Breaking News

બોલિવૂડની આ ફેમસ હસીનાઓ પર લાગી ચૂક્યો છે કોઈ બીજાનો બોયફ્રેન્ડની ચોરી કરવાનો આરોપ, જાણો કઈ કઈ અભિનેત્રીઓ છે શામેલ..

સામાન્ય રીતે બોલીવુડ જગતમાં અવારનવાર બ્રેકઅપ અમે પેચઅપની ખબરો સામે આવતી રહે છે. અહીં રોજબરોજ નવા સંબંધો બને છે અને જૂના સંબંધો તૂટે છે. આ સાથે ઘણી વખત પોતાનો નજીકનો વ્યક્તિ જ દુશ્મન બની જાય છે. હા, બોલિવૂડમાં એવી ઘણી હસીનાઓ રહી ચૂકી છે જેઓને પોતાની મિત્રનો બોયફ્રેન્ડ ચોરી કરવાનો આરોપ લાગી ચૂક્યો છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કઈ કઈ અભિનેત્રીઓ શામેલ છે.

કેટરિના કૈફ :- આ યાદીમાં પહેલા નામ કેટરિના કૈફનું આવે છે. એક સમય હતો જ્યારે દીપિકા પાદુકોણ અને રણબીર કપૂરના પ્રેમ જીવનની વાતો ચર્ચાનો વિષય બની ગઈ હતી પંરતુ ત્યારબાદ અચાનક ખબરો આવવા લાગે છે કે બંનેનું બ્રેકઅપ થઈ ગયું છે. આ ખબરો વિશે સાંભળીને ફેન્સ હેરાન રહી ગયા હતા. આ બ્રેકઅપ પછી દીપિકા સાવ તૂટી પડી હતી. આ પછી કેટરિના કૈફ રણવીરના જીવનમાં આવી હતી.

મલાઈકા અરોરા :- મલાઈકા અરોરા હાલમાં અભિનેતા અર્જુન કપૂર ને ડેટ કરી રહી છે પંરતુ એક સમય હતો જ્યારે અર્જુન કપૂર મલાઈકા અરોરા ની નણંદ અર્પિતા ખાનને ડેટ કરી રહ્યો હતો. આ બંને વચ્ચે બ્રેકઅપ થવાનું કારણ મલાઈકા અરોરા જવાબદાર માનવામાં આવે છે.

એશ્વર્યા રાય બચ્ચન :- આ યાદીમાં વર્લ્ડ બ્યુટી એશ્વર્યા રાય પણ શામેલ છે. હકીકતમાં સલમાન ખાન સોમી અલીને ડેટ કરી રહ્યો હતો અને તેઓ લગભગ આઠ વર્ષ સુધી રિલેશન માં રહ્યા હતા. ત્યારબાદ સલમાનના જીવનમાં એશ્વર્યાએ એન્ટ્રી લીધી હતી અને સલમાન પણ એશના પ્રેમમાં પાગલ થઇ ગયો હતો. જેના લીધે સોમી અને સલમાનનો આઠ વર્ષ જૂનો સંબંધ તૂટી ગયો હતો.

દીપિકા પાદુકોણ :- ભલે દીપિકા પાદુકોણ હાલમાં રણવીર સિંહની પત્ની હોય અને તેઓ બી ટાઉન ની પરફેક્ટ જોડી તરીકે ઉભરી આવ્યા હોય…

પંરતુ એક સમય હતો જ્યારે રણવીર સિંહ અનુષ્કા શર્માને ડેટ કરી રહ્યો હતો અને બોલિવૂડમાં તેમના લિંકઅપની ખબરો ધૂમ મચાવી રહી હતી. જોકે બાદમાં દીપિકાએ રણવીરના જીવનમાં એન્ટ્રી મારતા તેને અનુષ્કા શર્મા સાથે બ્રેકઅપ કરી દીધું હતું.

સારા અલી ખાન :- સારા અલી ખાનનું નામ દિવગંત અભિનેતા સૈફ અલી ખાન સાથે જોડાઈ ચૂક્યું છે પંરતુ એક સમય હતો જ્યારે સુશાંત સિંહ રાજપૂત ક્રિતી સેનનને ડેટ કરી રહ્યો હતો. ફિલ્મ રાબતા દરમિયાન ક્રિતી સેનન અને સુશાંત વચ્ચે અંતર ઓછું થઈ ગયું હતું અને તેઓ ફિલ્મમાં કામ કરતી વખતે જ પ્રેમમાં પડી ગયા હતા.

About gujju

Check Also

નોરા ફતેહીના શેર થઇ રહેલ આ બોલ્ડ અને બિન્દાસ ફોટો તમે જોયા કે નહિ?

પોતાના ડાન્સથી આજે લાખો લોકો તેના દિવાના છે પોતાની સુંદરતાથી આજે અનેક લોકો તેના ચાહકો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *