Breaking News

હવે ધરબેઠા આસાનીથી પ્રધાનમંત્રી સુધી મોકલી શકશો પોતાની ફરિયાદ, જાણો પૂરી પ્રકિયા…

તમને જણાવી દઈએ કે દરેક સામાન્ય વ્યક્તિ પ્રધાનમંત્રી સુધી પોતાની ફરિયાદ મોકલી શકે છે. એક પોર્ટલ ના માધ્યમથી કોઈપણ વ્યક્તિ પ્રધાનમંત્રી સાથે જોડાઈ શકે છે અને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.

જો તમારું કોઈ સરકારી કામ ઘણા અટકી ગયું છે, કોઈ કર્મચારી તમારી ફરિયાદ સાંભળતો નથી અથવા તમને કોઈ સરકારી કામનો લાભ મળી રહ્યો નથી, તો હવે તમે પોતાની ફરિયાદ ઓનલાઇન અને ઓફ્લાઈન બંને રીતે પીએમ મોદી સુધી પહોંચાડી શકો છો.

પ્રધાનમંત્રી જોડે ફરિયાદ નોધવા માટે તમારે એક વેબસાઇટ પર જવું પડશે, આ વેબસાઈટ નીચે પ્રમાણે છે. જે પીએમ મોદીની અધિકારીક વેબસાઈટ હોવાનું કહેવાય છે. https://www.pmindia.gov.in/hi પર જઈને તમારે ડ્રોપ ડાઉન ઓપ્શન પર જવું પડશે. ત્યારબાદ તમને પ્રધાનમંત્રી ને લખો એવો વિકલ્પ જોવા મળશે. હવે તમે તેના પર ક્લિક કરશો તો તમારી સામે CPGRAMS પેજ ખુલી જશે. હવે તમે તેમાં પોતાની ફરિયાદ લખી શકો છો.

હવે જ્યારે તમે પોતાની ફરિયાદ લખી દો છો ત્યારે એક રજીસ્ટ્રેશન નંબર જનરેટ થશે. જ્યાં તમારે સંબંધિત ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ત્યારબાદ તમારે વેબસાઈટ પર આપવામાં આવેલ જરૂરી માહિતી ભરવાની રહેશે. જોકે યાદ રાખો કે તમારે બધી જ માહિતી કાળજી લઈને ભરવી જોઈએ. હવે જ્યારે બધુ તૈયાર થઈ જાય ત્યારે તમારે સબમિટ બટન પર ક્લિક કરી દેવું જોઈએ.

તમને જણાવી દઈએ કે તમે ઓનલાઈન સિવાય ઓફલાઈન પણ PMO માં ફરિયાદ નોધાઇ ચૂકો છો. આ માટે તમારે પ્રધાનમંત્રી ના સરનામા પર પત્ર લખવો પડશે.

જે આ પ્રમાણે છે. પ્રધાનમંત્રી કાર્યાલય, સાઉથ બ્લોક, નવી દિલ્હી- 110011. આ સિવાય તમે ફેક્સની મદદથી પણ પીએમ મોદીને ફરિયાદ નોંધાવી શકો છો. અહીંનો ફેક્સ નંબર : 011-23016857 છે.

દરરોજ પ્રધાનમંત્રી કાર્યાલયમાં અનેક પ્રકારની ફરિયાદો આવે છે. જે અલગ અલગ ફિલ્ડ સાથે જોડાયેલ હોઈ શકે છે. પ્રધાનમંત્રી કાર્યાલય માં એક ટીમની રચના કરવામાં આવી છે. જે આ અલગ અલગ ફરિયાદો પર એક્શન લઈને યોગ્ય કાર્યવાહી કરે છે. ત્યારબાદ CPGRAMS પરથી ફરિયાદ કરનારને મેલ મોકલવામાં આવે છે, જેથી વ્યક્તિને ખબર પડે કે તેની ફરિયાદ સામે એક્શન લેવામાં આવ્યું છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *