Breaking News

રસ્તા પર શાકભાજી વેચતા જોવા મળ્યા IAS અધિકારી, જાણો છેવટે શા માટે આવી આ મજબૂરી કે શાક વેચીને કરવું પડી રહ્યું છે ગુજરાન…

સામાન્ય રીતે આઈએએસ અધિકારી નું પદ ખૂબ મોટું હોય છે. આ પોસ્ટ પ્રાપ્ત કરવા માટે ઘણા લોકો દિવસ-રાત મહેનત કરતા હોય છે. આ દરમિયાન જરા કલ્પના કરો કે તમે બજારમાં શાકભાજી લેવા જાવ છો અને તમને કોઈ શાકભાજી પસંદ આવે છે અને તમે આ શાકભાજી લઈને ઘરે આવો છો અને પછી તમને ખબર પડે છે કે તમે જે વ્યક્તિ પાસેથી શાકભાજી લીધી છે તે કોઈ સામાન્ય વ્યક્તિ નહિ પણ આઈએએસ અધિકારી છે તો તમને અવશ્ય હેરાની થશે.

ગયા દિવસોમાં યુપીમાં પણ આવી જ એક ઘટના જોવા મળી હતી. જ્યાં એક આઇએએસ અધિકારી શાકભાજી વેચતા જોવા મળ્યા હતા. જેના પછી તેમની તસવીરો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ હતી. જોકે હવે આ અધિકારીએ શાકભાજી વેચવા પાછળની કહાની જણાવી છે.

આ વાયરલ થયેલી તસવીરમાં જોઇ શકાય છે કે એક આઇએએસ અધિકારી દુકાન પર ટામેટા, મરચા, દુધી, ધાણા અને રીંગણની સબ્જી લઈને બેઠા છે. આ સાથે ગ્રાહક આવીને તેમની પાસેથી સબ્જી પણ ખરીદી રહ્યા છે. આ તસવીરમાં દુકાનથી થોડાક દૂર આઈએએસ અધિકારી ના ચપ્પલ કાઢેલા જોઈ શકાય છે. આ તસવીર વાયરલ થતાં ની સાથે જ લોકો વિચારમાં પડી ગયા હતા કે આઇએસ અધિકારીને શાકભાજી વેચવાની શું જરૂર પડી? રસપ્રદ વાત એ છે કે આઈએસ અધિકારીએ રાતે આ તસવીર પોતાના ફેસબુક એકાઉન્ટ ઉપર પણ શેર કરી હતી પંરતુ બાદમાં બીજા દિવસે સવારે તેઓએ તેને ડિલીટ પણ કરી દીધી હતી.

જ્યારે આ તસવીર વધારે પ્રમાણમાં વાયરલ થઈ તો આઈએએસ અધિકારી અખિલેશ મિશ્રએ જાતે સામે આવીને આ વિશે સચ્ચાઈ જણાવી હતી. તેઓએ કહ્યું કે તેઓ કોઈ સરકારી કામ માટે પ્રયાગરાજ ગયા હતા. ત્યારબાદ જ્યારે તે પરત ફરતા હતા ત્યારે તેઓ શાકભાજી ખરીદવા માટે એક દુકાન પર ઊભા રહ્યા. આ શાકભાજી વિક્રેતા એક વૃદ્ધ મહિલા હતી. તેઓએ આઈએએસ અધિકારીને વિનંતી કરી કે તેઓ પોતાની દુકાન પર થોડીકવાર નજર રાખે. કારણ કે તેમનું બાળક થોડુંક દૂર ચાલ્યું ગયું હતું. આ વૃદ્ધ મહિલા હું બાળકને લઈને આવું છે એમ કહીને ચાલી ગઈ હતી. ત્યારબાદ આ આઇએએસ અધિકારી દુકાન પર બેસ્યા હતા. આ દરમિયાન કોઈ ગ્રાહક ખરીદવા માટે આવ્યું અને મહિલા પણ થોડાક સમયમાં ત્યાં આવી પહોંચી હતી.

જ્યારે આ બધું થઇ રહ્યું હતું ત્યારે તેમના દોસ્ત એ આઇએએસ અધિકારીની શાકભાજીની દુકાનમાં બેઠેલા હોય એવી તસવીર ક્લિક કરી હતી. આ મિત્રએ તેના મોબાઈલની મદદથી ફેસબુક પર આ પોસ્ટ પણ શેર કરી હતી. જોકે આગામી દિવસોમાં આઈએએસ અધિકારી આ તસવીર જોઈ તો તેઓ તરત જ તેને હટાવી દીધી હતી. જોકે આ દરમિયાન તેમની આ તસવીર ઘણી વાયરલ થઇ ગઇ હતી અને અધિકારી ચર્ચામાં આવ્યા હતા.

અખિલેશ મિશ્રાની ઈમેજ એકદમ એક્ટિવ અધિકારી તરીકેની છે. તેઓ હંમેશા સામાન્ય લોકોના પ્રશ્નો સાંભળતા રહે છે અને તેનું સમાધાન લાવવા પણ તરત જ એક્શન લે છે. તેઓ ઘણા સાહિત્ય અને સમસામયિક આયોજનમાં પણ હિસ્સો લેતા રહે છે.

About gujju

Check Also

માથે દેવું અને પરિવારના ગુજરાન માટે ચલાવતો રીક્ષા, લાગી કરોડોની લોટરી અને…

દરેક વ્યક્તિ આ દુનિયામાં શ્રીમંત બનવા માંગે છે, જેના માટે લોકો ઘણી વખત રાત – …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *