Breaking News

દુબઈ હોટલમાં પહોંચ્યા પછી મિસ ધોનીએ એવું તો શું જોયું કે શરમને લીધે મોઢું ઢાંકી દીધું? જાણો વાયરલ તસવીર પાછળની સચ્ચાઈ

ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની તેમની આઈપીએલ ટીમ ચેન્નઈ સુપર કિંગ્સ જોડે હાલમાં દુબઈમાં આઈપીએલ 2021 ની તૈયારી કરી રહ્યા છે.

આ માટે માહી તેમની પત્ની સાક્ષી અને પુત્રી જીવા સાથે દુબઈની એક હોટલમાં રહી રહ્યો છે. આજ ક્રમમાં તાજેતરમાં સાક્ષી ધોનીએ સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે, જેના પછી સાક્ષી ઘણી હેડલાઇન્સ બનાવી રહી છે.

હકીકતમાં સાક્ષી ધોનીએ દુબઈની હોટલમાં ગયા પછી સોશિયલ મીડિયા પર એક તસવીર શેર કરી છે. હકીકતમાં સાક્ષી દુબઈની આ હોટલના રૂમની ડિઝાઇન જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. આ હોટેલનો રૂમ જોઈને તેણીની શરમાઈ પણ ગઈ હતી અને રૂમની તસવીર પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરી છે. આ સાથે સાક્ષીએ જણાવ્યું કે તેને પોતાના હનીમૂનના દિવસો યાદ આવી ગયા છે. સાક્ષીએ આ સાથે જણાવ્યું કે હોટલનો રૂમ 11 વર્ષ પછી પણ… આ સાથે તેણે બંને હાથથી ચહેરો છુપાવતો ઇમોજી પણ બનાવ્યો છે.

તમને જણાવી દઈએ કે સાક્ષી અને મહેન્દ્ર સિહ ધોનીના લગ્ન 4 જુલાઈ 2010 ના દિવસે થયા હતા. તેઓએ ગયા મહિને જ તેમના લગ્નના 11 વર્ષ પૂર્ણ કર્યા હતા. જોકે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ધોની અને સાક્ષીએ એકબીજા જોડે મેરેજ કરી લીધા હતા. ત્યારથી સાક્ષી દરેક જગ્યાએ ધોની સાથે રહે છે. આ સાથે ઘણી વખત સાક્ષી સ્ટેડિયમમાં પણ પતિ ધોનીને સપોર્ટ કરવા માટે હાજર રહે છે.

તમે બધા સારી રીતે જાણતા હશો કે ગયા 2 વર્ષ પછી આ વર્ષે એપ્રિલ મહિનામાં ફરી એક વખત IPLનું આયોજન કર્યું હતું પરંતુ કોરોના કેસોને લીધે આ મેચ 4 મેના રોજ અધવચ્ચે બંધ કરવી પડી હતી.

જોકે હવે આ મેચ ફરી એક વખત દુબઈમાં 17 સપ્ટેમ્બરથી યોજવામાં આવશે. જ્યારે IPL 2021ની ફાઇનલ મેચ 15 ઓક્ટોબરના રોજ રમાશે.

About gujju

Check Also

RCBનો ખેલાડી જે યુવતીને જોઇ હસતો હતો તેગર્લ તો નીકળી મસાજ…

IPL-2021 ના ​​બીજા તબક્કાની બીજી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) સામે …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *