Breaking News

132 કરોડની સંપત્તિના માલિક છે બોલિવૂડના આ કોમેડી સ્ટાર, ઘર આગળ હંમેશા રહે છે લક્ઝરી કારોનો કાફલો…

બોલિવૂડના કોમેડી સ્ટાર અને ફેમસ અભિનેતા ચકી પાંડેને હવે ઓળખની કોઈ જરૂર નથી. હિન્દી સિનેમામાં અભિનેતા ચકી પાંડે ની કોમેડી થી દરેક લોકો વાકેફ છે. આજે ચકી પાંડેએ પોતાના આકર્ષક અભિનયથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી છે.

એક રિપોર્ટ અનુસાર અભિનેતાએ અત્યાર સુધી 80 જેટલી ફિલ્મોમાં કામ કર્યું છે. જેમાંથી કેટલીક ફિલ્મો હિટ રહી છે તો કેટલીક ફિલ્મો હિટ થઈ નથી. જોકે બોલિવૂડમાં આ દિવસમાં ચકી પાંડેએ પોતાની મહેનત દ્વારા સફળતાની બુલંદીઓ પ્રાપ્ત કરી લીધી છે.

ચકી પાંડેએ પોતાના કરિયરની શરૂઆત વર્ષ 1987માં આવેલી ફિલ્મ દરારથી કરી હતી પરંતુ તેમને ફિલ્મ તેજાબમાં મુન્નાભાઈ ના કીરદાર થી બોલિવૂડમાં અસલી ઓળખ મળી હતી. આ ફિલ્મમાં તેઓએ અનિલ કપૂરના મિત્રનો કિરદાર નિભાવ્યો હતો. આ ફિલ્મ હિટ થયા પછી ચકી પાંડેને એક પછી એક સાઈડ હીરોના કિરદાર મળવા લાગ્યા હતા.

જોકે ધીમે ધીમે ચકી પાંડેને સારી ફિલ્મો મળવાની બંધ થઈ ગઈ. બોલીવુડ લગાતાર ફ્લોપ ફિલ્મોના લીધે તેઓએ બાંગ્લાદેશી સિનેમા તરફ કદમ ભર્યું હતું. હિન્દી સિનેમામાં ભલે ચકી પાંડે નો સિક્કો ના ચાલ્યો હોય પરંતુ બાંગ્લાદેશમાં તેઓ સુપરસ્ટાર છે. તેઓએ વર્ષ 2003માં ફરી હિન્દી સિનેમામાં કમબેક કર્યું હતું.

અત્યારે ચકી પાંડે રાજાઓની જેમ જિંદગી જીવે છે. તેઓ પોતાના પરિવાર સાથે મુંબઈની પાલી હિલ વિસ્તારમાં રહે છે. ચકી પાંડેએ 90ના દાયકામાં એક બંગલો ખરીદ્યો હતો, જે પાલીના મોંઘા વિસ્તારમાં સ્થિત છે.

આ ઘરની કિંમત આશરે 10 કરોડ રૂપિયા છે. જ્યાં અભિનેતા પત્ની ભાવના અને બે દીકરીઓ અનન્યા અને રાયસા સાથે રહે છે. આ બંગલો એકદમ હરિયાળી યુક્ત વિસ્તારમાં છે. જેમાં ઘરની ચારે બાજુ હવાની અવરજવર માટે ખુલ્લું વાતાવરણ છે. આ સાથે લિવિંગ રૂમ એક ગ્લાસ હાઉસ ની જેમ લાગે છે. જેની ચારેબાજુ કાચ લાગેલા છે.

ચકી પાંડે પાસે 132 કરોડ રૂપિયાની કુલ સંપત્તિ છે. વર્ષ 2021 માં તેમની આવક 18 મીલીયન ડોલર બતાવવામાં આવી હતી. ચકી પાંડે દર મહિને 50 લાખ ની આજુબાજુ કમાઈ લે છે અને વર્ષ દરમિયાન તેઓ છ કરોડ રૂપિયા કરતાં પણ વધારે કમાણી કરે છે.

ચકી પાંડેની આવકમાં હવે ફિલ્મોની સાથે સાથે ફૂડ રેસ્ટોરન્ટ પણ શામેલ છે. એક રિપોર્ટ પ્રમાણે તેમનું ધ એલ્બો રેસ્ટોરન્ટ વેસ્ટ ખાર વિસ્તારમાં સ્થિત છે. આ સિવાય બોલીવુડ ઈલેક્ટ્રીક નામની તેમની એક મેનેજમેન્ટ કંપની છે, જે ખાસ કરીને સ્ટેજ શો માટે ઓળખવામાં આવે છે.

ચંકી જાહેરાતો દ્વારા પણ સારી એવી કમાણી કરી લે છે. તેઓને મોંઘી કારો પણ ઘણો શોખ છે. જેમની પાસે એકથી એક એકથી ઘણી ચઢિયાતી લક્ઝરી ગાડીઓ છે. જેમાં રોલ્સ રોયસ, મર્સિડિઝ જેવી ગાડીઓ શામેલ છે.

About gujju

Check Also

દુલ્હન ચાલુ લગ્ને કરવા લાગે છે લેપટોપ પર કામ પછી દુલ્હેરાજા કરે છે કાંઈક.

દરરોજ સોશિયલ મીડિયા પર ઘણાબધા વિડિઓ વાઇરલ જતા હોય છે ઘણા બધા દરરોજ કાંઈક એવું …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *