Breaking News

શું શમિતા શેટ્ટીએ ચોરી છીપે કરી લીધા લગ્ન? ચારેય દિશામાં થઈ રહી છે લગ્નની ચર્ચા… જાણો વાયરલ ખબર

બિગ બોસના ઓટિટી સ્પર્ધક શમિતા શેટ્ટી અને રાકેશ બાપત આ દિવસોમાં ચર્ચાનો વિષય બની રહ્યા છે. આ દિવસોમાં બિગ બોસ ઓટિટીને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે.

પ્રાપ્ત થયેલ જાણકારી અનુસાર શોમાં રાકેશ બાપત અને શમિતા શેટ્ટી એકબીજાને પસંદ કરવા લાગ્યા છે. જેના પરથી તેમના સાથે જોડાયેલી ઘણી અફવાઓ સાંભળવા મળી રહી છે. મીડિયા રિપોર્ટ અનુસાર લેટેસ્ટ એપિસોડમાં શમિતા શેટ્ટીની ગેરહાજરીમાં દિવ્યા અગ્રવાલ, રિદ્ધિમા પંડિત, નિશાંત ભટ્ટએ રાકેશની મજાક કરવાની કોઈ તક છોડી નહોતી.

જેમાં દિવ્યા કહી રહી હતી કે ગઈ રાતે રાકેશના સપના તૂટી ગયા. તે સુવા ક્યાંક અલગ જગ્યાએ માંગતો હતો અને સૂવું ક્યાંક અલગ પડયું. આ સાથે રિધિમા પણ આ વાતમાં દખલઅંદાજી કરે છે અને કહે છે કે રાકેશ શમિતા ના બેડ પર શિફ્ટ થવાનો હતો પરંતુ મુસ્કાન જાટાનને લીધે તેના સપના તૂટી ગયા હતા. આ સાથે દિવ્યા આગળ કહે છે કે બિગ બોસમાં કોઈને કોઈ પસંદ આવી જાય છે તો તેઓને લગ્ન કરી લેવા જોઈએ કારણ કે બિગ બોસ માં કપડાં સારા હોય છે.

દિવ્યાની આ વાત પર રિધીમા સહમતી જતાવે છે અને કહે છે કે રાકેશ અને શમિતા સારા કપલ બનશે. નિશાંત અને રિધિમાની મજા લેતા કહે છે કે તેમને કોઈ વાંધો નથી જો તે ભાભી બને છે. નિશાંત આગળ કહે છે કે જો રિધિમાને રાકેશ પસંદ છે તો તમારે રાકેશ સાથે લગ્ન કરી લેવા જોઈએ. ત્યારે રિધિમા કહે છે કે મને રાકેશ જરાય પસંદ નથી.

હવે એક પ્રોમો વીડિયો સામે આવ્યો છે જેમાં રાકેશ શમિતા સાથે ફ્લર્ટ કરતા જોવા મળે છે. આ સાથે તે શમિતા ના બેડ ઉપર પણ સૂવાની પૂરી કોશિશ કરે છે. આ વીડિયો એકદમ ઝડપથી સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

આ શોની શુરુઆત સમયે શમિતા શેટ્ટી એ ખુદ હોસ્ટ કરણ જોહરના સામે રાકેશ ની પસંદગી કરી હતી. શરૂઆતમાં બંને વચ્ચે ઘણા મતભેદ હતા પંરતુ બંને ખૂબ સમજદાર છે. તેઓએ મતભેદ સમજીને દૂર કર્યા હતા અને હાલમાં તેમની વચ્ચે એક સારો સંબંધ છે.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *