Breaking News

સલમાનને છોડીને અભિષેક બચ્ચન સાથે શા માટે કર્યા લગ્ન? લગ્નના ઘણા વર્ષો પછી એશ્વર્યાએ કર્યો ખુલાસો…

બોલીવુડ અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અભિષેક બચ્ચનની જોડીને બોલીવુડની મોસ્ટ પોપ્યુલર જોડી તરિકે ઓળખવામાં આવે છે. જોકે જ્યારે એશ્વર્યાએ અભિષેક બચ્ચન સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો હતો ત્યારે ઘણા લોકોએ તેના પર સવાલ ઊભા કરી દીધા હતા.

કારણ કે જ્યારે એશ્વર્યા અભિષેક સાથે લગ્ન કરવાનો નિણર્ય લીધો હતો ત્યારે તેણીની સફળતાની ઊંચાઈ પર પહોંચી ગઈ હતી અને તેની ખૂબસુરતી માટે આખી દુનિયામાં ધરાવતી હતી. જ્યારે આ સમય દરમિયાન અભિષેક બચ્ચન બોલીવુડ માં કરિયર બનાવવા માટે મહેનત કરી રહ્યા હતા.

જોકે આમ છતાં એશ્વર્યાએ પોતાના જીવનસાથી તરીકે અભિષેક બચ્ચનની પસંદગી કરી હતી. આ સમય દરમિયાન ઘણા લોકોએ કહી રહ્યા હતા કે એશ્વર્યાએ ફક્ત બચ્ચન સરનેમ જોઈને લગ્ન કર્યા છે. જોકે જ્યારે આ બંને ના લગ્ન થઈ ગયાં ત્યારે એક ઇન્ટરવ્યૂ માં અભિનેત્રીએ તેમના લગ્ન કરવા પાછળનું વાસ્તવિક કારણ જણાવ્યું હતું. તો ચાલો આપણે જાણીએ કે અભિનેત્રીએ તેના ઇન્ટરવ્યૂ માં શું કહ્યું હતું.

એશ્વર્યા રાયને આ ઇન્ટરવ્યૂ માં પૂછવામાં આવ્યું હતું કે તમને તમારા પતિમાં સૌથી સારી વાત શું લાગે છે. ત્યારે આ સવાલ પર એશ્વર્યાએ કહ્યું હતું કે અભિષેક શાઈનિંગ અને એકદમ હિંમતવાન વ્યક્તિ હોવાની સાથે સાથે થોડાક પાગલ અને મજબૂત વ્યક્તિ છે અને પતિની આ આદતને લીધે તેણીની તેઓએ પ્રેમ કરે છે.

એશ્વર્યા રાય પતિની ખુબિયા ગણાવતા કહે છે કે તેઓ મારી જિંદગીમાં તાજી હવા લઈને આવ્યા છે. તમારા જીવનને પ્રેમ, મસ્તી અને ખુશીઓથી ભરી દે તે વ્યક્તિ કોને પસંદ આવશે નહીં અને આ બધી ખૂબીઓ કોઈ નામ અથવા ધન ધોલત કરતા ઘણા અંશે આગળ છે. એશ્વર્યાએ આગળ કહ્યું હતું કે ધન દોલતથી આપણને વૈભવી જિંદગી તો મળી શકે છે પંરતુ જો પ્રેમ ના હોય તો લગ્ન જીવનમાં ક્યારેય ખુશી મળતી નથી અને તેણીની આ બધા કારણોસર લગ્ન જીવનમાં ખૂબ ખુશ છે.

એશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન વચ્ચે સામાન્ય કપલની જેમ બબાલ થાય છે અને આ વિશે ખુદ અભિનેત્રીએ એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે અમારી વચ્ચે કોઈ કારણસર ચર્ચા અથવા તો બબાલ થાય છે પણ તે ક્યારેય મોટું સ્વરૂપ લઇ શકતી નથી કારણ કે અમે બંને આ બબાલ પાછળનું કારણ શોધી કાઢીએ છીએ.

About gujju

Check Also

આખરે અભિનેતા અક્ષય કુમારે ફિલ્મ સૂર્યવંશીની રિલીઝ ડેટ કરી જાહેર,જાણો કેટલી તારીખે થશે રિલીઝ…

કોરોના મહામારીના કારણે થિયેટરો લાંબા સમયથી બંધ છે. પરિણામે, ઘણી ફિલ્મો અજાણતા OTT પર રિલીઝ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *