Breaking News

“શેરશાહ” ફિલ્મ માટે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કીયારા અડવાણી સહિત સ્ટાર કાસ્ટની ફિસ જાણીને માથું ચકડોળે ચઢી જશે… જાણો એક ક્લિક કરીને

કારગિલ યુદ્ધમાં શહીદ પામેલા વીર જવાન વિક્રમ બત્રાની બાયોપિક ફિલ્મ શેરશાહ હાલમાં રિલીઝ કરવામાં આવી હતી. જે ખૂબ જ સુપરહિટ ફિલ્મ સાબિત થઈ છે. દર્શકોએ આ ફિલ્મને ઘણો પ્રેમ આપ્યો છે.

આ ફિલ્મ સિદ્ધાર્થ મલ્હોત્રાની સાથે સાથે કિયારા અડવાણીની ખૂબ જ ચર્ચા કરવામાં આવી રહી છે પંરતુ શું તમે જાણો છો કે આ ફિલ્મ કરવા માટે આ સ્ટાર કાસ્ટને કેટલા પૈસા આપવામાં આવ્યા હતા? જો ના તો આજે અમે તમને તેના વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

સિદ્ધાર્થ મલ્હોત્રા :- અભિનેતા સિદ્ધાર્થ મલ્હોત્રા ફિલ્મ શેરશાહ માં વિક્રમ બાત્રાની ભૂમિકા ભજવીને બધા ના ફેવરિટ અભિનેતા બની ગયા છે. તેઓની ભૂમિકા ને લોકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હાલમાં સિદ્ધાર્થ પોતાના સફળતાના દિવસોની મજા માણી રહ્યા છે. જો આપણે ફી વિશે વાત કરીએ તો સિદ્ધાર્થ ને આ ફિલ્મ માટે સાત કરોડ રૂપિયા ચૂકવવામાં આવ્યા હતા.

કિયારા અડવાણી :- ફિલ્મ શેરશાહ માં વિક્રમ બત્રાની ગર્લફ્રેન્ડ ડિમ્પીની ભૂમિકા ભજવનાર કિયારા અડવાણીના અભિનયની પણ ચારેય બાજુ ચર્ચા કરવામાં આવી રહી છે. કિયારાએ આ રોલ ખૂબ જ આકર્ષક અંદાજમાં નિભાવ્યો છે. જેના લીધે દર્શકો તેને ખુબ પસંદ કરી રહ્યા છે. એક અહેવાલ અનુસાર કિયારાને ફિલ્મ ડિમ્પી નો રોલ નિભાવવા માટે 4 કરોડ રૂપિયા આપવામાં આવ્યા છે.

પવન ચોપડા :- ફિલ્મ શેરશાહ માં વિક્રમ બત્રાના પિતાની ભૂમિકા નિભાવવી ખૂબ મોટી વાત છે. તમને જણાવી દઈએ કે પવન ચોપડાએ ફિલ્મમાં વિક્રમ બત્રાના પિતા જે.એલ બત્રા ની ભૂમિકા નિભાવી છે. એક રિપોર્ટ અનુસાર આ ફિલ્મ માટે પવનને 50 લાખ આપવામાં આવ્યા છે.

શિવ પંડિત :- ફિલ્મ શેરશાહ માં કીયારા અને સિધાર્થ સાથે લેફ્ટીનેન્ટ સંજીવ જીમવાલ ની ભૂમિકા શિવ પંડિત દ્વારા ભજવવામાં આવી છે. સિદ્ધાર્થ સાથે શિવે પણ ખૂબ જ સરસ રીતે પડદા પર આર્મી જવાનની ભૂમિકા નિભાવી હતી. એક રિપોર્ટ અનુસાર તેમને આ ફિલ્મ માટે 45 લાખ આપવામાં આવ્યા છે.

નિકીતન ધીર :- ફિલ્મ શેરશાહ માં નિકિતન ધીર દ્વારા મેજર અજય સિંહની ભૂમિકા નિભાવવામાં આવી હતી. તેઓએ આ રોલ ભજવવા માટે 35 લાખ ચાર્જ કર્યા છે.

અનિલ ચરણજીત :- ફિલ્મ શેરશાહ માં સિધાર્થ ના મિત્રની ભૂમિકા નિભાવનાર નાયબ સુબેદાર બંસીલાલ નો કિરદાર નિભાવનાર અનિલ ચરણજીતને પણ ખૂબ પસંદ કરવામાં આવ્યા છે. આ ભૂમિકા માટે તેમને 25 લાખ રૂપિયા આપવામાં આવ્યા હતા.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *