Breaking News

ક્રિસ ગેઇલ પર લાગ્યો હતો મહિલા સામે અશ્લીલ હરકત કરવાનો આરોપ, પછી થયું હતું કઈંક આવું….

વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેન ક્રિસ ગેલ વૈભવી જીવન જીવવા માટે જાણીતા છે. ક્રિસ ગેલ મોટાભાગે વિશ્વની તમામ ટી 20 ક્રિકેટ લીગમાં રમતા નજરે પડે છે. ઘણીવાર ક્રિસ ગેલ વિવિધ દેશોમાં ટ્રાવેલ પણ કરતા હોય છે. ક્રિસ ગેલ અને વિવાદો વચ્ચે ઊંડો સંબંધ રહ્યો છે.

2015 ના વર્લ્ડ કપ દરમિયાન ક્રિસ ગેલ પર ગંભીર આરોપો લાગ્યા હતા. ક્રિસ ગેલ પર એક મસાજ થેરાપિસ્ટે આરોપ લગાવ્યો હતો કે તેણે ટુવાલ ખોલીને પોતાનો પ્રાઈવેટ પાર્ટ બતાવ્યો હતો. આ મહિલાએ કહ્યું હતું કે ક્રિસ ગેલે તેની સામે પોતાનો ટુવાલ ખોલીને તેનો પ્રાઇવેટ પાર્ટ બતાવ્યો હતો, ત્યારબાદ તે એક બાળકની જેમ રડી પડી હતી.

જોકે અમે આ સમાચારની પુષ્ટિ કરતું નથી. ક્રિસ ગેલ વિશેના આ સમાચાર ફેરફેક્સ મીડિયા અખબારો, ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ, ધ એજ અને ધ કેનબેરા ટાઇમ્સ દ્વારા આપવામાં આવ્યા હતા. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2015 વર્લ્ડ કપ દરમિયાન વેસ્ટ ઈન્ડિઝ ટીમ સાથે કામ કરતી વખતે ગેઈલે મહિલા મસાજ થેરાપિસ્ટ મારૌસ લીને રસેલની સામે ડ્રેસિંગ રૂમમાં જાતે કરીને પોતાનો ટુવાલ ખોલી દીધો હતો, આ દરમિયાન ગેઈલના શરીર પર ટુવાલ સિવાય બીજું કંઈ જ નહોતું.

કેસની સુનાવણી દરમિયાન આ મહિલાએ ન્યૂ સાઉથ વેલ્સ સુપ્રીમ કોર્ટને જણાવ્યું કે જ્યારે ગેઇલ સામે આવ્યો ત્યારે તે કંઈક શોધવા માટે ચેઝિંગ રૂમમાં ગઈ હતી. ગેઇલે તેને પૂછ્યું, ‘તમે શું શોધી રહ્યા છો?’ તો મેં કહ્યું, ‘ટુવાલ.’ આ પર ગેઇલે તેનો ટુવાલ ખોલી નાખ્યો હતો.

હેરાલ્ડના જણાવ્યા અનુસાર, મસાજ થેરાપિસ્ટે કહ્યું, ‘મેં ક્રિસ ગેલના પ્રાઇવેટ પાર્ટનો ઉપરનો ભાગ જોયો અને માફી માંગતા મારી આંખો હટાવી દીધી. ત્યારબાદ મે ના કહ્યું અને હું ચાલી ગઈ.

હેરાલ્ડ અનુસાર મસાજ ચિકિત્સકે કહ્યું, હું દુઃખ સાથે રડી પડી હતી. આવા વર્તન બાદ મને ભારે આઘાત લાગ્યો. ત્યારબાદ મસાજ થેરાપિસ્ટે અન્ય મહિલાઓ માટે અવાજ ઉઠાવ્યો. તેણે કહ્યું કે, આવું હંમેશા થાય છે, પરંતુ તેની સામે અવાજ ઉઠાવવાની કોઈની હિંમત નથી, તેઓએ અવાજ ઉઠાવવો જોઈએ.

જોકે આ અહેવાલોને ક્રિસ ગેઈલે ખોટા ગણાવ્યા હતા. ગેલે ફેરફેક્સ મીડિયા અખબારો, ધ સિડની મોર્નિંગ હેરાલ્ડ, ધ એજ અને ધ કેનબેરા ટાઇમ્સ સામે માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. કેસની સુનાવણીમાં આ આરોપોને પાયાવિહોણા ગણાવતા ગેઇલે કહ્યું હતું કે મીડિયા હાઉસ તેમની છબી ખરાબ કરવા માગે છે.

ગેઇલનો સાથી ખેલાડી ડ્વેન સ્મિથ, જે તે ઘટના સમયે ત્યાં હાજર હતો તેણે પણ આવું કંઇ બન્યું હોવાનો ઇનકાર કર્યો હતો. ક્રિસ ગેલે પાછળથી ઓસ્ટ્રેલિયન મીડિયા ગ્રુપ સામે ત્રણ લાખ ડોલરની માનહાનીનો દાવો જીત્યો હતો.

About gujju

Check Also

RCBનો ખેલાડી જે યુવતીને જોઇ હસતો હતો તેગર્લ તો નીકળી મસાજ…

IPL-2021 ના ​​બીજા તબક્કાની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *