Breaking News

ખાલી પેટ ભૂલથી પણ ના કરવા જોઈએ આ 6 કામ, નહિતર ખરાબ થઈ જશે હાલત..

સામાન્ય રીતે જેમ ખાલી પેટ કેટલીક વસ્તુઓ ખાવી ફાયદાકારક છે, એ જ ક્રમમાં કેટલીક વસ્તુઓ ખાલી પેટ ખાવી નુકસાનકારક સાબિત થઇ શકે છે. ફેમસ ન્યુટ્રીશનિસ્ટ પૂજા મખીજા ના જણાવ્યા અનુસાર કેટલીક ચીજવસ્તુઓને ભૂખ્યા પેટે ખાવી બીમારીઓને આમંત્રણ આપવા બરાબર છે. જ્યારે તમને વહેલી સવારે ભૂખ લાગે છે, ત્યારે આ વસ્તુ ખાવી નુકસાનકારક સાબિત થઈ શકે છે.

તમે ધ્યાન આપ્યું હોય તો કેટલાક લોકોને સવારે ઉઠીને ચા અને કોફી પીવાની આદત હોય છે. જોકે આ વિષય પર નિષ્ણાત લોકો કહે છે કે સવારે ખાલી પેટ ચા અથવા કોફી પીવી હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે તેનાથી એસિડિટી પેટમાં બળતરા જેવી સમસ્યાઓ થઈ શકે છે.

તો ચાલો આપણે વિગતવાર જાણીએ કે સવારે ઊઠીને અથવા ખાલી પેટ કંઈ વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ.

નિષ્ણાત લોકો કહે છે કે સવારે ઊઠીને અથવા લાંબા સમય સુધી ખાધું ન હોય તો આલ્કોહોલનું સેવન કરવું હાનિકારક સાબિત થઈ શકે છે. કારણ કે આ સમય આલ્કોહોલનું ડ્રીંક કરવાથી તે સીધો આપણા લોહીમાં પહોંચી જાય છે. જેનાથી હૃદયના ધબકારા ઓછા થવા, બ્લડ પ્રેશરની સમસ્યા, રક્ત કોશિકાઓ જાડી થવી વગેરે જેવી સમસ્યાઓનો સામનો કરવો પડે છે.

તમારે ખાલી પેટ ક્યારેય ચ્યુઇંગમ નું સેવન ન કરવું જોઈએ કારણ કે મોઢામાં આપણે જ્યારે ચ્યુઇંગમ ચાવતા હોઈએ છીએ ત્યારે પેટમાં ડાયજેસ્ટિવ ગેસ ઉત્પન્ન થાય છે, જે ખોરાકનું ખોરાકનું પાચન કરવાનું કામ કરે છે. જો કે જ્યારે આપણે ચ્યુઇંગમ ખાતા હોઈએ છીએ ત્યારે પેટમાં કંઈ પહોંચતું નથી, જેના લીધે ડાયજેસ્ટિવ ગેસ પેટના અંદરનો વિભાગ ડેમેજ કરે છે.

નિષ્ણાત લોકો ખાલી પેટ સોજો અથવા દુખાવો ઓછો કરનારી દવાઓનું સેવન કરવાનું પણ ના પાડે છે. કારણ કે તેનાથી પેટની સમસ્યાઓ ઊભી થવાની શક્યતાઓ રહે છે.

આ સલાહ તમારા માટે રસપ્રદ હોઈ શકે છે. કારણ કે નિષ્ણાત લોકો કહે છે કે ખાલી પેટ ક્યારેય શોપિંગ પણ કરવી ન જોઈએ. એક રિસર્ચ અનુસાર ખાલી પેટ શોપિંગ કરવાથી ગેરજરૂરી સામાન ખરીદી આશંકા તો વધે જ છે સાથે સાથે તમે ભૂખ લાગવાને લીધે જંકફૂડની પણ ખરીદી કરી શકો છો.

નિષ્ણાત લોકો કહે છે કે ખાલી પણ ક્યારેય કોઈની સાથે ચર્ચા પણ ન કરવી જોઈએ, કારણ કે ખાલી પેટ રહેવાને લીધે બ્લડ સુગર ઓછું થઈ જાય છે, જે તમારા સ્વભાવને ચિડચિડો બને છે. જેનાથી તમારો લોકો સાથે ઝઘડો થઈ શકે છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *