Breaking News

સલમાન ખાનને લીધે ઈચ્છા હોવા છતાં લગ્ન નથી કરી શકતી સોનાક્ષી સિંહા, જાણો શા માટે?

શત્રુઘ્ન સિંહા ની દીકરી સોનાક્ષી સિંહા આજે બોલિવુડનું બહુ મોટું નામ બની ગઈ છે. તેણીએ પોતાના ટેલેન્ટ ના દમ પર આ ખ્યાતિ પ્રાપ્ત કરી છે. સોનાક્ષીનો જન્મ 2 જૂન 1987ના રોજ થયો હતો અને હાલમાં તેણીની 34 વર્ષની થઈ ગઈ છે. આમ છતાં હજુ સુધી તેણે લગ્ન કર્યા નથી. જોકે તેની પાછળનું કારણ પણ રસપ્રદ છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

શત્રુઘ્ન સિંહાની દીકરી સોનાક્ષીએ શરૂઆતી અભ્યાસ આર્ય મંદિર મુંબઈ થી પૂર્ણ કર્યો છે. ત્યારબાદ તેણીએ આગળ નો ફેશન ડિઝાઇન નો અભ્યાસ એસએનડીટી કોલેજ માંથી પૂર્ણ કર્યો છે.

તમને જણાવી દઈએ કે સોનાક્ષીએ ક્યારેય વિચાર કર્યો નહોતો કે તેણીની એક મોટી અભિનેત્રી બનશે. જોકે પિતાના કદમો પર ચાલતા ચાલતા આજે તેણીની એક મોટી અભિનેત્રી બની ગઈ છે. તેણે સલમાન ખાન સાથે વર્ષ 2010માં ફિલ્મ દબંગ થી અભિનયની શરુઆત કરી હતી.

હિન્દી સિનેમામાં ગયા દિવસોમાં તેનું નામ બંટી સચદેવા સાથે જોડાયું હતું જોકે બાદમાં તેમના વચ્ચે પણ બ્રેકઅપ થઈ ગયું હતું. આ સાથે વર્ષ 2017માં ખબર સામે આવી હતી કે સોનાક્ષી સિન્હા બહુ જલદી લગ્ન કરવા જઈ રહી છે. સોનાક્ષી જે વ્યક્તિ સાથે લગ્ન કરવાની હતી તે વ્યક્તિ બંટી સચદેવ હતું અને તેમની સગાઈ ની વાતો ખૂબ વાયરલ થઈ હતી.

જોકે તમને જણાવી દઈએ કે અત્યાર સુધી બંટી સચદેવ સાથે સોનાક્ષીના લગ્ન થયા છે ના તો તેમની સગાઈ થઈ છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે બંટી અને સલમાન સાથે ખાસ કનેક્શન છે. હકીકતમાં સલમાન ખાનના ભાઈ સોહેલ ખાને બંટીની બહેન સાથે લગ્ન કર્યા છે. તમને કહી દઈએ કે બંટી પીઆર એજન્સી કોર્નરસ્ટોનની માલિકી ધરાવે છે.

આ સાથે સોનાક્ષી તથા બંટીનો જ્યારે પણ ફોટો સામે આવે છે ત્યારે તેઓ પાર્ટી કરતા જોવા મળી જાય છે અને જેમનો ફોટો સામે આવે છે ત્યારે લોકો ચોંકી જાય છે. આ જ કારણ છે કે સોનાક્ષી સિંહા લગ્ન કરી રહી નથી.

જો આપણે સોનાક્ષીના ફિલ્મી કરિયર વિશે વાત કરીએ તો તેને અત્યાર સુધી 20 જેવી ફિલ્મો કરી છે. તેણીએ બહુ ઓછાં સમયમાં ફિલ્મી દુનિયામાં પોતાની આગવી ઓળખ બનાવી લીધી છે. સોનાક્ષીએ સલમાન ખાન, અર્જુન કપૂર, ઇમરાન હાશ્મી, અક્ષય કુમાર જેવા નાખી કલાકારો સાથે કામ કરીને પોતાની પ્રતિભા બતાવી છે. હાલમાં અભિનેત્રી પાસે ઘણા પ્રોજેક્ટ છે અને તેણીની બહુ જલદી ફિલ્મમાં દેખાઈ શકે છે.

About gujju

Check Also

આખરે રડવા લાગ્યા જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી…

‘કૌન બનેગા કરોડપતિ’ એક હિટ ટીવી શો છે. પ્રશ્નોના જવાબ આપીને, તમને અહીં કરોડપતિ બનવાની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *