Breaking News

રિટાયરમેન્ટ પછી પણ બીજા સૌથી અમીર ક્રિકેટર છે મહેન્દ્રસિંહ ધોની, જાણો વર્ષે કેટલી કરે છે કમાણી….

તમે બધા જાણતા હશો વર્ષ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા પૂર્વ કપ્તાન એમ.એસ. ધોની હજુ પણ દર વર્ષે 74 કરોડ રૂપિયાની કમાઇ કરે છે. હાલમાં ધોની IPL ઉપરાંત અન્ય કોઈ ક્રિકેટ રમતો નથી પરંતુ તેને IPL ટીમ CSK અને ઘણા બ્રાન્ડ એસોસિયેશન તરફથી અઢળક પૈસા મળે છે.

એમ.એસ. ધોની આઈપીએલની શરૂઆતથી ફ્રેન્ચાઈઝી ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે. CSK ધોનીને વાર્ષિક 15 કરોડ રૂપિયાનો પગાર આપે છે. જેના પરથી કહી શકાય કે CSK ના બીજા ખેલાડીઓ કરતા ધોનીને સૌથી વધારે પગાર પ્રાપ્ત થાય છે.

એક ખાનગી રિપોર્ટ અનુસાર એમ.એસ. ધોની હજુ પણ દુનિયાની સૌથી મોટી કંપનીઓ માટે વિશ્વસનીય વ્યક્તિઓમાંનો એક છે. જેના લીધે મોટી કંપનીઓ તેમની બ્રાન્ડ ને પ્રોત્સાહન આપવા ધોનીને સાઇન કરે છે.

ધોનીનું રાંચીમાં એક મોટું ફાર્મહાઉસ આવેલ છે અને તેમાં 80 જેટલી બાઇકો પણ છે. આ ઉપરાંત આ ફાર્મ હાઉસમાં ઘણી વૈભવી ગાડીઓ પણ છે. આ બધી જ ગાડીઓ અને બાઇકની કિંમત કરોડો રૂપિયામાં છે.

કમાણીની બાબતમાં ધોની ફેમસ ક્રિકેટર અને ક્રિકેટ ગોડ સચિન તેંડુલકરની પાછળ છે. હા, ધોનીની જેમ સચિન પણ ઘણી ઇલેક્ટ્રિકલ કંપની સાથે મ્યુચ્યુઅલ ફંડ અને બીજી વિવિધ બ્રાન્ડ સાથે જાહેરાત માટે જોડાયેલા છે.

About gujju

Check Also

એક સામાન્ય સાયકલ લઈને શપથ લેવા પહોંચે છે આ મંત્રી, તેમના વિષે જાણીને તમને નવાઈ લાગશે…..

ચૂંટણી પછી એક મંત્રી કે જે પહોંચે છે સાયકલ લઈને. અનેક નેતાઓ અને મંત્રીઓ તેમની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *