Breaking News

મુંબઈની અલવિદા કહી ચૂક્યા છે આ ફેમસ ટીવી શોના અભિનેતા, ક્યારેક સુરજ રાઠી બનીને જીત્યું હતું લોકોનું દિલ…

ટીવી જગતમાં એવા ઘણા સિતારાઓ રહી ચૂક્યા છે, જેઓએ પોતાના કિરદાર દ્વારા દર્શકોના દિલ પર ખાસ જગ્યા બનાવી હતી. આવા જ એક અભિનેતા અનસ રાશિદ છે. જોકે તેઓને ચાહકો સૂરજ રાઠી તરીકે ઓળખે છે. આજે પણ દર્શકો તેમના અસલી નામથી ઓછા અને ઓનસ્ક્રીન નામ સૂરજ રાઠી તરીકે વધારે ઓળખે છે.

અનસ 31 ઓગસ્ટના રોજ પોતાનો જન્મદિવસ બનાવે છે. પંજાબના મલેરકોટલામાં જન્મેલા અનસ આજે 41 વર્ષના થઈ ગયા છે, હાલમાં તેઓ લાંબા સમયથી લાઈમ લાઈટથી દૂર છે, જેના પાછળ એક ખાસ કારણ પણ છે. હકીકતમાં અનસ હવે એક્ટિંગ છોડીને ખેતીવાડી પર ધ્યાન આપી રહ્યા છે.

હા સંધ્યા બિંદની ના પતિ સુરજ હવે ખેતી કામ કરી રહ્યા છે. તેઓ ખેતી ના રંગ માં એવી રીતે રંગાઈ ગયા છે કે તેઓની ફરીથી મુંબઈ શહેર આવવાની કોઈ ઈચ્છા નથી. હાલમાં તેઓએ એક ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે તેઓ ખેડૂત બની ગયા છે અને તેઓ પોતાના ગામ માલેરકોટલામાં ખેતી કરી રહ્યા છે.

અનસ કહે છે કે તેમને બાળપણથી ખેતીવાડી નો શોખ રહ્યો છે. તેઓ તે કરીને ખૂબ જ ખુશ થાય છે. જ્યારે તેઓ અભિનેતા તરીકે કામ કરતા હતા ત્યારે એક દિવસ અચાનક અનસે અભિનય છોડીને ખેતી કરવાનું નક્કી કર્યું હતું અને આ કામમાં તેઓના પરિવારે પણ સાથ આપ્યો હતો.

અનસ કહે છે કે તેમની ખેતીવાડી એકદમ સારી થઈ રહી છે અને તેઓ ટ્રેક્ટર ચલાવી ને ખુબ આનંદ મેળવે છે. લાઇમલાઇટ અને દેખાવાની દુનિયાથી દૂર તેઓ આ દુનિયામાં બહુ ખુશ છે.

તમને જણાવી દઈએ કે વર્ષ 2006માં અનસે સીરીયલ કહી તો હોગા થી અભિનયની શરૂઆત કરી હતી, આ શો તેઓ કાર્તિક ના રોલમાં જોવા મળ્યા હતા પંરતુ તેમને સૌથી મોટી સફળતા વર્ષ 2011માં આવેલી સીરિયલ દિયા ઔર બાતી હમ થી મળી હતી. જેમાં તેઓએ એક અભણ હલવાઈનો કિરદાર નિભાવ્યો હતો. આ સીરિયલ દ્વારા અનસ એટલા ફેમસ થઈ ગયા હતા કે તેઓએ લોકોના દિલમાં જગ્યા બનાવવાનું શરૂ કરી દીધું હતું.

અનસના અંગત વિશે વાત કરીએ તો તેઓએ વર્ષ 2017માં ચંદીગઢની રહેનારી હિના ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. હિના ઈકબાલ પ્રોફેશનલ રીતે કોર્પોરેટર છે અને તે પોતાના લગ્નજીવનથી ખૂબ ખુશ છે. હાલમાં તેઓ બે બાળકોના માતા-પિતા પણ બની ગયા છે. જેમાં એક દીકરી અને એક દીકરો છે, દીકરીનો જન્મ 2019 માં થયો હતો જ્યારે દીકરાનો જન્મ 2020માં થયો હતો.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *