Breaking News

કિયારા અડવાણી જેવી ચમકદાર ત્વચા જોઈએ છે? તો આજથી જ ફોલો કરો આ ટિપ્સ, મળી જશે એકદમ આકર્ષક દેખાવ…

બોલીવુડ અભિનેત્રી કીયારા અડવાણી ને હાલમાં ઓળખની કોઈ જરૂર નથી. હાલમાં તેણીની ફિલ્મ શેરશાહ ને લઈને ખૂબ ચર્ચામાં આવી છે. કિયારાના અભિનયની સાથે સાથે લોકો તેમના દેખાવ પાછળ પણ પાગલ છે.

આજ કારણ છે કે તેની મોટાભાગની ફિલ્મો હિટ થાય છે. જોકે હાલમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન 27 વર્ષીય કિયારાએ તેના આકર્ષક દેખાવ પાછળના રસપ્રદ કારણો ઉજાગર કર્યા છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ.

એક મેગેઝિન માં આપેલ ઇન્ટરવ્યૂ માં કીયારાએ કહ્યું હતું કે તેણીની બેદાગ ત્વચા મેળવવા માટે ચહેરા પર ટામેટાની પેસ્ટ લગાવે છે. આ સાથે તેણીની આ પેસ્ટ બીજા લોકોને પણ ઉપયોગ કરવા માટે જણાવે છે.

તમને જણાવી દઈએ કે સ્વાસ્થ્યની સાથે સાથે ટામેટા સ્કિન માટે પણ કારગર માનવામાં આવે છે. જો હેલ્થ એક્સપર્ટ ની વાત માની લેવામાં આવે તો ટામેટામાં એન્ટી ઓક્સિડન્ટ તત્વો અને વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે, જેના લીધે તે તમારી ત્વચામાં રહેલા કચરો બહાર કાઢીને બેદાગ ત્વચા આપે છે. જે કુદરતી રીતે સન સ્ક્રીન તરીકે કામ કરે છે.

ચહેરા પર કેવી રીતે ટામેટા કામ કરે છે?
1. ટામેટા ના ઉપયોગથી તૈલીય ત્વચા ની સમસ્યા દૂર થાય છે. તેનાથી ત્વચા પર રહેલું ઓઇલ બહાર નીકળી જાય છે. 2. ત્વચામાં ચમક આવી જાય છે અને ડેડ સ્કિન દૂર થાય છે. 3. ખીલ અને ડાઘ ની સમસ્યા કાયમ માટે દૂર થઈ જાય છે.
4. વધતી ઉંમરની નિશાનીઓ ચહેરા પર જોવા મળતી નથી. 5. તમારો સ્કિન ટોન સારો રહે છે અને સન ડેમેજ થી રાહત મળે છે. 6. સ્કિન ઇરીટેશન અને હાઇપર પિગ્મિટેશન ની સમસ્યા દૂર થાય છે.

સ્કિન માટે ટામેટા ખૂબ જ લાભકારી છે. આ માટે તમે ટામેટા ફેસ પેક બનાવી શકો છો. તેને બનાવવા માટે સૌથી પહેલા એક વાસણમાં એક ચમચી ટામેટા અને કાકડીનો રસ ઉમેરી લો. આ સાથે તેમાં એક ચમચી ઓટ્સ નાખી દો. ત્યારબાદ આ બધાને સારી રીતે મિક્સ કરીને ચહેરા પર લગાવો. જે ખીલ, ડાઘ જેવી સમસ્યાથી છુટકારો આપશે. આ સિવાય તમે ટામેટા, નારિયેળ તેલ અને દહીંથી પણ ફેસપેક બનાવી શકો છો.

About gujju

Check Also

આખરે રડવા લાગ્યા જેકી શ્રોફ અને સુનીલ શેટ્ટી…

‘કૌન બનેગા કરોડપતિ’ એક હિટ ટીવી શો છે. પ્રશ્નોના જવાબ આપીને, તમને અહીં કરોડપતિ બનવાની …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *