Breaking News

કેટલી ભણેલી ગણેલી છે અંબાણી ફેમિલી? કોઈ કોલેજ ડ્રોપઆઉટ તો કોઈ વિદેશ અભ્યાસ કરી ચૂક્યું છે….

નીતા અંબાણીની ગણના એશિયાની ટોચની બિઝનેસ મહિલાઓની યાદીમાં કરવામાં આવે છે. તે દેશના સૌથી ધનિક બિઝનેસમેન મુકેશ અંબાણીની પત્ની હોવા સાથે નીતા અંબાણીએ પણ પોતાની આગવી ઓળખ બનાવી છે. તમને ખ્યાલ હોય તો નીતા અંબાણીએ શિક્ષણ ક્ષેત્રે મહત્વનું યોગદાન આપ્યું છે. નીતા અંબાણી ઘણા ગરીબ બાળકોનું શિક્ષણ સંભાળે છે.

નીતા અંબાણી ‘ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલ’માં અધ્યક્ષની પદવી સંભાળે છે. ‘ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલ’ દેશની સૌથી મોટી અને સૌથી મોંઘી શાળાઓમાં શામેલ છે. નીતા અંબાણી બધા જ બાળકના અભ્યાસને ખૂબ મહત્વ આપે છે પરંતુ શું તમે જાણો છો કે અંબાણી પરિવારના સભ્યો કેટલા શિક્ષિત છે? જો તમને આ વિશે ખબર નથી તો આજે અમે તમને વિગતવાર જણાવીશું કે અંબાણી પરિવારના લોકોએ કેટલો અભ્યાસ કર્યો છે?

મુકેશ અંબાણી :- આ યાદીમાં સૌથી પહેલા માઈન્ડ મુકેશ અંબાણીનું નામ આવે છે. મુકેશ અંબાણીએ મુંબઈના પોદ્દાર રોડ પર સ્થિત હિલ ગાર્ડન હાઈસ્કૂલમાંથી શાળાનું શિક્ષણ પૂરું કર્યું છે. ત્યારબાદ તેઓ સેન્ટ ઝેવિયર્સ કોલેજમાંથી સ્નાતક થયા.

તેઓએ સ્નાતક પૂર્ણ કર્યા બાદ ઇન્સ્ટિટ્યુટ ઓફ કેમિકલ ટેકનોલોજીમાંથી કેમિકલ એન્જિનિયરિંગમાં BE ની પદવી મેળવી હતી. ત્યારબાદ તેઓ વર્ષ 1980 માં સ્ટેનફોર્ડ યુનિવર્સિટીમાંથી એમબીએ કરવા પણ ગયા હતા પરંતુ પિતાને બિઝનેસ મા મદદ કરવા માટે, તેણે એમબીએનો અભ્યાસ થોડાક સમય પછી છોડી દીધો હતો.

નીતા અંબાણી :- તમે બધા નીતા અંબાણીના શિક્ષણ તરફનો ઝુકાવ એના પરથી જાણી શકો છો કે નીતા પોતે શાળાની શિક્ષક રહી ચૂકી છે. નીતા અંબાણીએ મુંબઈની નરસી મંજી ​​કોલેજ ઓફ કોમર્સ એન્ડ ઇકોનોમિક્સમાંથી કોમર્સમાં ડિગ્રી મેળવી છે.

અનિલ અંબાણી :- મુકેશ અંબાણીના મોટા ભાઈ અનિલે મુંબઈની હિલ ગાર્ડન હાઈસ્કૂલમાંથી ધોરણ 12 સુધીનો અભ્યાસ કર્યો છે. ત્યારપછી તેઓ કિશનચંદ ચેલારામ કોલેજમાંથી સાયન્સમાં ડિગ્રી મેળવી હતી. આ સાથે અનિલ અંબાણી પેન્સિલવેનિયા યુનિવર્સિટીમાંથી MBA ની ડિગ્રી પણ મેળવી ચૂક્યા છે.

ટીના અંબાણી :- બોલિવૂડ અભિનેત્રી ટીના અંબાણીએ વર્ષ 1975 માં ફેમિના ટીન પ્રિન્સેસ ઓફ ઇન્ડિયાનો એવોર્ડ પોતાના નામે કર્યો હતો. જોકે હવે ટીના અંબાણી એક સફળ બિઝનેસ વુમન બની ગઈ છે. તમને જણાવી દઈએ કે ટીના અંબાણીએ તેનું શાળાકીય શિક્ષણ મુંબઈની એમએમ સ્કૂલમાંથી કર્યું હતું.

આકાશ અંબાણી :- અંબાણી પરિવારના મોટા દીકરા આકાશે તેનું શાળાકીય શિક્ષણ મુંબઈના કેમ્પિયન અને પછી ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી પૂર્ણ કર્યું છે. ત્યારબાદ આકાશ અંબાણી અમેરિકાની બ્રાઉન યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં ડિગ્રી મેળવવા ગયા હતા.

શ્લોકા મહેતા
અંબાણી પરિવારની મોટી વહુ શ્લોકા શિક્ષણની બાબતમાં હંમેશા ટોપ પર રહી છે. તે પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ પૂર્ણ કરી ચૂકી છે. ત્યારબાદ શ્લોકા અમેરિકાની ન્યૂ જર્સીમાં માનવશાસ્ત્રમાં ડિગ્રી મેળવવા ગઈ હતી. આ સાથે તેણે લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાંથી લોમાં પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યું છે.

ઈશા અંબાણી :- અંબાણી પરિવારની લાડલી દિકરી ઈશા અંબાણીએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી શિક્ષણ પૂર્ણ કર્યા પછી અમેરિકાની યેલ યુનિવર્સિટીમાં પ્રવેશ લીધો હતો. અહીંથી તેને સાયકોલોજી અને સાઉથ એશિયન સ્ટડીઝમાં બેચલર ડિગ્રી મેળવી હતી. ત્યારબાદ ઈશાએ કેલિફોર્નિયામાં સ્ટેનફોર્ડ બિઝનેસ સ્કૂલમાંથી MBAનો પણ અભ્યાસ કર્યો છે.

અનંત અંબાણી :- મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણીએ પણ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ત્યારબાદ અનંતે આઇસલેન્ડની બ્રાઉન યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવી હતી. હાલમાં અનંત પોતાનો બિઝનેસ સંભાળી રહ્યો છે.

About gujju

Check Also

નહીં જાણતા હોવ ઉત્તરાયણે કાળા તલ-ગોળ ખાવાની પરંપરાનું મહત્ત્વ…

સૂર્ય 30 દિવસમાં તેની રાશિ બદલીને 6 મહિનામાં અસ્ત થાય છે. જ્યારે સૂર્ય મકર રાશિમાં …

Leave a Reply

Your email address will not be published.