Breaking News

કેપ્ટન કૂલ ધોનીની કમાઈ જાણીને ઉડી જશે હોંશ, આ 7 જગ્યાએથી કરે છે દમદાર કમાણી…

જ્યારે પણ ભારતીય ઇન્ડિયન ક્રિકેટ ટીમના ટોચના ખેલાડીઓ વિશે વાત કરવામાં આવે છે ત્યારે મહેન્દ્ર સિંહનું નામ પહેલા લેવામાં આવે છે. એમ.એસ ધોની ઇન્ડિયના ક્રિકેટ ટીમના પૂર્વ કપ્તાન રહી ચૂક્યા છે.

તેમની નિર્ણય ક્ષમતા જબરદસ્ત છે અને તેઓ એ પોતાના નિર્ણયોથી ભારતીય ક્રિકેટ ને દેશ વિદેશમાં ઓળખ અપાવી છે. આ સાથે ધોનીની કેપ્ટનશિપ હેઠળ ઘણી મેચોમાં વિજય પણ થયો છે. તેમની કેપ્ટનશીપમાં ભારતે આઈસીસી વર્લ્ડ ટી 20 (2007), ક્રિકેટ વર્લ્ડ કપ (2011) અને આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી (2013) જીતી છે એટલું જ નહીં 2009 માં ભારત પ્રથમ વખત ટેસ્ટમાં નંબર વન બન્યું હતું.

ધોની આઈપીએલ ના સૌથી નોઘા ખેલાડી બની ચૂક્યા છે. તેઓ ક્રિકેટની સાથે સાથે અન્ય બિઝનેસ પણ ધરાવે છે, જ્યાંથી તેઓને દમદાર કમાણી થાય છે. જો આપણે ધોનીની સંપતિ વિશે વાર કરીએ તો એક રિપોર્ટ અનુસાર તેમની કમાણી 8 અરબ 35 કરોડ રૂપિયા છે.

આટલું જ નહીં ચેન્નઇ સુપર કિંગ્સ માં તેમના 15 કરોડના બોન્ડ છે. એક રિપોર્ટ અનુસાર ધોની જાહેરાત કરીને 195 કરોડ કરતાં પણ વધારે કમાઈ કરે છે.

ધોનીનો ફૂટબોલ ટીમમાં શરૂઆતથી જ રસ રહ્યો છે. આજ કારણ છે કે ઇન્ડિયન સુપર લીગમાં ફૂટબોલ ટીમ ચેન્નઇમાં ધોનીએ એફસી ખરીદી છે. ધોની આ ટીમનો કો ઓનર છે.

ધોનીએ ગયા વર્ષે મનોરંજન ઉદ્યોગમાં પણ એન્ટ્રી કરી છે. તેઓએ ધોની એન્ટરટેટમેન્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપની શરૂ કરી છે અને હવે જાણકારી મળી છે કે ધોનીએ પોતાના ઉધોગને વધારવા માટે મુંબઈ અંધેરીમાં પોતાની ઓફિસ પણ શરૂ કરી છે.

ધોનીનો પહેલો પ્રોજેક્ટ હોટસ્ટાર ડોક્યુમેન્ટ્રી ધ રોર ઓફ લાઈન શરૂ કરી હતી. જે ઓટીટી પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી.

ધોનીને બાઈક નો પણ ઘણો શોખ છે અને આ શોખને કારણે તેમનું નામ આ ખેલમાં પક જોડાયેલું છે. ધોની સુપર સ્ટાર નાગાર્જુન સાથે સુપરસ્પોર્ટ્સ વર્લ્ડ ચેમ્પિયનશિપ માહી રેસિંગ ટીમ ઇન્ડિયા ના માલિક પણ છે.

મેહન્દ્ર સિંહ ધોનીની પત્નીને હોટલ મેનેજમેન્ટ નો કોર્સ હાર્યો છે, જેના લીધે ધોનીએ ઝારખંડમાં હોટલ ખોલી રાખી છે. જેનું નામ કેપ્ટન કુલ રાખવામાં આવ્યું છે.

ધોનીએ હોકીની દુનિયામાં પણ પોતાનું નામ બનાવ્યું છે. તેઓ હોકી ઇન્ડિયા લીગ ટીમ રાંચી રેજ ના માલિક છે. આ ટીમ 2014માં રાંચી રહિંહો ની જગ્યા પર આવી હતી.

About gujju

Check Also

આ ભારતીય ક્રિકેટરે ૨૦૨૧ પછી ક્રિકેટમાંથી સન્યાસ લેવાની કરી જાહેરાત…

અનુભવી ડચ ક્રિકેટર રાયન ટેન ડોશેટે, જેણે ભારત દ્વારા આયોજિત 2011 ના વર્લ્ડ કપમાં શાનદાર …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *