતી. જ્યાં બેડ ખાલી ન હોવાને કારણે તેને થોડોક સમય હોસ્પિટલની બહાર રોકાવું પડ્યું હતું.

સીતાદેવીનું માનવું છે કે પોતાની માતા માટે ઓક્સિજન મેળવવા માટે તેને 12 કલાકની લાંબી રાહ જોવી પડી હતી. અહીં એક એમ્બ્યુલન્સમાં ઘટતા ઓક્સિજનને લીધે વારંવાર તેને અન્ય એમ્બ્યુલન્સમાં શિફ્ટ કરવી પડતી હતી અને છેવટે વાયરસે તેની માતા નો જીવ લઈ લીધો હતો.

સીતાદેવી નું કહેવું છે હું નથી ઈચ્છતી કે કોઈ બીજાને પણ મારી માતાની જેમ ખરાબ સ્થિતિમાંથી પસાર થવું પડે… આ માટે તેને એક ઓટો રિક્ષા ના માધ્યમથી હોસ્પિટલમાં ઓક્સિજન પહોંચાડવાનું શરૂ કરી દીધું છે. સીતાદેવીએ મે મહિનામાં પોતાના ઓક્સિજન ઓટોના માધ્યમથી 800 લોકોનો જીવ બચાવ્યો હતો.

જો આ બધા લોકોને સમયસર ઓક્સિજન ના મળ્યો હોત તો તેઓનો જીવ પણ ગુમાવવો પડ્યો હોત. આવી સ્થિતિમાં સીતાએ સમય પર ઓક્સિજન સપ્લાય કરીને મોટી રાહત આપી હતી. હાલમાં તેણીની દરરોજ 25 થી 30 લોકોને મદદ કરે છે.

About gujju

Check Also

એક સામાન્ય સાયકલ લઈને શપથ લેવા પહોંચે છે આ મંત્રી, તેમના વિષે જાણીને તમને નવાઈ લાગશે…..

ચૂંટણી પછી એક મંત્રી કે જે પહોંચે છે સાયકલ લઈને. અનેક નેતાઓ અને મંત્રીઓ તેમની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *