Breaking News

આ ખૂબીઓ ધરાવતા પુરુષો પર ફિદા થઈ જાય છે છોકરીઓ, જો તમારા માં હોય તો સમજી લેજો મળશે બેસ્ટ લાઇફ પાર્ટનર….

તમે દેખાવમાં પણ સારા છો, તમારું સેન્સ ઓફ હ્યુમર પણ સારું છે, તમારી સરકારી નોકરી છે… તો પણ સિંગલ છો? છેવટે શા માટે? એવું તો શું કારણ છે જેના લીધે તમારા તરફ કોઈ છોકરી આકર્ષિત થતી નથી, શું તમે ક્યારેય આ વિશે વિચાર કર્યો છે.

જો ના તો આજે અમે તમને કેટલીક એવી ખૂબીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જે કોઈ પુરુષમાં હોય તો તેની તરફ છોકરીઓ જલદી આકર્ષિત થઈ શકે છે. તો ચાલો આપણે એક પછી એક આ ખૂબીઓ વિશે વિગતવાર જાણીએ.

જે છોકરાઓ સભ્યતા અને આરામથી વાત કરે છે તો તેમની તરફ છોકરીઓ જલદી આકર્ષિત થાય છે. આનાથી વિપરીત મોટેથી બૂમ પાડનાર, ઊંચ અવાજે વાત કરનાર, અન્ય લોકોની મજાક કરનાર, ખરાબ જોક્સ સંભળાવીને મોટેથી હસનાર છોકરાઓ તરફ છોકરીઓ ક્યારેય જોતી પણ નથી.

જે છોકરાઓમાં સભ્યતા હોય છે તેઓ દરેક વાત આરામથી કરે છે. દરેક નાના મોટા વ્યક્તિનું સન્માન કરે છે. કોઈને ક્યારેય અપશબ્દો કે ગાળો બોલતા નથી. તેઓ દરેક સાથે નમ્રતાથી વર્તન કરે છે. જો તમારામાં આ બધી આદતો નથી તો આજથી જ તેને વિકસાવી જોઈએ.

છોકરીઓને એવા છોકરાઓ પસંદ કરતી નથી કે જેઓ ફક્ત પોતાને પસંદ કરે છે. છોકરીઓ એવા છોકરાઓ તરફ આકર્ષિત થાય છે જે પોતાની સાથે પાર્ટનર નું પણ ધ્યાન રાખે છે અને તેના સુખ દુઃખમાં સાથ આપે છે.

દરેક છોકરી ફિઝિકલ રીતે સુરક્ષિત રહેવા માગે છે. જેના લીધે તેને એવા છોકરાઓએ ક્યારેય પસંદ આવતા નથી કે જેઓ તેને વારંવાર સ્પર્શ કરે છે. જો તમારા આવી આદત હોય તો તેને તરત જ બદલી નાખો. કારણ કે આનાથી તમારી ખરાબ ઈમ્પ્રેશન પડી શકે છે.

દરેક છોકરી એવા છોકરાની તલાશમાં હોય છે કે જે બીજા લોકોની વાત સાંભળે… જે વ્યક્તિ સાથે છોકરીઓ રિલેશન માં હોય તે પોતાની વાત પણ છોકરાઓને કરવા માંગે છે. આવામાં દરેક છોકરાઓએ આ આદત વિકસાવી જોઈએ અને સામેના વ્યક્તિની વાત સારી રીતે સમજવી જોઈએ.

તમારામાં જે પણ ખરાબ આદતો છે અને તેના વિશે તમને ખબર છે તો આજથી જ આ આદતો બદલી નાખો. જેમ કે ખાંસી અથવા છીંક ખાતી વખતે મોઢા પર રૂમાલ ના રાખવો, ગમે ત્યાં થૂંકી લેવું, ધૂમ્રપાન અથવા ગુટખા નું સેવન કરવું વગેરે વગેરે…

આ સિવાય સૌથી જરૂરી વાત એ છે કે દરેક છોકરી ઈચ્છે છે કે છોકરો તેનું સન્માન કરે અને તેની દરેક વાતને સમજે.. આ સાથે યોગ્ય ભાષાનો ઉપયોગ કરે. આ એક સારા વ્યક્તિની નિશાની છે.

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *