Breaking News

સોશ્યલ મીડિયામાં સ્ટાર બની ગયેલા Mr. Faisuની સંપતિ વિશે જાણી લેશો તો અવશ્ય થશે નવાઈ, જન્નત ઝુબેર સાથે લડાવી રહ્યો છે ઇશ્ક..

આજકાલ સોશિયલ મીડિયાનો જમાનો આવી ગયો છે. દરેક સામાન્ય વ્યક્તિથી લઈને સિતારાઓ સુધી બધા જ લોકો સોશિયલ મીડિયામાં સક્રિય રહે છે. આ સાથે સોશિયલ મીડિયા કોઈ વાત એકબીજા સાથે પહોંચાડવા માટેનું સૌથી આસાન માધ્યમ પણ છે. તમે જાણતા હશો કે આગામી દિવસોમાં સોશિયલ મીડિયાની મદદથી ઘણા લોકોની જિંદગી બદલી નાખી છે.

આવી સ્થિતિમાં આજે અમે તમને એક આવા જ વ્યક્તિ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેની જિંદગી સોશિયલ મીડિયાને કારણે બદલાઈ ગઈ છે અને હાલમાં તે ઘણા લોકોના દિલ પર રાજ કરી રહ્યો છે. તમને કહી દઈએ કે અમે જે વ્યક્તિ વિશે વાત કરી રહ્યા છીએ, તે વ્યક્તિ બીજું કોઈ નહિ પણ ફૈઝલ શેખ છે.

ફૈઝલ શેખ નો જન્મ મુંબઈના એક સામાન્ય પરિવારમાં થયો હતો. ફૈઝુ એ પોતાનું શરૂઆતી શિક્ષણ મુંબઈની New English School માંથી પૂર્ણ કર્યું છે. ત્યારબાદ તેણે એમએમકે કોલેજ માંથી સ્નાતકની ડિગ્રી પૂર્ણ કરી હતી. ફૈઝલ શેખને બાળપણથી એક્ટિંગ નો શોખ હતો, જેના લીધે તેઓએ આ દિશામાં જ કારકિર્દી બનાવવાનું નક્કી કર્યું હતું.

તમને જણાવી દઈએ કે શરૂઆતમાં ફૈઝલ શેખ સેલ્સ મેન તરીકે કામ કરતા હતા. જોકે હાલમાં તેઓ કરોડો લોકોના દિલ પર રાજ કરી રહ્યા છે. ફૈઝલ ને તેની સ્ટ્રેટ હેરસ્ટાઈલ માટે સૌથી વધારે પસંદ કરવામાં આવે છે. પહેલા તેઓ પોતાના ડાન્સ અને એક્ટ વિડિયો ફેસબુક પર શેર કરતા હતા પણ જ્યારે તેઓને એકદિવસ ટિકટોક વિશે ખબર પડી તો તેઓએ તેના ઉપર પણ વીડિયો નાખવાનું શરૂ કરી દીધું હતું.

આજે તેમની પાછળ છોકરાઓની સાથે સાથે ઘણી છોકરીઓ પણ પાગલ છે. તેમને સોશિયલ મીડિયામાં 24 મિલિયન કરતા પણ વધારે લોકો ફોલો કરે છે. આ સાથે ફૈઝલ પણ પોતાની આકર્ષક તસવીરો અવારનવાર સોશિયલ મીડિયામાં શેર કરતો રહે છે. આ બધાને લીધે ફૈઝલ શેખ વિરાટ કોહલી, સલમાન ખાન, શાહરૂખ ખાન જેવા નામી સેલેબ્સ ને પણ કડક ટક્કર આપે છે.

શરૂઆતમાં તેમની વીડિયો પર ફક્ત દસેક લાઈક્સ આવતી હતી. જોકે એક દિવસ તેમનો એક વીડિયો એટલો વાયરલ થઈ ગયો કે તેના પર લાખોમાં વ્યુ આવી ગયા હતા. આ વીડિયો સામે આવ્યા ફેઝુ સમજી ગયો હતો કે તેને શું કરવાનું છે. અત્યારે ફૈઝલ શેખ એટલા વાયરલ થઈ ગયા છે કે તેમની પાસે રિતિક રોશન જેવા સ્ટાર પણ ફિલ્મનું પ્રમોશન કરવા માટે આવે છે.

હવે જો આપણે તેમની કુલ સંપતિ વિશે વાત કરીએ તો તે 1 મિલિયન ડોલર છે. તેમની આવકનો મુખ્ય સ્ત્રોત સોશિયલ મીડિયા અને જાહેરાતો છે. ફૈઝલ શેખ પાસે એક જેગુઆર લેન્ડ રોવર કાર છે. જેની કિંમત 2.44 કરોડથી લઈને 4.85 સુધી હોય શકે છે.

ટીવી જગતની બાળ કલાકાર જન્નત ઝુબેર અને ફૈઝલ શેખની ખબરો અવારનવાર સામે આવતી રહે છે. હાલમાં તેઓ એકબીજા સાથે ઘણા પ્રોજેક્ટ પર સાથે કામ કરી રહ્યા છે. આ સાથે વેકેશન ગાળવા પણ તેઓ સાથે જાય છે. હાલમાં એવા સમાચાર આવી રહ્યા છે કે જન્નત ઝુબેર અને ફૈઝલ શેખ એકબીજાને ડેટ કરી રહ્યા છે.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *