Breaking News

અમિતાભ બચ્ચનની સાથે પડછાયાની જેમ રહે છે આ વ્યક્તિ, જાણો કેટલી સેલરી ચાર્જ કરે છે બિગ બીનો બોડીગાર્ડ…

બોલીવુડ ફિલ્મ જગતમાં એવા ઘણા સિતારાઓ છે કે જેમને પોતાના અભિનયથી દેશ વિદેશમાં સારી નામના મેળવી છે. જેના લીધે આ સિતારાઓ જ્યારે ઘરની બહાર જાય છે તો ચાહકો તેમને ચારેય બાજુથી ઘેરી લે છે. આવામાં સિતારાઓ ની સુરક્ષા માટે અંગત બોડીગાર્ડ રાખવામાં આવે છે.

ફિલ્મોમાં કામ કરતા સિતારાઓ જેટલા ખ્યાતિ મેળવતા હોય છે એટલા જ તેમના બોડીગાર્ડ પણ નામના મેળવે છે. જેમાં સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા ઘણા સિતારાઓના બોડીગાર્ડ ની ચર્ચા કરવામાં આવે છે. જોકે આજે અમે તમને અમિતાભ બચ્ચનના અંગત બોડીગાર્ડ વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

જેમ કે આપણે બધા જાણીએ છીએ કે બોલીવુડ ફિલ્મ જગતમાં અમિતાભ બચ્ચન ઘણા સમયથી રાજ કરી રહ્યા છે. તેઓએ પોતાના આકર્ષક અભિનયથી દર્શકોને દિવાના બનાવી રાખ્યા છે. આ સાથે દરેક ફિલ્મ સ્ટાર પણ તેમનું ખૂબ સન્માન કરે છે. આ સાથે અમિતાભની ફેન ફોલોવિંગ પણ જોરદાર છે. જેના લીધે તેમની એક ઝલક જોવા દર્શકોની લાંબી ભીડ જમા થઈ જાય છે. જેના લીધે તેમની સુરક્ષાની જવાબદારી સંભાળવી ખૂબ જ મુશ્કેલ બની જાય છે. અમિતાભ બચ્ચનની સુરક્ષાની જવાબદારી બોડીગાર્ડ જીતેન્દ્ર શિંદે સંભાળે છે.

તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચનના અંગત બોડીગાર્ડ ને એટલી સેલરી મળે છે કે જે કોઈ ભારતીય કંપનીમાં CEO ને પણ ભાગ્યે જ મળતી હશે. જોકે દરેક બોલીવુડ સ્ટાર્સ ના બોડીગાર્ડ ની સેલરી વધારે છે પંરતુ અમિતાભ બચ્ચન પોતાના અંગત બોડીગાર્ડ ને વર્ષ દરમિયાન ઘણી સેલરી મળે છે.

તમે આજ પહેલાં ક્યાંક ને ક્યાંક અમિતાભ બચ્ચનની સાથે તેમના બોડીગાર્ડ ની તસ્વીર જોઈ હશે. જ્યારે પણ અમિતાભ બચ્ચન ઘરની બહાર નીકળે છે ત્યારે જીતેન્દ્ર શિંદે પણ તેમની સાથે નીકળી પડે છે. ટુંકમાં કહીએ તો જીતેન્દ્ર અમિતાભની સાથે પડછાયાની જેમ રહે છે. જીતેન્દ્ર ભારતની સાથે સાથે અમિતાભને વિદેશમાં પણ સુરક્ષા પૂરી પાડે છે.

એક રિપોર્ટ અનુસાર અમિતાભ બચ્ચનની સુરક્ષા સંભાળવા માટે વર્ષ 1.5 કરોડની સેલરી લે છે. તમને જણાવી દઈએ કે જીતેન્દ્ર શિંદે પોતાની સુરક્ષા એજન્સી પણ ચલાવે છે, જોકે ખુદ તેઓ અમિતાભની સુરક્ષા સંભાળે છે.

About gujju

Check Also

નોરા ફતેહીના શેર થઇ રહેલ આ બોલ્ડ અને બિન્દાસ ફોટો તમે જોયા કે નહિ?

પોતાના ડાન્સથી આજે લાખો લોકો તેના દિવાના છે પોતાની સુંદરતાથી આજે અનેક લોકો તેના ચાહકો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *