Breaking News

ગજબ !! ઝાડ ઉપર ચઢીને વાંદરાએ કરી દિધો 500ની નોટોનો વરસાદ, થોડીક જ મિનિટમાં લોકો લૂંટીને ચાલ્યા ગયા 50 હજાર રૂપિયા….

એક બાવળના ઝાડ પરથી અચાનક 500 રૂપિયાની નોટોની વરસાદ થવા લાગ્યો હતો. આ ઝાડ પરથી 500ની નોટો નીચે પડતા જોઈને લોકો હેરાન રહી ગયા હતા. જ્યારે લોકોએ ઝાડની નજીક આવીને જોયું તો આ પૈસા એક વાંદરો ઉપરથી ફેંકી રહ્યો હતો. જેના પછી લોકોએ થોડીક મિનિટ પણ રાહ જોયા વગર પૈસા લૂંટવાનું ચાલુ કરી દીધું હતું. આ ઘટનાની જ્યારે જાણ પોલીસને પહોંચી ત્યારે પોલીસ તરત જ ઘટનાસ્થળે પહોંચી હતી અને મામલાની શોધખોળ કરી હતી. તમને જણાવી દઈએ કે આ સમગ્ર મામલે ઉત્તરપ્રદેશ નો છે.

પોલીસના કહ્યા અનુસાર બાવળના ઝાડ ની નજીક એક ગાડી ઉભી હતી, જેમાં એક પૈસાની થેલી રાખવામાં આવી હતી. ત્યારબાદ વાંદરો ગાડીમાંથી પૈસાની થેલી લઈને ઝાડ ઉપર ચઢી ગયો હતો અને તેને પૈસા ફેંકવાનું શરૂ કર્યું હતું. આ ઝાડની નજીકની મહિલાઓ પણ ઊભી હતી અને તેઓએ પૈસા લૂંટવાનું શરૂ કરી દીધું હતું. ત્યારબાદ થોડાક જ સમયમાં લોકોની ભીડ જમા થઈ ગઈ હતી ત્યારે લોકો પૈસા લૂંટીને ચાલ્યા ગયા હતા અને વાંદરો પણ ત્યાંથી દૂર ભાગી ગયો હતો.

પોલીસના કહ્યા અનુસાર આ પૈસા રાકેશ નામના વ્યક્તિના હતા. આ વ્યક્તિ સોમવારે સવારે 11:30 વાગ્યે કાર લઇને આવ્યો હતો. આ ગાડીમાં પાંચ લાખ રૂપિયા પડ્યા હતા. હકીકતમાં જેતપુરના ચોમ્બેપુર ગામના રાકેશ પુત્ર તુલસીરામની હાલમાં જ એક ખેતર ખરીદ્યું હતું અને આ કામ માટે તેઓ વકીલ પાસે આવ્યા હતા. આ વિસ્તાર ની બાજુમાં જ એક મહિલાની હોસ્પિટલ હતી, જેની આગળ એક બાવળનું ઝાડ હતું. ત્યારબાદ આ વ્યક્તિ આ ઝાડની નીચે ગાડી ઉભીને ચાલ્યો ગયો હતો. જોકે ઉતાવળમાં રાકેશ પોતાના ગાડીના કાચ ખુલ્લા રાખીને ચાલ્યો ગયો હતો.

આ ગાડીની અંદર એક થેલી રાખી હતી. જેમાં પાંચ લાખ રૂપિયા હતા, ત્યારબાદ જ્યારે વાંદરો આવ્યો ત્યારે તે ગાડીની અંદર ઘુસી ગયો હતો અને ગાડીમાં રાખેલી થેલી લઈને પૈસા ગાડીમાં વેરવિખેર કરી દીધા હતા. જેમાથી તે એક બંડલ લઈને ઝાડ ઉપર ચઢી ગયો હતો.

અહીં હાજર એક વ્યક્તિએ કહ્યું કે બાવળના ઝાડની ડાળીઓ પર જ્યારે વાંદરો કૂદી રહ્યો હતો ત્યારે પૈસા નીચે પડી રહ્યા હતા. આવામાં નજીક બેઠેલી મહિલાઓએ પૈસા લૂંટવાનું શરુ કરી દીધું હતું. જેના પછી અમુક લોકોએ પોલીસને સૂચના આપી હતી. જ્યારે પોલીસ આ વિસ્તાર પર પહોંચી ત્યારે પૈસા લૂંટાઈ ગયા હતા. હવે જ્યારે લોકોની ભીડ જમા થવા લાગી ત્યારે વાંદરો પણ ભાગી ગયો હતો.

જ્યારે રાકેશ ઘટના સ્થળે પહોંચી ત્યારે તેના પૈસા વિખેરાઇ ગયેલા જોઈ તેને પૈસાની ગણતરી કરી હતી. જેમાં પાંચ લાખ રૂપિયામાં 50 હજાર રૂપિયા ઓછા હતા. પોલીસએ કહ્યું કે સારું કહો… 4.50 લાખ બચી ગયા.. જો વાંદરો બધા જ પૈસા લઈને ઉપર ચઢી ગયો હોત તો ઘણું નુકસાન થયું હોત.

About gujju

Check Also

ટ્રેનમાં બાજુવાળાની બકબકથી કંટાળી જાવ છો હવે નહિ થવું પડે હેરાન…

ટ્રેનમાં મુસાફરી કરવી એ આમ તો બહુ સુખદ હોય છે પણ ઘણીવાર બાજુની સીટ પર …

Leave a Reply

Your email address will not be published.