Breaking News

અભિનયની સાથે સાથે બિઝનેસ કરવામાં પણ અવ્વલ છે સાઉથના આ સિતારાઓ, આજે બની ગયા છે કરોડો રૂપિયાના માલિક….

તમે બધા સારી રીતે જાણતા હશો કે હવે બોલિવુડની સાથે સાથે સાઉથ ફિલ્મો પણ દેશભરમાં પસંદ કરવામાં આવે છે. આ સાથે સાઉથ ફિલ્મ જગતમાં કામ કરતા સિતારાઓ પણ લોકોના દિલમાં સ્થાન બનાવવામાં સફળ રહ્યા છે.

જેમ બોલીવુડ જગતમાં કામ કરતા સિતારાઓ પોતાના અભિનયની સાથે સાથે બિઝનેસ કરવા માટે પણ જાણીતા છે.

આજ ક્રમમાં સાઉથ સિતારાઓ પણ આ યાદીમાં ઘણા આગળ છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કોણ કોણ શામેલ છે.

સમન્થા અક્કીનેની :- સાઉથ ફિલ્મ જગતની ફેમસ અભિનેત્રીઓની ગણના કરવામાં આવે છે તો સમન્થા અક્કીનેનીનું નામ ટોચ પર લેવામાં આવે છે. સમન્થાએ પોતના અભિનયથી દર્શકોને દિવાના બનાવી રાખ્યા છે. જોકે તમારે જાણવું જોઈએ કે સમન્થા ફિલ્મોની સાથે સાથે પોતાનો બિઝનેસ કરવા માટે પણ જાણીતી છે. તેણીની પોતાનો એક ફેશન લેબલ ચલાવે છે, જેનું નામ સાકી છે. આ સિવાય સમન્થા એક પ્રિસ્કુલ પણ ચલાવે છે.

વિજય :- વિજય સાઉથના સૌથી મોંઘા એક્ટર છે. તેઓ એક ફિલ્મ કરવા માટે 80થી 100 કરોડ રૂપિયા ચાર્જ કરે છે. તેમનું ઘર હૈદ્રાબાદના સૌથી મોંઘા વિસ્તાર જુબલી હોલમાં સ્થિત છે. તમને જણાવી દઈએ કે વિજયના માતા, બહેન અને પત્નીના નામ પર ચેન્નઈમાં ઘણા મેરેજ હોલ છે.

રામચરણ :- રામચરણ ની વૈભવી જિંદગીની ચર્ચા ચારેય બાજુ કરવામાં આવે છે. તેમની વૈભવી જિંદગીમાં તેમના ઘરનો પણ સમાવેશ થાય છે. તેમનું એક ઘર હૈદરાબાદના સૌથી મોંઘા વિસ્તાર માં ઘરની માલિકી ધરાવે છે. હવે જો આપણે તેમના બિઝનેસ વિશે વાત કરીએ તો તેઓ હૈદરાબાદમાં એક એર લાઈનના માલિક છે. જેમના નામ TruJet અને હૈદરાબાદ રાઈઝિંગ ક્લબ છે.

નાગાર્જુન :- સાઉથ સિનેમાના ટોચના અભિનેતા નાગાર્જુન પોતાની ફિલ્મોની સાથે સાથે વૈભવી લાઇફસ્ટાઇલ માટે પણ જાણીતા છે. નાગાર્જુન હૈદરાબાદના પોશ વિસ્તાર ફિલ્મ નગર માં રહે છે.

હવે જો આપણે તેમના બિઝનેસ વિશે વાત કરીએ તો તેઓ બે હોટલની માલિકી ધરાવે છે. આ સિવાય અભિનેતાનું એક કનવનેશન સેન્ટર પણ છે, જેના દ્વારા દિગ્ગજ પરિવારના લોકોનું ભાડું ભેગુ કરે છે.

તમન્ના ભાટિયા :- સાઉથ અભિનેત્રી તમન્ના ભાટિયા સાઉથની સાથે સાથે બોલીવુડમાં પણ પોતાની ઓળખ બનાવી ચુકી છે. જોકે તમારે જાણવું જોઈએ કે તેણીની ફિલ્મોની સાથે સાથે પોતાનો બિઝનેસ પણ સંભાળે છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રીએ આશરે પાંચ વર્ષ પહેલાં ગોલ્ડ અને વ્હાઈટ જ્વેલરી બ્રાન્ડ લોન્ચ કરી હતી.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *