Breaking News

ચાણક્ય નીતિ :- પતિની સૂતેલી કિસ્મત જગાવી દે છે આવી પત્ની, ગમે તેવો મુશ્કેલ સમય આવે તો પણ નથી છોડતી સાથ…

પતિ પત્નીનો સંબંધ ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે અને આ સંબંધ વિશ્વાસની દોરી સાથે જોડાયેલ હોય છે. એક ખુશહાલ પરિવાર માટે પતિ પત્ની બંનેનું યોગદાન જરૂરી છે. એક મહિલા પરિવારના લોકોને એકબીજા સાથે જોડીને રાખે છે અને બાળકોને ઉછેરની સાથે સાથે સારા સંસ્કાર આપે છે આટલું જ નહીં પત્ની મુશ્કેલ સમયમાં પણ પતિ સાથે ઊભી રહે છે. ચાણક્ય નીતિમાં મહિલાના એવા કેટલાક ગુણો વિશે વર્ણન કરવામાં આવ્યું છે, જેને ખૂબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે.

આચાર્ય ચાણક્ય તેમના સમયમાં વિદ્યાન વ્યક્તિ હતા. તેઓએ તેમના પુસ્તક ચાણક્ય નીતિમાં એવા કેટલાક ગુણોનું વર્ણન કર્યુ છે, જે આજે સાચું પડી રહ્યું છે. આચાર્ય ચાણક્ય અનુસાર મહિલાઓમાં કેટલાક ગુણો હોય છે, તે તેણીની ઘર પરિવારની સંભાળ લેવાની સાથે સાથે મુશ્કેલ સમયમાં પતિ સાથે ઊભી રહે છે.

ધાર્મિક મહિલા :- જો કોઈ વ્યક્તિના લગ્ન ધાર્મિક મહિલા સાથે થઈ જાય છે તો તેનો પરિવાર ધર્મના માર્ગે ચાલે છે. આ સાથે બાળકો પણ હંમેશા યોગ્ય કામ કરે છે. જો વ્યક્તિનું આચરણ સારું હશે તો તે જીવનમાં બહુ જલ્દી સફળતા પ્રાપ્ત કરી શકે છે.

ધૈર્યવાન મહિલા :- જો કોઈ મહિલા ધૈર્યવાન છે તો તે મુશ્કેલ સમયમાં ડરી જતી નથી અને દરેક સમસ્યાનું સમાધાન કરે છે. આવી મહિલાઓ પોતાના જીવનસાથી નો હાથ ક્યારેક છોડતી નથી. તેણીની હંમેશા જીવનસાથી સાથે કદમ થી કદમ મિલાવીને ચાલે છે.

શાંત અને ખુશ રહેનાર મહિલા :- જેમ કે આપણે બધા જાણીએ છીએ કે ગુસ્સો કોઈપણ ઘરની શાંતિને ભંગ કરી દે છે. આ સાથે બીજી ઘણી સમસ્યાઓ પેદા થવા લાગે છે. આવામાં આચાર્ય ચાણક્ય એ પોતાના પુસ્તકમાં ખુશમિજાજ મહિલાઓને શ્રેષ્ઠ ગણાવી છે. આચાર્ય ચાણક્ય અનુસાર જો કોઈ મહિલા ખુશમિજાજ છે અને શાંતિથી રહે છે તો તેના ઘરમાં ક્યારેય મુશ્કેલીઓ આવતી નથી.

દરેક વ્યક્તિને પ્રેમ કરનાર મહિલા :- જો કોઈ મહિલા પરિવારના બધા જ લોકોને પ્રેમ કરે છે, તો તે ઘરની ખુશીઓ હંમેશા અકબંધ રહે છે. આચાર્ય ચાણક્ય કહે છે કે જે મહિલા નાના લોકોને પ્રેમ આપે અને મોટા લોકોને સન્માન આપે છે, તો તે ઘરની ખુશીઓને કઈ જ થતું નથી.

શિક્ષિત મહિલા :- આચાર્ય ચાણક્ય એ તેમની નીતિ શાસ્ત્રમાં એ વાતનો પણ ઉલ્લેખ કર્યો છે કે જો કોઈ મહિલા શિક્ષિત છે તો તે આખા પરિવારને શિક્ષિત કરે છે. જો કોઈ પુરુષ આવી મહિલા સાથે લગ્ન કરે છે તો તેની તરક્કી ચોક્કસ થાય છે.

About gujju

Check Also

ભગવાન વિષ્ણુની કૃપાથી આ છ રાશિના જાતકોના નસીબ આડેથી પાંદડું ખસી જશે.

જ્યોતિષશાસ્ત્ર અનુસાર, કેટલીક રાશિના લોકો એવા હોય છે જેમની કુંડળીમાં ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ શુભ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *