Breaking News

કરોડો રૂપિયા કમાતા આ સિતારાઓ રહે છે ભાડાના મકાનમાં, લાખો રૂપિયામાં આપે છે ભાડું…

બોલીવુડ જગતમાં કામ કરતા સિતારાઓને ફિલ્મોમાં કામ કરવા માટે લાખો કરોડોમાં ફી ચૂકવવામાં આવે છે. જેના લીધે આ સિતારાઓ વૈભવી જિંદગી જીવવામાં પાછળ પડતા નથી. તેમની પાસે ગાડીઓથી લઈને કાર, બંગલા સુધીની દરેક વસ્તુ વૈભવી હોય છે. જોકે બોલિવૂડમાં કામ કરતા કેટલાક સિતારાઓ એવા પણ છે કે જેઓ ને ફિલ્મોમાં કામ કરવા માટે લાખોમાં ફી આપવામાં આવતી હોવા છતાં મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે.

કેટરિના કૈફ :- કેટરિના કૈફને પોતાના આકર્ષક અભિનયથી બોલીવુડ જગતમાં આગવી ઓળખ બનાવી છે. કેટરીનાની ભલે હિન્દી થોડીક કમજોર હોય પંરતુ તેની મોટાભાગની ફિલ્મો હિટ સાબિત થાય છે.

જેના લીધે કેટરિના એક ફિલ્મ કરવા માટે કરોડો માં ચાર્જ કરે છે. જોકે આમ છતાં કેટરિના કૈફ મુંબઈમાં પોતાનો એકપણ બંગલો ધરાવતી નથી, હાલમાં તેણીની ભાડાના મકાનમાં રહે છે. કેટરિના બાંદ્રા નાકા વિસ્તારમાં રહે છે. જ્યાં કેટરીનાની સાથે તેની બહેન ઇસાબેલ પણ રહે છે.

જેક્વેલિન ફર્નાન્ડિઝ :- એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરતી જેક્વેલિન ફર્નાન્ડિઝ મોટા મોટા સુપરસ્ટાર અભિનેતાઓ સાથે કામ કરી ચૂકી છે. જેમાં અક્ષય કુમાર થી લઈને સલમાન ખાન સુધીના નામ શામેલ છે. જોકે આમ છતાં જેક્વેલિન ફર્નાન્ડિઝ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે. તમને જણાવી દઈએ કે જેક્વેલિન મુંબઈમાં પ્રિયંકા ચોપડા ના ઘરે ભાડે રહે છે. આ માટે તેણીની દર મહિને 6 લાખ રૂપિયા ભાડું ચૂકવે છે.

પરિણીતી ચોપડા :- પરિણીતી ચોપડા ને હાલમાં ઓળખની કોઈ જરૂર નથી. તેણીની બોલિવુડની ટોપ અભિનેત્રીઓની યાદીમાં શામેલ છે. હાલમાં તેની ફિલ્મ સાઇના રિલીઝ થઈ હતી. જેને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. તમને કહી દઈએ કે પરિણીતી ચોપડા છેલ્લા 10 વર્ષથી બોલિવૂડમાં કામ કરી રહી છે અને તેની મોટાભાગની ફિલ્મો હિટ સાબિત થઈ છે. પરિણીતી ચોપડા એક ફિલ્મ માટે કરોડો રૂપિયા ચાર્જ કરતી હોવા છતાં તેનું મુંબઈમાં એક પણ ઘર નથી.

અદિતિ રાવ હૈદરી :- તમને જણાવી દઈએ કે અદિતિ રાવ હૈદરી હૈદરાબાદની રહેવાસી છે અને તેણીની રાજા મહારાજાઓ સાથે જોડાણ ધરાવે છે. અદિતિ ઘણી ફિલ્મોમાં આકર્ષક ભૂમિકાઓમાં નજરે પડી ચૂકી છે.

આજે તેની ગણના બોલિવુડની ટોચની અભિનેત્રીઓમાં થાય છે. અદિતિ રાવ હૈદરી ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે અને તે પોતાના આકર્ષક અભિયનથી દર્શકોના દિલ પર રાજ કરે છે પરંતુ આમ છતાં તે મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે.

હુમા કુરેશી :- હુમા બોલિવુડની ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. તેને પોતાના કરિયર ની શરુઆત ફિલ્મ ગેમ્સ ઓફ વાસેપુર થી કરી હતી. ત્યારબાદ તેણીની ઘણી હિટ ફિલ્મોમાં દેખાવા મળી હતી. જોકે ઘરની બાબતમાં તેણીની ઉપરોક્ત અભિનેત્રીઓની જેમ જ છે. એક ફિલ્મ માટે લાખો રૂપિયા ચાર્જ કરતી હુમા આજે પણ મુંબઈમાં ભાડાના મકાનમાં રહે છે.

About gujju

Check Also

નોરા ફતેહીના શેર થઇ રહેલ આ બોલ્ડ અને બિન્દાસ ફોટો તમે જોયા કે નહિ?

પોતાના ડાન્સથી આજે લાખો લોકો તેના દિવાના છે પોતાની સુંદરતાથી આજે અનેક લોકો તેના ચાહકો …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *