Breaking News

બીજી પત્નીને બેડરૂમમાં છોડીને પહેલી પત્ની પાસે ચાલ્યા જતા અનુ કપૂર, આવી થઈ ગઈ હતી જીંદગી….

બોલિવૂડ અભિનેતા સિંગર અને હોસ્ટ અનુ કપૂર ની લવ સ્ટોરી કોઈ ફિલ્મી કહાની કરતા ઓછી નથી, તેઓએ પોતાની પત્ની સાથે બે વખત લગ્ન કર્યા છે. જેમાં પહેલા તેઓએ પત્નીને તલાક આપ્યા હતા પંરતુ બાદમાં ફરીથી તેની સાથે જ લગ્ન કરી લીધા હતા. અનુ કપૂર ની પત્ની નું નામ અનુપમા છે, જે અમેરિકાની રહેવાસી છે અને તે અનુ કરતા 13 વર્ષ નાની છે.

લગભગ એક વર્ષ સાથે રહ્યા પછી અનુએ તેમની પત્નીને તલાક આપી દીધા હતા. હકીકતમાં તેમના લગ્ન 1991માં થયા હતા. જોકે તેમનું તલાક એક વર્ષની અંદર જ થઈ ગયું અને 1993માં તેઓ કાયમ માટે અલવિદા કહી ચુક્યા હતા.

આ લગ્નથી તેમને એક દીકરી પણ છે. જો કે થોડાક વર્ષો સાથે રહ્યા પછી અનુ કપૂરે અરુનિતાને છોડવાનો નિર્ણય કરી લીધો હતો. હકીકતમાં અનુ કપૂર ને બીજી વ્યક્તિ સાથે પ્રેમ થઈ ગયો હતો અને અનુએ અરુનિતા સાથે જૂઠું બોલવાનું પણ શરૂ કરી દીધું હતું. જેનાથી અરુનિતા પણ પરેશાન થઈ ગઈ હતી. એક ઇન્ટરવ્યૂમાં અરુનિતાએ કહ્યું હતું કે અનુ કપૂર લગ્ન પછી અનુ બહાનું કાઢીને તેને એકલા છોડીને બેડરૂમની બહાર ચાલ્યા જતા હતા.

અરુનિતાને બાદમાં ખબર પડી કે અનુ કપૂર નું અફેર ચાલી રહ્યું છે. જ્યારે અરુનિતાએ આ વાતની શોધખોળ કરી ત્યારે તેને જાણવા મળ્યું કે અનુ કપૂર તેમની પહેલી પત્ની અનુપમા ના પ્રેમમાં પડ્યા છે. આ વાત જાણીને અરુનિતાનું દિલ તૂટી ગયું હતું અને આ સમયે અનુએ અરુનિતાને પૈસા આપવાનું પણ બંધ કરી દીધું હતું.

અરુનિતાના કહ્યા અનુસાર અનુ જૂઠું બોલીને હોટલમાં જઈને પહેલી પત્ની અનુપમા ને મળતા હતા. આ બંને હોટલમાં ઘણા સમય રોકાતા પણ હતા. આ બધું ખબર પડતાની સાથે જ અરુનિતાએ અનુ કપૂરને છૂટાછેડા આપી દીધા હતા.

ત્યારબાદ તલાક લીધા પછી વર્ષ 2008માં અનુએ પહેલી પતિ-પત્ની અનુપમા સાથે ફરીથી લગ્ન કરી લીધા હતા. હાલમાં અનુ કપૂર ના કુલ ચાર બાળકો છે. જેમાં ત્રણ દીકરા અને એક દીકરી છે.

About gujju

Check Also

અભિનેત્રી પ્રિયંકા ચોપરા બની માતા

બોલિવૂડની જાણીતી અભિનેત્રી પ્રિયંકા ચોપરા માતા બની ગઈ છે. આ જાણકારી તેણે સોશિયલ મીડિયા પર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *