Breaking News

ફિલ્મો સિવાય આ જગ્યાએથી કરોડો રૂપિયાની કમાણી કરે છે અક્ષયકુમારની આ હિરોઈન, તેની સંપતિ વિશે જાણીને અચંબામાં પડી જશો…

બોલીવુડ ફિલ્મ જગતની હિરોઈન વાણી કપૂર વિશે દરેક વ્યક્તિ જાણે છે. વાણી કપૂર પોતાના અભિનયની સાથે સાથે આકર્ષક દેખાવ માટે પણ ઓળખવામાં આવે છે. વાણીનો જન્મ 23 ઓગસ્ટ 1988માં રોજ દિલ્હીમાં થયો હતો. આજે અમે તમને આ લેખના માધ્યમથી વાણી કપૂર સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ વાતો અને તેની સંપતિ વિશે જણાવવા જઈ રહ્યા છીએ.

તમને જણાવી દઈએ કે વાણી કપૂરે તેના કરિયરની શરૂઆત શુદ્ધ દેશી રોમાંસ ફિલ્મથી કરી હતી. તેણીની પહેલી ફિલ્મથી જ સફળ અભિનેત્રી બની ગઈ હતી. વાણીના પિતા શિવ કપૂર એક સફળ બિઝનેસમેન છે જ્યારે તેની માતા ડિમ્પી કપૂર એક માર્કેટિંગ ની સારી પદવી પર કાર્યરત છે. વાણી કપૂરને ફિલ્મ જગત સાથે કોઈ સંબંધ નહોતો, તેમ છતાં તેણીએ ખાસ ઓળખ બનાવી છે.

વાણી કપૂરે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી માંથી અભ્યાસ પૂર્ણ કર્યો છે. તમને જણાવી દઈએ કે વાણી કપૂર નાનપણથી જ અભિનય જગતમાં ખ્યાતિ મેળવવા માંગતી હતી અને તેને પોતાના સપનાને પૂર્ણ કરવા માટે જ બોલિવૂડમાં પગ મૂક્યો હતો. જોકે શરૂઆતમાં તેણીએ નાના પડદા ઉપર પણ કામ કર્યું હતું.

વાણી કપૂરે શુદ્ધ દેશી રોમાંસ થી ફિલ્મ જગતમાં એન્ટ્રી કરી હતી અને આ ફિલ્મથી જ તેને લોકોના મોઢા તાળા થી બંધ કરી દીધા હતા. આ ફિલ્મમાં તેના અભિનયની ચારેય બાજુ ચર્ચાઓ થઈ હતી.

આ ફિલ્મમાં અભિનય માટે તેને એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો. તમને જણાવી દઈએ કે આ ફિલ્મમાં તેની સાથે સુશાંત સિંહ રાજપૂત અને પરિણતિ ચોપડા પણ નજર આવ્યા હતા.

બોલીવુડ ફિલ્મ જગતમાં વાણી કપૂર ધીમે ધીમે સફળતાની સીડી ચઢતી ગઈ છે અને આજે તેની પાસે 9 કરોડની સંપતિ હોવાનું જાણવા મળ્યું છે. વાણી કપૂર ફિલ્મોની સાથે સાથે ઘણી જાહેરાતમાં પણ જોવા મળી ચૂકી છે. તમને જણાવી દઈએ કે વાણી કપૂર ની પોતાની “કે” મેકઅપ બ્રાન્ડ છે. આ સાથે તેણીની ઘણા સ્ટેજ શોનો હિસ્સો પણ હોય છે, જેનાથી તેને ઘણી કમાણી થાય છે.

તમને જણાવી દઈએ કે વાણી કપૂર નું દિલ્હીમાં એક ઘર છે. આ સિવાય તેણીની એક વધુ ઘરની માલિકી ધરાવે છે. આ સિવાય વાણી એ વિવિધ દેશોની રિયલ એસ્ટેટ સંપતિમાં રોકાણ કર્યું છે. તમને જણાવી દઈએ કે વાણીને અન્ય સિતારાઓની જેમ ગાડીઓનો પણ ઘણો શોખ છે. જોકે વાણી ક્યારેય શોઓફ કરવાનું પસંદ કરતી નથી.

હાલમાં વાણી કપૂર અક્ષય કુમાર સાથે ફિલ્મ બેલ બોટમમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેને અક્ષયની પત્નીનો રોલ ભજવ્યો હતો અને તેના અભિનયની લોકો ખૂબ તારીફ કરી રહ્યા છે. અભિનેત્રીનું માનવું છે કે તેનો આ ફિલ્મ રોલ ભલે નાનો હોય પંરતુ ખૂબ જ મહત્વપૂર્ણ છે. હવે વાણી કપૂર રણબીર કપૂર સાથે ફિલ્મ શમશેર માં નજર આવશે.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *