Breaking News

ભારતના આ મશહૂર ખેલાડીઓ પાસે છે અપાર ધન સંપત્તિ, તો પણ કરી રહ્યા છે સરકારી નોકરી…

ભારતમાં ક્રિકેટને સૌથી વધારે દરજ્જો આપવામાં આવ્યો છે. ભારતમાં ભગવાન પછી કોઈને સૌથી વધારે માનવામાં છે તો તે ક્રિકેટ છે. આ સાથે ક્રિકેટ ખેલાડીઓ પર અપાર ધન સંપત્તિનો વરસાદ કરવામાં આવે છે. જ્યારે એક વખત કોઈ ખેલાડી ફેમસ થઈ જાય તો તેને જાહેરાતોની સાથે સાથે સરકાર તરફથી પણ ઘણા લાભ મળે છે.

સરકાર આ ખેલાડીઓને પૈસાની સાથે સાથે ઊંચા દરજ્જાની નોકરી પણ આપે છે. આ ખેલાડીઓને ક્રિકેટને લીધે પૈસા તો મળે જ છે સાથે સાથે સરકારી નોકરીના લીધે સરકાર તરફથી માસિક પગાર આપવામાં આવે છે. આવી સ્થિતિમાં આજે અમે તમને એવા ખેલાડીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેઓને સંન્યાસ લીધા પછી કોઈ સરકારી નોકરીમાં યોગદાન આપ્યું હતું.

મહેન્દ્ર સિંહ ધોની :- એમ. એસ ધોની અત્યાર સુધીના સૌથી સફળ ખેલાડી અને કેપ્ટન છે. તેઓએ વર્ષ 2011માં ભારતને વર્લ્ડ કપ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. એક રિપોર્ટ અનુસાર ધોની પાસે ઘણી સંપતિ છે પંરતુ ધોની શરૂઆતથી જ સેનામાં જોડાવવા માંગતા હતા અને તેઓનું સ્વપન વર્ષ 2015માં પૂરું થયું હતું. હકીકતમાં ધોનીને આ વર્ષે ભારતીય સેનામામાં લેફ્ટીનેટ કર્નલ તરીકે નિયુક્ત કર્યા હતા.

સચિન તેંડુલકર :- સચિન તેંડુલકર એક એવા પૂર્વ ક્રિકેટ ખેલાડી છે, જેઓને દેશનો દરેક વ્યક્તિ જાણે છે. તેઓને ક્રિકેટના ભગવાન તરીકે પણ ઓળખવામાં આવે છે. આજે સચિન તેંડુલકર પાસે સંપતિની કોઈ કમી નથી. જોકે વર્ષ 2010માં તેઓએ એરફોર્સ જોઈન કર્યું હતું. આ સાથે તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે.

ઉમેશ યાદવ :- ઉમેશ યાદવ ભારતીય ટીમના સફળ બોલર છે. તેઓને આજ પહેલા ઘણી વખત મેચ વિનિંગ બેટિંગ કરી છે. આ સાથે તેઓને ઘણી વિકેટ પણ લીધી છે. જોકે આ સિવાય તેઓ ભારતીય રિઝર્વ બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે.

યુઝવેન્દ્ર ચહલ :- યુઝવેન્દ્ર ચહલ ભારતીય ટીમના સ્પિનર ખેલાડી છે. તેઓને ટુંક સમયમાં ઘણી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. આજે તેઓ ભારતીય ટીમના સફળ ખેલાડી છે. જોકે આ સિવાય તેઓ ભારતીય ઈનકમ ટેક્સ વિભાગના ઇન્સ્પેક્ટર પણ છે.

હરભજન સિંહ :- હરભજન સિંહે ભારતીય ટીમને જીતાડવા માટે ઘણી વખત માસ્ટર બ્લાસ્ટર બોલિંગ કરી છે. ભારતીય સ્પિનર હરભજન સિંહે અત્યાર સુધી 700થી વધારે વિકેટ લીધી છે. તમને જણાવી દઈએ કે હરભજન સિંહને પંજાબ પોલીસમાં ડીએસપી ની પદવી મળી છે.

કપિલ દેવ :- કપિલ દેવ દેશમાં વર્લ્ડ કપ લાવનાર પહેલા કેપ્ટન હતા. દેશમાં ક્રિકેટને દરેક ગલી સુધી પહોંચાડવામાં શ્રેય ફાળો આપ્યો છે. કપિલ દેવ પાસે આજે અઢળક સંપતિ છે. આમ છતાં તેઓને આર્મીમાં લેફ્ટિનેટ કર્નલ નું પદ આપવામાં આવ્યું હતું

About gujju

Check Also

અમુક નામ વાંચીને નવાઈ લાગશે.

વિશ્વમાં કેપ્ટ્ન કુલના નામથી જાણીતા એવા મહેન્દ્ર સિંહ ધોનીને તમે મેદાનમાં તો ઘણીવાર ચોક્કા અને …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *