Breaking News

બોલિવુડની આ પાંચ અભિનેત્રીઓ જીતી ચૂકી છે વિશ્વસ સુંદરીનો ટેગ, તેમની સુંદરતા પાછળ પાગલ છે આખી દુનિયા…

હિન્દી ફિલ્મ જગતમાં એવી ઘણી હસીનાઓ છે કે જેમને સુંદરતાનું પ્રતિક માનવામાં આવે છે. આવી અભિનેત્રીઓના અભિનયની સાથે સાથે સુંદરતા માટે પણ યાદ કરવામાં આવે છે. આજ કારણ છે કે આ અભિનેત્રીઓ વિદેશમાં પણ સારી એવી ઓળખ બનાવી ચૂકી છે. જેના લીધે આ અભિનેત્રીઓ વિશ્વ સુંદરીનો ટેગ જીતી ચૂકી છે. તો ચાલો આપણે જાણીએ કે આ યાદીમાં કઈ કઈ અભિનેત્રીઓ શામેલ છે.

માધુરી દિક્ષિત :- અભિનેત્રી માધુરી દીક્ષિતે પોતાના આકર્ષક અભિનયથી દેશ વિદેશમાં ઓળખ બનાવી લીધી છે. માધુરીની અંદર એવા ઘણા ગુણો છે, જે તેને ખુબસુરત બનાવે છે. જોકે તેની સ્માઈલ સૌથી વધારે પસંદ આવે છે. માધુરી ગયા સમયમાં સૌથી ખૂબસૂરત અભિનેત્રીઓ પૈકી એક હતી અને આજે પણ તેની સુંદરતાનો કોઈ જવાબ નથી.

દિયા મિર્ઝા :- અભિનેત્રી દિયા મિર્ઝા ગયા સમયમાં મિસ પેસેફિક એશિયા રહી ચૂકી છે. તમને જણાવી દઈએ કે દિયાની માતા ભારતીય છે, જ્યારે તેના પિતા જર્મન છે. દિયા મિર્ઝા બધી જ અભિનેત્રીઓ કરતા સાવ અલગ છે. તેણીની એક ફેશન મોડેલ છે અને સક્રિયરૂપે અભિનેત્રી છે. તેણીની એ આજ પહેલા ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, જેમાંથી મોટાભાગની ફિલ્મો હિટ સાબિત થઈ છે.

આલિયા ભટ્ટ :- હિન્દી સિનેમામાં ટુંક સમયમાં પોતાના અભિયનથી દર્શકોને દિવાના બનાવનાર અભિનેત્રી આલિયા ભટ્ટ પણ આ યાદીમાં સામેલ છે. આલિયા ભટ્ટે બબલી અને ક્યૂટ અભિનેત્રી તરીકે ઘણી લોકપ્રિયતા પ્રાપ્ત કરી છે. આ સાથે તેણીની સૌથી વધુ કમાણી કરનાર અભિનેત્રી પણ બની ચૂકી છે. જો આપણે તેની સુંદરતા વિશે વાત કરીએ તો તે 15 બ્યુટીફુલ લેડીઝમાં શામેલ છે.

ઇલિયાના ડીક્રૂઝ :- સાઉથ ફિલ્મ જગતની સાથે સાથે હિન્દી ફિલ્મોમાં પણ પોતાનો અભિનય બતાવનાર અભિનેત્રી ઇલિયાના ડીક્રૂઝ પણ આ યાદીમાં શામેલ છે.

હાલમાં તેણીની અભિનેત્રી હોવાની સાથે સાથે એક મોડલ તરીકે પણ કામ કરી રહી છે. તમને જણાવી દઈએ કે તેનો જન્મ મુંબઈમાં રોનાલ્ડો ડીક્રૂઝ અને માતા સમીરા થી થયો હતો. જોકે તેણીએ પોતાનું મોટાભાગનું બાળપણ ગોવામાં જ પસાર કર્યું હતું.

સોનલ ચૌહાણ :- આ સાથે મોડેલ અને અભિનેત્રી સોનલ ચૌહાણ ઘણી ફિલ્મોમાં દેખાઈ ચૂકી છે. તેણીએ પોતાના કરિયર ની શરૂઆત કારણ 2008માં કરી હતી. તેની પહેલી ફિલ્મ જન્નત હતી અને તે હિટ સાબિત થઈ હતી. ત્યારથી સોનલ ને ચાહકો જન્નત ગર્લ તરીકે ઓળખે છે. તેને વર્ષ 2017માં ટીએસઆર રાષ્ટ્રીય એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી.

About gujju

Check Also

આખરે કોણ છે પુષ્પા ફિલ્મનો વિલન, શું સંબંધ છે ઈરફાન ખાન સાથે?

સાઉથના સુપર સ્ટાર અલ્લુ અર્જુનની ફિલ્મ ‘પુષ્પા’ રિલીઝ થયા પછીના થોડા જ દિવસમાં બોક્સ ઓફિસ …

Leave a Reply

Your email address will not be published.