Breaking News

આ 5માંથી અપનાવી લો કોઈ 1 ઉપાય, ફટાફટ પાણીની જેમ પીગળી જશે ચરબીના થર… બની જશો સ્લિમ એન્ડ ફિટ…

જો તમે પેટની ચરબી અને વજન ઓછું કરવા માંગો છો તો આ લેખ તમારી મદદ કરી શકે છે. હેલ્થ નિષ્ણાતો કહે છે કે સમય સાથે વજન ઓછું કરવામાં ના આવે તો આગળ જતાં સમસ્યા વધી શકે છે. વજન ઓછું કરવા માટે કેટલાક લોકો જીમમાં જઈને પરસેવો પાડે છે તો અમુક ડોક્ટર પાસે જઈને તેનું સમાધાન કરવા જણાવે છે. કે જો કે આજે અમે તમને એવા કેટલાક આયુર્વેદિક ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, જેનાથી તમે ઘરબેઠા વજન ઓછું કરી શકશો અને કોઈ આડઅસર થશે નહીં.

ફેમસ આયુર્વેદિક ડોક્ટર અબરાર મુલતાની કહે છે કે વજન વધારાને લીધે હૃદય રોગ, બ્લડપ્રેશર, યુરિક એસિડ ની સમસ્યા, ડાયાબિટીસ જેવા ખતરનાક રોગો થવાનો ભય રહે છે તેથી વજન ઓછું કરવું ખૂબ જ જરૂરી છે.

તમે વજન ઓછું કરવા માટે નીચે આપેલી પાંચ ટિપ્સ માંથી કોઈ એક ટિપ્સ અપનાવી શકો છો.
ટિપ્સ :- 1
જ્યારે તમે બપોર નું ભોજન ખાવ છો ત્યારે તમે દિવસભર કામ કરીને ભોજનની અડધી કેલરી બર્ન કરી દો છો, તેથી બપોરનું ભોજન કરવાથી પાચનશક્તિ મજબૂત થાય છે. જોકે તમારે જમીને સૂવાનું હોવાથી બહુ હળવું ભોજન કરવું જોઇએ, જેમાં કેલરી બહુ ઓછી હોય.

ટિપ્સ :- 2
જો તમારે પેટની ચરબી ઓછી કરવી હોય તો રિફાઇન તેલ અને કાર્બોહાઈડ્રેટ યુક્ત ભોજનથી અંતર બનાવી રાખવું જોઈએ. આ સિવાય વજન ઓછું કરવા માટે ડ્રીંક, મીઠાઈ, પાસ્તા, બ્રેડ, તેલની બનેલી ચીજ વસ્તુઓથી શક્ય હોય ત્યાં સુધી દૂર રહેવું જરૂરી છે.

ટિપ્સ :- 3
વજન ઓછું કરવા માટે તમે ભોજનમાં ત્રિફળા ચૂર્ણને પણ શામેલ કરી શકો છો. જેનાથી શરીરમાં ટોક્સિન દૂર થઈ જાય છે અને તમારી પાચન શક્તિમાં વધારો થાય છે. તમને જણાવી દઈએ કે તમારે આ ચૂર્ણ રાતે ગરમ પાણી સાથે લેવું જોઈએ.

ટિપ્સ :- 4
વજન ઓછું કરવા માટે તમે મેથીના ચૂર્ણને સવારે ખાલી પેટ પાણી સાથે ઉપયોગ કરી શકો છો. જેનાથી તમને ઘણા ફાયદા થાય છે. તે વજન ઓછું કરવાની સાથે સાથે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારીને પેટના રોગોને દૂર કરે છે.

ટિપ્સ :- 5
વજન ઓછું કરવા માટે સૂંઠ પણ લાભકારી છે. આ માટે તમારે સૂંઠનો પાવડર લેવો પડશે અને ગરમ પાણી સાથે સેવન કરવું જોઈએ. જે પેટની ચરબી તો ઓછી કરે જ છે સાથે સાથે મેટાબોલિઝમ લેવલ પણ વધે છે અને પેટમાં જામી ગયેલી ચરબીના થર પણ પીગળી જાય છે. જો ઘરમાં સૂંઠ ના હોય તો તમે કાચા આદુનું સેવન પણ ચા સ્વરૂપે કરી શકો છો.

About gujju

Check Also

ધર્મેન્દ્ર અને હેમાના નામથી કંટાળી ગઈ હતી દીકરી ઈશા, તેમના જીવનની ખોલી દીકરીએ પોલ.

હેમા માલિની અને ધર્મેન્દ્ર  બોલીવુડની ખુબ જ પ્રસિદ્ધ જોડી છે. આ જોડીને હિન્દી સિનેમા અવનવી …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *