Breaking News

દરરોજ સૂતા પહેલા ખાઈ લો આ એક ઔષધિ, પુરુષ અને મહિલા બંનેને મળશે ગજબના ફાયદા…

આયુર્વેદમાં શતાવરીને ઔષધોની રાણી તરીકે ઓળખવામાં આવે છે, આયુર્વેદિક નિષ્ણાતો કહે છે કે શતાવરી મહિલાઓની સાથી હોય છે, જે મહિલાઓના જનનાંગો અને હોર્મોનની સ્વસ્થ રાખે છે, જ્યારે શતાવરી પુરુષોની યૌન સંબંધી સમસ્યાઓ માટે પણ ફાયદાકારક છે.

જે મહિલાઓ અથવા પુરુષો તેમની પ્રજનન ક્ષમતામાં ઘટાડો કરી ચૂક્યા છે અથવા તેઓ બહુ જલદી થાક, નબળાઇ અને આળસ અનુભવે છે તો એવા લોકોએ શતાવરીનો ઉપયોગ કરવો જોઈએ. કારણ કે તેનાથી શરીરમાં ઉર્જા જળવાઈ રહે છે. તો ચાલો આપણે જાણીએ કે શતાવરીનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ અને તેનાથી થતા ફાયદા કયા કયા છે.

1. શતાવરી પિરિયડ દરમિયાન પીએમએસ ના લક્ષણોથી રાહત આપે છે. આ સાથે પિરિયડ દરમિયાન લોહીના ફ્લોને સુધારો કરે છે અને તેના તેના સેવનથી માતાના ધાવણમાં વધારો થાય છે.

2. જો તમે આખો દિવસ તણાવ, ચિંતા, હતાશા વગેરેનો સામનો કરો છો તો તમારે શતાવરીનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ. કારણ કે તેના સેવનથી તમારા મૂડ માં સુધારો થાય છે સાથે સાથે તમે તાજગીનો અનુભવ કરી શકો છો.

3. શતાવરી માનસિક શક્તિમાં પણ વધારો કરે છે. તેનાથી યાદ શક્તિ પણ વધે છે. આ સાથે જો તમને ગુસ્સો વધારે આવે છે તો પણ તમે શતાવરી નું સેવન કરી શકો છો. તેના સેવનથી મહિલાઓ અને પુરુષો શાંતિથી રાતે ઊંઘ પણ લઇ શકે છે.

4. જે લોકો જીમમાં વર્કઆઉટ કરે છે તેમના માટે પણ આ જડીબુટ્ટી ફાયદાકારક છે. કારણ કે તે થાક અને દુખાવો ઓછો કરીને મસલ્સ માં વધારો કરવા માટે કામ કરે છે.

5. આ સિવાય શતાવરી સોજો આવવો, વધારે પડતું લોહીનું વહેવું, ઘા ના ભરાવો, પાચન સંબંધી સમસ્યાઓ, તણાવ, ચિંતા વગેરે પણ દૂર કરે છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *